19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બાટલા હાઉસ એન્કાઉન્ટર પછી ફરાર આઇએમનો આતંકવાદી પકડાયો

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ શાખાએ બાટલા હાઉસ એનકાઉન્ટર બાદ ૨૦૦૮થી ભાગતાફરતા ઇન્ડિયન મુજાહિદીન (આઇએમ)ના ત્રાસવાદી અઝીઝ ખાનની ધરપકડ કરી હતી. દિલ્હીના જામિયા નગરમાં ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૦૮ને દિવસે થયેલા એનકાઉન્ટરમાં ઇન્ડિયન મુજાહિદીનના બે ત્રાસવાદી ઠાર મરાયા હતા અને બે પકડાયા હતા, એ વખતે અઝીઝ બાટલા હાઉસમાં હાજર હતો, પણ એ પોલીસને હાથતાળી આપીને છટકવામાં સફળ રહ્યો હતો. એ વખતે એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માએ એનકાઉન્ટરની આગેવાની કરી હતી અને તેઓ પણ ગોળીબારમાં શહીદ થયા હતા. ટ્રાયલ કોર્ટે ૨૦૧૩માં આઇએમના ત્રાસવાદી શાહઝાદ અહમદને ઉપરોક્ત કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી હતી.ચુકાદાની એની અપીલ હાઇ કોર્ટ સમક્ષ વિચારાધીન છે. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8C233h0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com