19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આરટીઈ પ્રવેશ માટેની ઍપ હજુ શરૂ થઈ નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) અંતર્ગત વિદ્યાર્થીઓને મળતા પ્રવેશની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે, પરંતુ શિક્ષણ વિભાગે આ માટે જાહેર કરેલી ઍપની શરૂઆત હજુ થઈ નથી. સરકારે આરટીઈ પ્રવેશ ઍપ દ્વારા થશે તે માટે જીઆર પણ કાઢ્યો હતો, તેને લગભગ ૨૫ દિવસ થયા, પરંતુ આવી કોઈ ઍપ શરૂ કરવામાં નથી આવી. આરટીઈના ૨૦૧૮-૨૦૧૯ના પ્રવેશ માટે આવી જાહેરાત કરવામાં આવી હતી. જે સ્કૂલ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ નથી લેતી અથવા બાળકોને પ્રવેશ આપ્યા બાદ આનાકાની કરે છે તેમના પર નજર રાખવા અને તેમની સામે કાર્યવાહી કરવા માટે ઍપ લૉંચ કરવામાં આવશે, તેમ જણાવાયું હતું, પરંતુ હજુ સુધી આવી કોઈ ઍપ બની જ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાની હદમાં રજિસ્ટર થયેલી કુલ ૩૮૪ ખાનગી સ્કૂલ છે, જેમાં આરટીઈ અંતર્ગત કુલ ૬,૦૦૦ જેટલી સીટ છે. જ્યારે રાજયભરમાં રજિસ્ટર કરવામાં આવેલી ૮,૯૮૫ સ્કૂલ છે જેમાં ૧.૨૫ લાખ જગ્યા ઉપલબ્ધ છે. રજિસ્ટ્રેશનની સંખ્યા હજુ વધવાની શક્યતા છે. પછાત જાતિના પેરેન્ટ્સ ટીચર્સ એસોસિયેશનના અધ્યક્ષ પ્રવીણ યાદવે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીમંત સ્કૂલો ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આનાકાની કરશે. બાળ હક આયોગની સુનાવણી પણ મોડી થાય છે, જેથી બાળકોનો અભ્યાસ પણ બગડે છે. સરકારે ઍપ બનાવવાની વાત કરી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

yl884f0T
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com