12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બેસ્ટ કર્મચારીની હડતાળ હાલ પૂરતી પાછી ખેંચાઈ
કોર્ટના આદેશ બાદ પીછેહઠ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ : આર્થિક સંકટમાં રહેલી બેસ્ટને બચાવવા માટે ખાનગી બસ ભાડા પર લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પણ આ ખાનગીકરણને કારણે કર્મચારી અને કામગાર સંઘટનામાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી અને તેઓએ ૧૫ ફેબ્રુઆરીથી હડતાળ પર ઊતરી જવાની ચીમકી આપી હતી. જોકે બસ ભાડા પર લેવાનું પ્રકરણ કોર્ટમાં હોવાને કારણે કર્મચારીઓ હડતાલ પર જવું નહીં એવો આદેશ ઈન્ડસ્ટ્રિયલ કોર્ટે આપતા યુનિયને હાલ પૂરતી હડતાળને પાછી ખેંચી લીધી છે.

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી બેસ્ટ પ્રશાસન પાસે પોતાના કર્મચારીઓને પગાર આપવા માટે પણ પૈસા બચ્યા નથી. તેથી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના મુજબ તૈયાર કરવામાં આવેલા ઍકશન પ્લાન મુજબ

૧૨૦૦ બસ ભાડા પર લેવામાં આવવાની છે. તેમાં પહેલા તબક્કામાં બેસ્ટે ૪૫૦ બસ ભાડા પર લેવાનો નિર્ણય લીધો હતો. આ બસમાં ડ્રાઈવર કૉન્ટ્રેક્ટરનો રહેશે. તેમ જ ગાડીઓમાં ઈંધણ સહિત તેની જાળવણીની જવાબદારી કૉન્ટ્રેક્ટરની રહેશે. ખાનગી બસ લેવાનો નિર્ણય

લઈને બેસ્ટમાં ખાનગીકરણ કરવાની શરૂઆત થઈ છે. તેથી નોકરી જવાના ડરે બેસ્ટના કર્મચારીઓના યુનિયન અને સંઘટનના બેસ્ટ કર્મચારી કૃતિ સમિતિએ ૧૫ ફેબ્રુઆરીના હડતાળની ચીમકી આપી હતી.

હડતાલ થાય નહીં તે માટે બેસ્ટ સમિતિના અધ્યક્ષ અનિલ કોકીળે તમામ યુનિયનની બેઠક લીધી હતી આ બેઠકમાં કોઈ ઉકેલ નહીં આવતા પાલિકા કમિશનરે આ બાબતે ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા. પાલિકા કમિશનર સાથેની બેઠકમાં પણ કોઈ ઉકેલ નહીં આવતા હડતાલ પડવાનું નક્કી હતું પણ આ દરમિયાન બેસ્ટ કર્મચારી કૃતિ સમિતિમાં રહેલા ૧૨ સંઘટનમાં ફૂટ પડી હતી. આ દરમિયાન કામગાર સંઘટના કોર્ટમાં ગઈ હતી. બેસ્ટનું ખાનગીકરણ કરવું નહીં એવી માગણી કામગાર સંઘટનાએ કરી હતી. આ બાબતે ઈન્ડસ્ટ્રિયલ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન બેસ્ટને ખાનગી બસની પ્રક્રિયા કોર્ટની આગલી તારીખ સુધી કરવી નહીં એવો આદેશ આપ્યો હતો.

આ બાબતે કોર્ટમાં સુનાવણી થાય ત્યાં સુધી ખાનગી બસ લેવાનો પ્રસ્તાવ મંજૂર કરવો નહીં એવો આદેશ બેસ્ટ પ્રશાસનને આપ્યો છે. આ જ સમયે બેસ્ટ કર્મચારીઓ પણ હડતાલ કરવી નહીં એવો આદેશ કોર્ટે આપ્યો હતો. તેને પગલે મોડી સાંજે બેસ્ટ કામગારોના યુનિયને હડતાલ પર નહીં ઉતરવાનો નિર્ણય લીધો હતો.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

G83mb161
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com