19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પંજાબ નેશનલ બૅંક સાથે ₹ ૧૧,૪૦૦ કરોડની છેતરપિંડી
* હીરાના અબજોપતિ વ્યાપારી નીરવ મોદી અને જ્વેલરી કંપની સામે સીબીઆઈમાં ફરિયાદ * મુંબઈની બ્રાન્ચમાં કારનામું

ભાવિના એંધાણ પંજાબ નેશનલ બૅન્કની ફોર્ટની શાખામાં રૂ. ૧૧,૪૦૦ કરોડથી પણ મોટું કૌભાંડ થયાનું બહાર આવ્યું છે. (અમય ખરાડે)નવી દિલ્હી: હીરાના અબજોપતિ વ્યાપારી નીરવ મોદી અને જ્વેલરીની એક કંપની સામે પંજાબ નેશનલ બૅંકે (પીએનબીએ) સીબીઆઈ (કેન્દ્રીય ગુપ્તચર બ્યુરો)માં બે ફરિયાદ નોંધાવી છે. પીએનબીએ એવો આક્ષેપ કર્યો છે કે આ બંનેએ રૂ. ૧૧,૪૦૦ કરોડની છેતરપિંડી કરી છે, એમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.

જોકે, પીએનબીમાં રૂ. ૧૧,૪૦૦ કરોડ કરતાં વધુ કૌભાંડ રચાયું હોવાની જાણ થતાંની સાથે જ નાણાં ખાતાએ આ કેસને સંડોવતા અથવા તો આના જેવાં જ કોઈ બનાવ હોય તો તેની જાણ આ અઠવાડિયાના અંતભાગ સુધી કરવાની દરેક બૅંકને સૂચના આપી છે.

વૈશ્ર્વિક સેલિબ્રિટીઓમાં મોદીની જ્વેલરીની ખૂબ જ બોલબાલા છે. તેમની સામે સીબીઆઈ નવેસરથી તપાસ યોજે એવી શક્યતા છે. સીબીઆઈ આ કેસમાં તેમની સામે યોગ્ય પગલાં લેવા માગે છે.

પીએનબીની એક બ્રાંચ સાથે રૂ. ૨૮૦ કરોડની ચીટિંગ અને છેતરપિંડી કરવા અંગે સીબીઆઈ તેમની સામે તપાસ કરી જ રહી છે.

સીબીઆઈ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે પીએનબી પાસેથી મંગળવારે બે ફરિયાદ કરવામાં આવી છે, તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોદી અને એક જ્વેલરી કંપની દ્વારા રૂ. ૧૧,૪૦૦ કરોડ જેટલી છેતરપિંડી અને ગેરકાયદે લેવડદેવડ કરવામાં આવી છે.

સીબીઆઈ આ ફરિયાદની યોગ્યતા તપાસ્યા બાદ ડિઝાઈનર અને કંપની સામે યોગ્ય કાયદાકીય પગલાં ભરશે. આ રાષ્ટ્રીય બૅંક દ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધારે યોગ્ય પગલાં ભરવામાં આવશે, એમ વધુ વિગત આપ્યા વિના સીબીઆઈના અધિકારીએ જણાવ્યું હતું.

આ કેસમાં જે જ્વેલરી કંપનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મોદી સાથે જોડાયેલી છે કે કેમ એમ તરત સ્પષ્ટ થયું નહોતું.

દરમિયાન, બૅંકે તેની એક શાખા સાથે છેતરપિંડી અને બિનસત્તાવાર રીતે ૧૭૭,૧૬૯ કરોડ ડૉલરની લેવડદેવડ થઈ હોવાનું બૉમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ને જણાવ્યું હતું.

પીએનબીમાં થયેલી લેવડદેવડ પરથી એ જાણવા મળ્યું છે કે બીજી બૅંકોએ આ ગ્રાહકોનાં નાણાં વિદેશની બૅંકમાં ટ્રાન્સફર કર્યા છે. જોકે, આ ટ્રાન્ઝેક્શનને મોદી સાથે જોડી શકાય એમ છે કે નહીં તે જણાવવામાં આવ્યું નથી.

