15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સંક્ષિપ્ત સમાચાર

બનાવટી નોટો સાથે આરોપી પકડાયો

થાણે: થાણેના એન્ટી એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ કડિયાકામ કરનારા શખસને ૨.૩૧ લાખ રૂપિયાની કિંમતની બનાવટી નોટો સાથે પકડી પાડ્યો હતો. આ પ્રકરણે વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. મળેલી માહિતીને આધારે પોલીસે મંગળવારે સાંજે થાણેના જ્ઞાનસાધના કૉલેજ નજીકના વિસ્તારમાં છટકું ગોઠવી પ્રકાશ પ્રસાદ ઉર્ફે શંકર ટોકાલ (૪૨)ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી બે હજારના દરની ૧૧૩ નોટ, ૫૦૦ના દરની ૧૦ નોટ અને ૧૦૦ના દરની બે નોટ હસ્તગત કરાઈ હતી. પ્રથમદર્શી ચકાસણીમાં આ નોટો બનાવટી હોવાનું પોલીસનું કહેવું છે. કડિયાકામ કરનારો ટોકાલ મૂળ ઝારખંડના હજારીબાગ જિલ્લાનો રહેવાસી છે. જ્ઞાનસાધના કૉલેજ નજીકની વિશ્ર્વકર્મા ચાલમાં રહેતો ટોકાલ બનાવટી નોટો ક્યાંથી લાવ્યો તેની તપાસ પોલીસ કરી રહી છે.

વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ અને વિનયભંગ: પાંચ પકડાયા

પાલઘર: શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ કરી વિનયભંગ કરવાના આરોપસર પોલીસે બે કિશોર સહિત પાંચ જણને પકડી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારે વસઈ વિસ્તારમાં બની હતી. બાઈક પર આવેલા આરોપીઓએ શાળાએ જઈ રહેલી આઠમા ધોરણની વિદ્યાર્થિનીને માર્ગમાં જ રોકી હતી. એક આરોપીએ ૧૩ વર્ષની વિદ્યાર્થિનીને ચાકુની ધાક દાખવી હતી, જ્યારે બીજાએ તેના કથિત અપહરણનો પ્રયાસ કર્યો હતો. જોકે અપહરણકારોની ચુંગાલમાં છટકી જવામાં કિશોરી સફળ રહી હતી. દરમિયાન રાહદારીઓની નજર પડતાં તેમણે આરોપીઓને દમદાટી આપવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ મામલે ફરિયાદને આધારે વસઈની માણિકપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં ૧૭ વર્ષના બે કિશોરને પણ તાબામાં લેવાયા હોવાનું પોલીસ ઈન્સ્પેક્ટર અનિલ પાટીલે જણાવ્યું હતું. (પીટીઆઈ)

પોલીસ સાથે ધક્કામુક્કી: સાત પકડાયા

ભાયંદર: વસઇમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીને પગલે ફરિયાદ નોંધાવવા માટે માણેકપુર પોલીસ સ્ટેશનમાં આવેલા ટોળાએ પોલીસ કર્મચારી સાથે ધક્કામુક્કી કરી હતી. પોલીસે આ પ્રકરણે ૨૦થી ૨૫ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરીને સાત જણની ધરપકડ કરી હતી. વસઇના કોલીવાડા વિસ્તારમાં મંગળવારે બે જૂથ વચ્ચે મારમારી થઇ હતી, જેને પગલે બંને જૂથના લોકો એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માણેકપુર પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. દરમિયાન બંને જૂથના સભ્યો પોલીસ સામે જ ઝઘડવા લાગ્યા હતા. ત્યાર બાદ ટોળાએ પોલીસ કર્મચારી સાથે પણ ધક્કામુક્કી કરી હતી. આથી પોલીસ અધિકારીઓ મદદ માટે દોડી આવતાં આરોપીઓ ભાગી છૂટ્યા હતા. પોલીસે ત્યાર બાદ ગુનો દાખલ કરીને સાત જણની ધરપકડ કરી હતી. પોલીસે ૧૫થી વધુ બાઇક પણ જપ્ત કરી હતી.

