15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રવાસીને બૉર્ડિંગનો ઇનકાર કરાય તો ઍરલાઇન્સે વળતર ચૂકવવું પડે

નવી દિલ્હી: ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ ઍવિયેશન (ડીજીસીએ)એ દિલ્હી વડી અદાલતમાં ખુલાસો કર્યો હતો કે અમે ફ્લાઇટ્સના ઑવરબૂકિંગને પરવાનગી નથી આપતા અને જો ક્ધફર્મ્ડ ટિકિટવાળા પ્રવાસીને બૉર્ડિંગનો ઇનકાર કરાય તો ઍરલાઇન્સે વળતર ચૂકવવું પડે.ઍર ઇન્ડિયાએ પણ વડી અદાલતને જણાવ્યું હતું કે ક્ધફર્મ્ડ ટિકિટવાળા પ્રવાસીને બૉર્ડિંગનો ઇનકાર કરાય તો તેને ઍરલાઇન્સની સેવામાંની ખામી ગણાય અને મુસાફર એક ગ્રાહક તરીકે વળતર મેળવવા હકદાર છે.ઍર ઇન્ડિયા અને ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ ઍવિયેશનનો સંબંધિત સમાન અભિપ્રાય જાણ્યા બાદ ન્યાયમૂર્તિ વિભૂ બાખરુએ જણાવ્યું હતું કે મુલકી ઉડ્ડયન ક્ષેત્રના નિયામકને આ કિસ્સામાં સિવિલ ઍવિયૅશન રૅગ્યુલૅશન્સ બહાર પાડવાની સત્તા છે કે નહિ તે અંગે સુનાવણી કરવાની હવે જરૂર નથી લાગતી.અગાઉ, અરજદારે આક્ષેપ કર્યો હતો કે સિવિલ ઍવિયૅશન રૅગ્યુલૅશન્સમાં ફ્લાઇટ્સના ઑવરબૂકિંગની પરવાનગી આપતી જોગવાઇ છે.

ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ ઍવિયેશને ૨૦૧૦માં સિવિલ ઍવિયૅશન રૅગ્યુલૅશન્સ બહાર પાડ્યું હતું. અરજદારે દાવો કર્યો હતો કે મુસાફરનું વળતર મર્યાદિત રાખતો આદેશ બહાર પાડવાની ડીજીસીએને કોઇ સત્તા નથી.

અરજદારે આક્ષેપ કર્યો હતો કે મેં દિલ્હીથી ૨૦૧૫ની ૧૨મી ડિસેમ્બરે પટણા જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં અગાઉથી જ બૂકિંગ કર્યું હતું, પરંતુ હું વિમાનમથકે સમયસર પહોંચ્યો હોવા છતાં ફ્લાઇટ્સના ઑવરબૂકિંગનું કારણ આપીને મને ફ્લાઇટમાં ચઢવા નહોતો દેવાયો. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

TT0Q3p
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com