19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સઇદ સામે પાકની અંતે કાર્યવાહી
આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ તેની મદરેસાઓ અને દવાખાના કબજામાં લેવાયા

ઇસ્લામાબાદ: મુંબઈ પરના ૨૦૦૮ના ત્રાસવાદી હુમલાના સૂત્રધાર હાફિઝ સઇદ દ્વારા સંચાલિત મદરેસાઓ અને દવાખાના સામે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની ટીમ પ્રતિબંધિત સંગઠનો અને વ્યક્તિઓ સામેની પાકિસ્તાન સરકારની કાર્યવાહીની સમીક્ષા કરવા ગયા મહિને અહીં આવી હતી.

પાકિસ્તાનની પંજાબ સરકારના આદેશને પગલે રાવલપિંડીના જિલ્લા વહીવટીતંત્રે હાફિઝ સઇદ સાથે સંકળાયેલા જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનની એક મદરેસા અને ચાર દવાખાનાનો કબજો લઇ લીધો હતો.

તાબામાં લેવાયેલી મદરેસા ધાર્મિક મિલકતનું નિયંત્રણ સંભાળતા ઔકાફ વિભાગને સોંપવામાં આવી હતી. પ્રાંતીય સરકારે ઔકાફ વિભાગને આ મદરેસાનો કબજો લેવાનો ગયા શુક્રવારે હુકમ કર્યો હતો. જિલ્લાના એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાંતીય સરકારે રાવલપિંડીની ચાર મદરેસાના નામ જિલ્લાના વહીવટીતંત્રને સોંપ્યા હતા. જિલ્લાના વહીવટી અધિકારીઓએ આ મદરેસાની મુલાકાત લીધી હતી, પરંતુ જમાત-ઉદ-દાવાએ પોતાને આ મદરેસાઓ સાથે કોઇ સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે સરકારે જિલ્લાના વહીવટીતંત્રને જમાત-ઉદ-દાવાની કહેવાતી આ મદરેસાઓમાંના શિક્ષકો અને વિદ્યાર્થીઓની તેમ જ દવાખાનાઓમાંના ડૉક્ટરો અને અન્ય કર્મચારીઓની વિગત તપાસવા પણ હુકમ કર્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને ઔકાફ વિભાગની સાથે મળીને વધુ તપાસ કરવા એક સંયુક્ત ટુકડી રચી છે.

તેમણે જણાવ્યું હતું કે રાવલપિંડી જેવી જ કાર્યવાહી અટ્ટોક, ચાકવાલ અને ઝેલમ જિલ્લામાં પણ હાથ ધરાશે.

આમ છતાં, અમુક રાજકીય નિષ્ણાત માને છે કે જમાત-ઉદ-દાવાની કચેરીઓ દેશભરમાં ફેલાયેલી હોવાથી તે બધી પર નિયંત્રણ મેળવવું સરકાર માટે મુશ્કેલ છે.

પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પ્રતિબંધિત અનેક સંગઠન સામે પગલાં લેવાયા હોવાનો દાવો કરે છે.

મુંબઈમાં ૨૦૦૮માં કરાયેલા ત્રાસવાદી હુમલાના સૂત્રધાર હાફિઝ સઇદ જમાત-ઉદ-દાવા નામની ધર્માદા સંસ્થા ચલાવે છે, પરંતુ તે ત્રાસવાદી સંગઠન લશ્કરે તૈયબા સાથે સંકળાયેલી હોવાનું કહેવાય છે. (પીટીઆઇ)

------

ગ્લોબલ ટેરરિસ્ટ ફાઇનાન્શિયલ

લિસ્ટમાં પાકને મૂકો: અમેરિકા

વૉશિંગ્ટન: અમેરિકાએ ઇસ્લામાબાદ પર સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના અલ-કાઇદા અને તેના સંગઠનો સહિતના ત્રાસવાદી જૂથો સામે કાર્યવાહી કરવાના ઠરાવનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કરીને ગ્લોબલ ટેરરિસ્ટ ફાઇનાન્શિયલ વૉચ લિસ્ટમાં પાકિસ્તાનનો સમાવેશ કરવા એફએટીએફનો સંપર્ક કર્યો હોવાનું વિદેશ ખાતાના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ૨૦૧૮માં પહેલાં ટ્વીટમાં પાકિસ્તાન પર એક તરફ ત્રાસવાદીઓને પનાહ આપવાની અને બીજી તરફ અમેરિકાના નેતાઓ સાથે છેતરપિંડી કરવાનો આક્ષેપ કર્યો હતો.

ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં દક્ષિણ એશિયા માટેની નવી નીતિની જાહેરાત કરીને ટ્રમ્પે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે પાકિસ્તાન ત્રાસવાદ સામેની લડતમાં અમેરિકાને સહકાર આપવામાં નિષ્ફળ જશે તો તેની સામે સખત પગલાં લેવામાં આવશે.

અમેરિકાએ પાકિસ્તાનમાં ચાલી રહેલી કુપ્રવૃત્તિઓના મામલે લાંબા સમય સુધી સતત ચિંતા વ્યકત કરી હતી. તેમાં એન્ટિ-મની લૉન્ડરિંગ /ત્રાસવાદીઓને અપાતા ભંડોળ(એએમએલ/સીએફટી) પ્રણાલીની અમલબજાવણી અંગે પણ ચિંતા વ્યકત કરવામાં આવી હોવાનું અમેરિકાના વિદેશ ખાતાના પ્રવક્તાએ પાકિસ્તાનના મીડિયામાં પ્રગટ થયેલા અમેરિકાએ ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સનો સંપર્ક કર્યો હોવાના અહેવાલની વચ્ચે સમાચાર સંસ્થાને ઉક્ત બાબત જણાવી હતી.

યુનોની સલામતી સમિતિના ઠરાવમાં સભ્ય દેશોને ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવાના ઠરાવનું ઉલલંઘન કરતા દેશની ત્રાસાવાદીઓની મિલકત થીજાવીને તેની એન્ટ્રી રોકવાની અને લશ્કરી સાધનસામગ્રીનો સપ્લાય સીધી અથવા આડકતરી રીતે અટકાવવાની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યુનોના ઠરાવનો પડઘો પાડતાં અમેરિકાના વિદેશ ખાતાના નિવેદનમાં જણાવાયું હતું કે પાકિસ્તાન દ્વારા યુનોના ઠરાવનો અમલ કરવામાં આવ્યો નથી. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

dk6448l4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com