ગોંદિયામાં વરસાદે ૪૬૦ પોપટનો લીધો ભોગ

ગોંદિયા: ભંડારા જિલ્લામાં ભારે વરસાદ અને કરાં પડતાં ૪૬૦ પોપટને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લાં ઘણાં વર્ષથી તુમસર તાલુકામાં આવેલા શિવ મંદિર નજીક પીપળાના ઝાડ પર હજારો પોપટ વસવાટ કરે છે. કરાં પડવાને કારણે અનેક પોપટ જખમી થયા હતા. તે પૈકી ૪૬૦ પોપટનાં મૃત્યુ થયાં હતાં. આ તમામ પોપટના મૃતદેહને વન વિભાગ દ્વારા જમીનમાં દાટવામાં આવ્યા હતા. મોટા પ્રમાણમાં પોપટનાં મૃત્યુ થતા પક્ષીપ્રેમીઓએ ભારે નિરાશા વ્યકત કરી હતી.

નજીવી વાતે થયેલા ઝઘડામાં વહુ સહિત પૌત્ર-પૌત્રી પર હુમલો

કોલ્હાપુર: નજીવી વાત પરથી થયેલા ઝઘડામાં સસરાએ વહુ સહિત પૌત્ર, પૌત્રી પર ચાકુ વડે હુમલો કર્યો હોવાનો બનાવ કોલ્હાપુરના મલ્હારપેઠ ગામમાં બન્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ઘરમાં પાણી ગરમ મૂકવાના અંગે આરોપી પાંડુરંગ સાતપુતે અને તેની વહુ વચ્ચે થયેલા ઝઘડામાં પાંડુરંગ વહુ સહિત પૌત્ર-પૌત્રી પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપી સાથે ચાર જણ જખમી થયા હતા તેમાં શુભાંગી રમેશ સાતપુતે, મયુરેશ રમેશ સાતપુતે, મનીશા રમેશ સાતપુતેની સાથે આરોપી પાંડુરંગ દશરથ પણ ગંભીર જખમી થયો હતો. હાલમાં આ તમામની સરકારી હૉસ્પિટલમાં સારવાર થઇ રહી છે અને પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

બીડમાં લૂટના ઇરાદાથી વેપારીની હત્યા

બીડ: બીડમાં કેજ-અંબાજોગાઇ રસ્તા પર લૂટના ઇરાદાથી ચોરોએ સરાફા વેપારીની હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો. મંગળવારની રાત્રે વિકાસ થોરાત દુકાન બંધ કરીને સોનું લઇને બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો. તે દરમિયાન નજર રાખીને બેઠેલા કારમાં સવાર ચોરોએ તેનો પીછો શરૂ કર્યો હતો. આગળ જઇને તેમણે કારથી વિકાસને ટક્કર મારીને બાઇક પરથી પાડી દીધો અને તેની પાસે રહેલી સોનાના દાગીનાની બેગ લઇને નાસી છૂટયા હતા. આ અકસ્માતમાં વિકાસનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે એક ચોરની ધરપકડ કરી છે.

પીએમપીએમએલના સસ્પેન્ડેડ કર્મચારીની આત્મહત્યા

પિંપરી-ચિંચવડ: પીએમપીએમએલ (પુણે મહાનગર પરિવહન મહામંડળ લિમિટેડ)ના સસ્પેન્ડેડ કર્મચારીએ આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો. તુકારામ મુંડકર નામના કર્મચારીએ મંગળવારે ઘરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જોકે, સ્યૂસાઇડ નોટ મળી ન હોવાથી આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતા જ સારવાર માટે તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તુકારામને બે મહિના પહેલા જ પીએમપીએમએલમાંથી નિલંબિત કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

સગીરા પર બળાત્કાર: ત્રિપુટી પકડાઇ

થાણે: ભિવંડીમાં બે સગીર બહેન પર બળાત્કાર ગુજારવાના આરોપસર પોલીસે ત્રિપુટીની ધરપકડ કરી હતી. પકડાયેલી ત્રિપુટીને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેમને ૧૬મી ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. પોલીસ હવે અન્ય બે ફરાર આરોપીની શોધ ચલાવી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. બંને બહેને આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ભિવંડી ટાઉન પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ૯મી ફેબ્રુઆરીએ ત્રણ જણની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2axq2458
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com