19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મહાલક્ષ્મીમાં જિમખાના બનાવવા સેના-કૉંગ્રેસ ભાઈ-ભાઈ
* કૉંગ્રેસની મદદથી જિમખાનાનો પ્રસ્તાવ મંજૂર * વિરોધ નોંધાવીને ભાજપે કર્યો સભાત્યાગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહાલક્ષ્મીમાં મુંબઈ મહાનગરપાલિકાની માલિકીની જર્જરિત થયેલી બે ઈમારત તોડી પાડીને ત્યાં પાલિકાના અધિકારીઓે માટે જિમખાના બનાવવામાં આવવાનું છે, ત્યારે અહીં અધિકારીઓ માટે જિમખાનું બનાવવાને બદલે મેયર માટે પર્યાયી બંગલો બનાવવાનું વધારે જરૂરી હોવાનો દાવો ભાજપે કર્યો હતો પણ સત્તાધારી શિવસેનાએ ભાજપના દબાણ સામે નહીં ઝૂકતા વિપક્ષ કૉંગ્રેસની મદદથી જિમખાનાનો પ્રસ્તાવ મંજૂર કરતા ભાજપે સ્થાયી સમિતિમાં સભાત્યાગ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

પાલિકાના ‘જી-દક્ષિણ’ વોર્ડમાં મહાલક્ષ્મીમાં કેશવ ખાડે માર્ગ પર પાલિકાની માલિકીની બે ઈમારત આવેલી છે. આ ઈમારત જર્જરિત હોવાને કારણે તેને તોડી પાડીને એ પ્લોટ પર અધિકારીઓ માટે જિમખાનું બનાવવામાં આવવાનું છે. તે માટે કૉન્ટ્રેક્ટર પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. આ કામ માટે લગભગ ૪૮ કરોડ ૭૫ લાખ ૨૪ હજાર ૭૮૪ રૂપિયાનો ખર્ચ થવાનો છે. તેને લગતો પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવ્યો હતો. આ પ્રસ્તાવ પર ભાજપે જોરદાર વિરોધ દર્શાવ્યો હતો. આ પ્લોટ પર જિમખાનું બનાવવાને બદલે અહીં મેયર માટે બંગલો બાંધવો એવી માગણી ભાજપે કરી હતી.

મેયર બંગલા માટે આ પ્લોટ યોગ્ય છે. અહીં મુંબઈના દરેક નાગરિક અને નગરસેવકોને પહોંચવું સરળ રહેશે એવો દાવો ભાજપના પાલિકાના ગ્રુપ લીડર મનોજ કોટકે કર્યો હતો. તો ભાજપના અન્ય નગરસેવકે આ પ્લોટ પર રહેલા રિઝર્વેશનને બદલવા સામે વાંધો ઉઠાવ્યો હતો. પ્લોટનું રિઝર્વેશન બદલવું હોય તો કોસ્ટલ રૅગ્યુલેશન ઝોન પાસેથી મંજૂરી લેવી પડશે તેથી આ પ્લોટનું રિઝર્વેશન બદલીને અહીં જિમખાનું બાંધવું નહીં એવી દલીલ ભાજપના નગરસેવકોએ કરી હતી. ભાજપના નગરસેવકોની દલીલ વચ્ચે આ પ્રસ્તાવ પર મતદાન દ્વારા શિવસેનાએ વિપક્ષ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસની મદદથી આ પ્રસ્તાવને મંજૂર કરાવી લીધો હતો. તેને કારણે રોષે ભરાયેલા ભાજપના નગરસેવકોએ સભાત્યાગ કર્યો હતો.

---------

દરાડે દંપતી માટે ભાજપની રમત: સેના

મલબાર હિલમાં પાલિકાની માલિકીના બંગલામાં આઈએએસ દંપતી પાલિકાના ભૂતપૂર્વ એડિશનલ કમિશનર પલ્લવી દરાડે અને એમએમઆરડીએના એડીશનલ કમિશનર પ્રવીણ દરાડે રહે છે. પલ્લવી દરાડેની પાલિકામાંથી બદલી થયા બાદ પણ તેમણે આ બંગલો ખાલી કર્યો નથી. પાલિકાએ બંગલો ખાલી કરવા માટે અનેક નોટિસ આપ્યા બાદ પણ તેમણે ખાલી કર્યો નથી. આ દરમિયાન દરાડે દંપતી આ બંગલો ખાલી કરશે નહીં એવો પત્ર સરકાર તરફથી પાલિકાને મોકલવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે દાદરના શિવાજી પાર્કમાં આવેલા મેયર બંગલામાં શિવસેના પ્રમુખ બાળ ઠાકરેનું સ્મારક બનવાનું હોઈ મેયર માટે પર્યાયી બંગલા તરીકે મલબાર હિલના બંગલાનો વિચાર ચાલી રહ્યો છે પણ દરાડે દંપતી બંગલો ખાલી નહીં કરતા હોવાને કારણે મેયર માટે હજી સુધી બંગલો મળી શકયો નથી. તેને કારણે બુધવારે સ્થાયી સમિતિમાં મહાલક્ષ્મીના પાલિકાના પ્લોટ પર અધિકારીઓ માટે જિમખાનું બનાવવાને બદલે મેયર બંગલો બનાવવાની માગણી ભાજપે કરી હતી. ભાજપની આ માગણી સામે શિવસેનાના નેતાએ કહ્યું હતું કે, મુખ્ય પ્રધાનના માનીતા દરાડે દંપતીને પાલિકાનો બંગલો ખાલી કરવો પડે નહીં તે માટે ભાજપ મહાલક્ષ્મીના પ્લોટ પર મેયર બંગલાની જીદ કરી રહ્યું છે અને તે માટે જ તેમણે સભાત્યાગ કર્યો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

mB8F6W65
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com