15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સંજય ગાંધી નેશનલ પાર્કમાં કાર પાર્કને રાજ્ય સરકારની મંજૂરી

મુંબઇ: પર્યાવરણવાદીઓ અને વન જાળવણી વિભાગના સખત વિરોધ વચ્ચે રાજ્યના વન વિભાગે સંજય ગાંધી નેશનલ પાર્કની અંદર કાર પાર્કિંગ વિસ્તાર બાંધવા માટે મંજૂરી આપી દીધી છે. આ કામ માટે જંગલની આશરે એક હેક્ટર જમીન વાપરવામાં આવશે.

આ પ્રસ્તાવ આશરે ત્રણેક વર્ષ પહેલા મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ કામ માટે કેટલાક વૃક્ષોનું નિકંદન નીકળે તેમ હોવાથી પ્રકૃતિપ્રેમીઓએ તેનો વિરોધ કર્યો હતો.

સંજય ગાંધી નેશનલ પાર્કના અધિકારીએ જોકે જણાવ્યું હતું કે કાર પાર્કીંગને કારણે પર્યાવરણનું રક્ષણ થશે. પાર્કમાં આવતા વાહનો અહીં પાર્ક થશે અને અન્ય બેટરી સંચાલિત વાહનમાં પ્રવાસીઓને પાર્કની અંદર સેર કરાવવામાં આવશે. આને કારણે પ્રદૂષણમાં ઘણો ઘટાડો થશે.

પાર્કના કૃષ્ણાગિરી ઉપવન ઑફિસ પાસે ૩૦૦ વાહનની ક્ષમતા ધરાવતું કાર પાર્ક ઊભું કરવામાં આવશે. અહીંથી પ્રવાસીઓ બસ દ્વારા પાર્કમાં જઇ શકશે.

પાર્કમાં રોજના આશરે ૩૦૦થી વધુ ખાનગી વાહનોની અવરજવર હોય છે. શનિ, રવિ અને રજાના દિવસોમાં આ આંકડો વધારે હોય છે, જેને કારણે પાર્કમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. એક આંકડા મુજબ નેશનલ પાર્કમાં વાર્ષિક ૧૨ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે.

આ પાર્કિંગ વિસ્તાર મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિકસીત કરવામાં આવશે અને ૧૫ વર્ષ સુધી ટૉલ ઉઘરાવવાનું તથા જાળવણીનું કામ કરશે. એમટીડીસી ૧૩ બેટરી ઓપરેટેડ વાહનો પૂરા પાડશે. કાર પાર્કિંગ એક વર્ષની અંદર કાર્યરત થઇ જશે.

મુંબઇની હવાની ગુણવત્તા કથળી રહી છે. એવા સમયે વૃક્ષોનું નિકંદન કાઢી કાર પાર્કિંગ માટે જગ્યા કરવી એ અયોગ્ય છે, એમ પર્યાવરણવાદીઓએ જણાવ્યું હતું.

------------------

હાર્લી-ડેવિડસન પર ભારતે લાદેલી ડ્યૂટીથી ટ્રમ્પ ધૂંઆપૂંઆવૉશિંગ્ટન: ભારત દ્વારા હાર્લી-ડેવિડસન જેવી આયાતી મોંધી મોટરસાઇકલો પર લાદવામાં આવતા કરથી અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ સખત નારાજ છે અને એમણે આ બાબતની જાણ કરતી વખતે અમેરિકા દ્વારા પણ ભારતીય મોટરસાઇકલો પર વળતો કર ફટકારવાની ધમકી ઉચ્ચારી હતી. સત્તા સંભાળ્યા બાદ ટ્રમ્પે કરેલા ભાષણમાં એમણે આ બાબતનો પહેલી વખત ઉચ્ચાર કર્યો હતો, પણ એ વખતે એમણે ભારતનું નામ નહોતું લીધું.

તાજેતરમાં એમણે સાંસદોને જણાવ્યું હતું કે મને હમણાં ફોન કરીને એક જેન્ટલમેને જણાવ્યું હતું કે ભારતમાં હાર્લી-ડેવિડસન મોટરસાઇકલની આયાત પર લાગતા કરમાં એમણે પચાસ ટકાનો ઘટાડો કર્યો છે. આ પચાસ ટકા પહેલા ૧૦૦ ટકા, પછી ૭૫ ટકા કર લાગતો હતો. નવી દિલ્હીએ મોંઘી મોટરસાઇકલો પરનો આયાતી કર ઘટાડીને પચાસ ટકા કર્યો છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે હાર્લી-ડેવિડસન કર ભરે છે, જ્યારે બાઇકના ભારતીય આયાતકારો કઇ નથી ભરતા. છતાં તેઓ (ભારતીય કંપનીઓ) હજારોની સંખ્યામાં ભારતમાંથી અમેરિકામાં મોટરસાઇકલો વેચે છે, જેની અનેક લોકોને જાણ નથી. શું તમે જાણો છો કે આપણો કર કેટલો છે? ઝીરો.

રિપોર્ટ પ્રમાણે હાર્લી-ડેવિડસનનું વાર્ષિક વેચાણ ફક્ત ૩૭૦૦ નંગ છે, પણ ટ્રમ્પના કહેવા પ્રમાણે એ હજારોની સંખ્યામાં છે. જોકે, અમેરિકા ભારતની મોટરસાઇકલો મોટા પ્રમાણમાં આયાત નથી કરતું અને ભારતની મોટી મોટરસાઇકલ પર ત્યાં કર નથી લાગતો એ વાત ટ્રમ્પને ખટકે છે. (પીટીઆઇ)આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

oKn507e8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com