18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખંડણીનો કેસ: તાજનો સાક્ષી બનવા તૈયાર થયેલા આરોપીએ કરી પીછેહઠ

મુંબઈ: ખંડણીના કેસમાં તાજનો સાક્ષી બનવા તૈયાર થયેલા ગેન્ગસ્ટર કુમાર પિલ્લૈની ટોળકીના સભ્ય પ્રફુલ કાપડિયાએ મંગળવારે પીછેહઠ કરી હતી. નવેમ્બર, ૨૦૧૭માં કુમાર કાપડિયા તાજનો સાક્ષી બનવા તૈયાર થયો હતો. મંગળવારે બપોરે કાપડિયાને ટ્રાયલ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફત હાજર કરાયો હતો અને તે તાજનો સાક્ષી બનવા તૈયાર છે એવું કોર્ટે પૂછતાં તેણે ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ કાપડિયાના વકીલ પ્રકાશ સાલસિંઘેકરે જામીન અરજી કરી હતી. સાલસિંઘેકરે દલીલ કરી હતી કે આ ઘટનામાં કાપડિયાની કોઇ ભૂમિકા નથી અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તપાસકર્તા પક્ષે દાવો કર્યો હતો કે કાપડિયા ગેન્ગસ્ટર પિલ્લૈના સંપર્કમાં હતો અને તેના આદેશ પરથી તેણે પિલ્લૈની પત્નીના બેન્ક એકાઉન્ટમાં રૂ. ૧.૨૫ લાખ ડિપોઝિટ કર્યા હતા. કોર્ટે બાદમાં તપાસકર્તા પક્ષને કાપડિયાની જામીન અરજી અંગે જવાબ નોંધાવવા કહ્યું હતું. બિલ્ડરની ફરિયાદને પગલે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણીના કેસમાં ૨૦૧૭ના રોજ કાપડિયાની ધરપકડ કરવામાં આવી હતી. ૧૧ જુલાઇ, ૨૦૧૩ના રોજ પિલ્લૈએ ફરિયાદી અને તેના ભાઇને ફોન કર્યો હતો અને વિક્રોલીમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલુ રાખવા માટે ૭૫ લાખ રૂપિયાની ખંડણી માગી હતી.

------------------

ડાન્સ બારમાંથી ૧૬ બારબાળાને છોડાવાઈ



મુંબઈ: અંધેરીના ડાન્સ બાર પર ત્રાટકીને ઓશિવરા પોલીસે ૧૬ બારબાળાને છોડાવી હતી, જ્યારે બારના સ્ટાફ અને ગ્રાહકો મળી ૩૦ જણની ધરપકડ કરી હતી. ઓશિવરા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સુભાષ ખાનવિલકરે જણાવ્યું હતું કે મળેલી માહિતીની ખાતરી કર્યા બાદ મંગળવારે રાતે એસ. વી. રોડ પર આવેલા નિત્યાનંદ (ચૅમ્પિયન) બાર પર કાર્યવાહી કરી હતી. પુરાવા તરીકે બારમાં ડાન્સ કરતી એક યુવતીનું વીડિયો રેકોર્ડિંગ કરી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બારમાં બારબાળાઓને સંતાવા માટે છુપા રૂમની સગવડ કરાઈ હતી. પોલીસે એ રૂમમાંથી પણ બારબાળાઓને શોધી કાઢીને ૧૬ બારબાળાને છોડાવી મૅનેજર પ્રવીણ પૂજારી, કૅશિયર, મ્યુઝિક સિસ્ટમ પર કામ કરનારા તેમ જ પાંચ વેઈટર મળી ૧૦ જણની ધરપકડ કરી હતી. એ સિવાય બારમાં હાજર ૨૦ ગ્રાહકોની પણ ધરપકડ કરાઈ હતી. કોર્ટે મૅનેજર પૂજારીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી, જ્યારે બાકીનાઓને અદાલતી કસ્ટડી ફટકાર્યા બાદ તેમના જામીન મંજૂર કર્યા હતા.ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

m0w3874
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com