| નેતાન્યાહુ સામે ભ્રષ્ટાચારના આરોપો |
| જોકે ઇઝરાયલના વડા પ્રધાને રાજીનામું આપવાની સાફ ના પાડી |
|
| જેરુસલેમ: ઇઝરાયલની પોલીસે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ વિરુદ્ધ ભ્રષ્ટાચારના બે કથિત મામલામાં સંડોવણી હોવાના પૂરતા પુરાવા શોધી કાઢીને તેમની સામે વિશ્ર્વાસઘાત કરવાના આરોપનો સામનો કરી રહ્યા હોવા છતાં તેમણે રાજીનામું આપવાની ધરાર ના પાડી દીધી હતી. પોલીસે ભ્રષ્ટાચારના કેસની ૧૪ મહિના લાંબી તપાસ કર્યા પછી ઇઝરાયલના વડા પ્રધાન વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાનું અને ૬૮ વર્ષના નેતાન્યાહુ સામે કાનૂની કાર્યવાહી કરવાની ભલામણ કરી હોવાની જાહેરાત મંગળવારે કરી હતી.
બે વાર ઇઝરાયલના વડા પ્રધાન બનેલા નેતાન્યાહુ કેસ ૧૦૦૦, તરીકે ઓળખાતા ‘ગિફ્ટ-ફોર-ફેવર અફેર’ અને બીજો કૌભાંડ કેસ જે કેસ ૨૦૦૦ તરીકે ઓળખાય છે તેમાં તેમણે આર્નોન મોઝીસ સાથે પાછલા બારણે સોદા કર્યા હોવાની શંકા છે. આર્નોન મોઝીસ લોકપ્રિય અખબારમાં વડા પ્રધાનની તરફેણમાં કવરેજ પ્રગટ કરવા માટે કથિત સોદા કરવામાં આવ્યા હોવાનું જેરુસલેમ પોસ્ટના અહેવાલમાં જણાવાયું હતું.
ઇઝરાયલના વડા પ્રધાન તરીકે તેમની ૨૦૦૯માં પસંદગી કરાઈ હતી. આ પહેલાં તેઓ ૧૯૯૬થી ૧૯૯૯ સુધીની મુદત દરમિયાન વડા પ્રધાનના હોદ્દે હતા. પોલીસે નેતાન્યાહુએ દસ વર્ષથી વધુના સમયગાળા દરમિયાન લગભગ ૩,૦૦,૦૦૦ ડૉલર ભેટ તરીકે મેળવ્યા હોવાનો આરોપ મુક્યો હતો. નેતાન્યાહુએ પોતાની સરકાર સ્થિર હોવાનું જણાવ્યું હતું અને પોલીસ તપાસની ટીકા કરતાં કહ્યું કે આને લીધે રાજીનામુંની બાબતે ઉશ્કેરણી કરવામાં આવી રહી છે. તેમણે ખાતરી આપતાં જણાવ્યું હતું કે મારી સરકાર સ્થિર છે. ચૂંટણી કરવાની મારી કે બીજા કોઇની યોજના નથી. અમે સાથે મળીને પૂર્ણ સમયની મુદત સુધી ઇઝરાયલની જનતા માટે સારું કાર્ય કરવાનું ચાલુ રાખીશું. પોલીસના અહેવાલ ગેરમાર્ગે દોરનારા અને સત્ય તથા તર્કથી વિપરીત છે. (પીટીઆઈ)ઉ
---------
એ અહેવાલમાં ટાટાનું પણ નામ
જેરુસલેમ: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સામે પોલીસે ભ્રષ્ટાચાર આચરવાના આરોપસર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. એમાં રતન ટાટાનું નામ લેવામાં આવ્યું હોવાનું ઈઝરાયલના મીડિયા અહેવાલમાં જણાવવામાં
આવ્યું હતું.
ભારતીય ઉદ્યોગપતિની ઑફિસે ટાટાના નામના ઉલ્લેખને ‘ખોટો ગણાવીને’ ફગાવી દીધો હતો. કથિત કેસ ૧૦૦૦ જેમાં નેતાન્યાહુ અને તેમનાં પત્ની સારાને અબજોપતિ તરફથી ગેરકાયદે ભેટના લાભાર્થીઓમાં ઈઝરાયલમાં જન્મેલા હૉલિવૂડના નિર્માતા મિલચાન અને ઑસ્ટ્રેલિયન રિસોર્ટના માલિક જેમ્સ પૅકરનાં નામ લેવામાં આવ્યા છે.
નેતાન્યાહુ મિલચાનની મદદથી જે પ્રોજેક્ટને આગળ વધારવા માગતા હતા તે પ્રોજેક્ટના ભાગ તરીકે ભારતના ઉદ્યોગપતિનું નામ લેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. મિલચાનને લાભ આપવાના ઉદ્દેશથી નેતાન્યાહુએ ઇઝરાયલ-જોર્ડનની સરહદ પર મુક્ત વ્યાપાર ઝોનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો. એ પ્રોજેક્ટ હૉલીવૂડના નિર્માતા ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટા સાથેની ભાગીદારીમાં પ્રમોટ કરવાના પ્રયાસ કરતા હોવાનું વાય નેટ ન્યૂઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. (પીટીઆઇ)ઉ |
|