18-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દક્ષિણ આફ્રિકામાં ગુપ્તાબંધુઓના ઘર, કંપની પર પોલીસના દરોડા
ઝુમાની રાજીનામું આપવાની ના

જૉહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાની શાસક આફ્રિકન નેશનલ કૉંગ્રેસે જેકબ ઝુમાને પ્રમુખપદેથી રાજીનામું આપવા આદેશ આપ્યો તેના પછીના દિવસે બુધવારે સ્પેશિયાલિસ્ટ હૉક પોલીસ યુનિટે ગુપ્તાબંધુઓના વૈભવશાળી ઘર અને કંપની પર દરોડા પાડ્યા હતા. બીજી તરફ ઝુમાએ રાજીનામું આપવાની ઘસીને ના પાડી દીધી હતી અને એ ખાસ ઉલ્લખનીય છે કે રાજીનામું આપવા માટે તેમને બુધવાર સાંજ સુધીની જ મહેતલ અપાઇ હતી. તેમના પક્ષે ઝુમાને સ્પષ્ટ કહ્યું હતું કે રાજીનામું આપો અથવા તો સંસદમાં અવિશ્ર્વાસની દરખાસ્તનો સામનો કરો. ત્રણે ગુપ્તાબંધુ સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે. તેઓ પ્રમુખ જેકબ ઝુમા સાથે સંકળાયેલા હોવાનું માલૂમ પડતા આફ્રિકન નેશનલ કૉંગ્રેસે નવ વર્ષથી શાસન કરી રહેલા જેકબ ઝુમાને રાજીનામું આપવાનો આદેશ આપ્યો હતો.

૭૫ વર્ષીય જેકબ ઝુમાએ સરકારી સ્રોતોનો દુરુપયોગ થવા દીધો હોવાનો આક્ષેપ છે.

પોલીસની ખાસ ટીમે પાડેલા દરોડામાં ત્રણ જણની ધરપકડ કરાઇ હતી. દક્ષિણ આફ્રિકાની સરકારી સમાચાર સંસ્થાએ ગુપ્તા પરિવારના સભ્યોની અટક કરાઇ હોવાનો દાવો કર્યો હતો.

જૉહાનિસબર્ગના સેક્સોનવલ્ડ નામના પરામાં આવેલા ગુપ્તાબંધુઓના નિવાસસ્થાન તરફ જતાં રસ્તાને પરોઢિયે જ ખાસ પોલીસ ટુકડી દ્વારા બંધ કરાયો હતો.

પોલીસે જૉહાનેસબર્ગમાં સેન્ડટન ખાતે આવેલી ગુપ્તાની ઓકબે હૉલ્ડિંગ કંપની પર પણ દરોડા પાડ્યા હતા. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2e03301
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com