નિરવ મોદી પોતે જ સેલિબ્રિટી છે અને તે બેલ્જિયમના એન્ટવર્પમાં મોટો થયો છે, અને તેણે પોતાના નામ ‘નિરવ મોદી’ની બ્રાંડ પણ શરૂ કરી છે.

સીબીઆઈના કેસમાં તેનું નામ પહેલીવાર આ મહિનાની શરૂઆતમાં બહાર આવ્યું હતું. સીબીઆઈએ ત્યારે તેની અને મેહુલ ચોકસીની સામે કેસ નોંધ્યો હતો. મેહુલ ચોકસી ‘ગીતાંજલિ’ નામના જેમ એન્ડ જ્વેલરી ડાયમંડ સ્ટોર ધરાવે છે. તેમની સામે રૂ. ૨૮૦ કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો છે. (પીટીઆઈ)

---------

ગીતાંજલિ, ગિની અને

નક્ષત્ર પર છે નિગરાની

નવી દિલ્હી: પંજાબ નેશનલ બૅન્ક (પીએનબી)માંના રૂપિયા ૧૧,૪૦૦ કરોડના કૌભાંડને પગલે ચાર મોટા જ્વેલર્સ - ગીતાંજલિ, ગિની, નક્ષત્ર અને નીરવ મોદી પર સીબીઆઇ અને એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ નજર રાખી રહ્યા હોવાનું કહેવાય છે.બન્ને તપાસ એજન્સી મોટા જ્વેલર્સની વિવિધ બૅન્ક સાથેની લેવડદેવડની તપાસ કરતી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

પંજાબ નેશનલ બૅન્કે નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી બૅન્કની મુંબઈમાંની એક શાખામાંથી અમુક ચોક્કસ ખાતેદારોના લાભાર્થે છેતરપિંડીથી લેવડદેવડ થઇ હતી.

અગાઉ, બૅન્ક ઑફ બરોડા સાથે ૨૦૧૫માં દિલ્હીના બે વ્યાપારીએ રૂપિયા ૬,૦૦૦ કરોડની છેતરપિંડી કરી હતી. (પીટીઆઇ) ઉપંજાબ નેશનલ બૅંકના

દસ અધિકારી સસ્પેન્ડ

નવી દિલ્હી: જ્વેલરી ડિઝાઇનર નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બૅન્ક સાથે કરાયેલી કહેવાતી રૂપિયા ૨૮૦.૭૦ કરોડની છેતરપિંડીના સંબંધમાં આ બૅન્કે બુધવારે પોતાના ૧૦ અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા.

નાણાકીય સેવા વિભાગના સચિવ રાજીવ કુમારે જણાવ્યું હતું કે બૅન્કના સસ્પેન્ડ કરાયેલા બધા અધિકારી એક જ શાખાના છે. નૉન-પર્ફૉર્મિંગ એસેટ્સ (એનપીએ)-વિરોધી પગલાંના ભાગરૂપે આ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા.

તેમણે જણાવ્યું હતું કે સરકારે બધી બૅન્કોને પોતાની એનપીએ ઘટાડવા સૂચના આપી છે અને તેને લીધે કરજ લેનારા પ્રામાણિક લોકોને લાભ થશે.

સેન્ટ્રલ બ્યૂરૉ ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ નીરવ મોદી, તેના ભાઇ નિશાલ મોદી અને પંજાબ નેશનલ બૅન્કના અમુક અધિકાર સામે સોમવારે આરોપ નોંધ્યા હતા.

આવકવેરા વિભાગે સુરત, દિલ્હી અને જયપુરમાં આવેલી જ્વેલરી ડિઝાઇનર મોદીની ઑફિસો પર દરોડા પાડ્યા તે પછી આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. (પીટીઆઇ) ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3L145Q
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com