25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દીપિકાનો ઘમંડ, ‘પદ્માવતી’ માટે હું ધ બેસ્ટ

બૉકસ ઑફિસ પર સુપરહિટ સાબિત થયેલી ‘પદ્માવત’ની સફળતા બાદ દીપિકા સાતમા આસમાન પર વિહરી રહી છે. બૉલીવૂડમાં સૌથી વધારે બિઝનેસ કરનારી ફિલ્મોમાં દીપિકાએ સૌથી વધારે હિટ ફિલ્મો આપીને બૉલીવૂડની ક્વીનનું બિરુદ મેળવ્યું છે. હાલમાં તો પદ્માવતીના પાત્રની પણ ખૂબ પ્રશંસા થઇ રહી છે.

તાજેતરમાં એક ચેટ શૉ દરમિયાન દીપિકાને પૂછવામાં આવ્યું હતું કે જો તું પદ્માવતીનું પાત્ર ભજવતી ન હોત, તો એવી કઇ અભિનેત્રી છે જે પાત્રને યોગ્ય ન્યાય આપી શકત?. તેના જવાબમાં દીપિકાએ જણાવ્યું હતું કે મારા સિવાય પદ્માવતીનું પાત્ર કોઇ સારી રીતે ન ભજવી શક્યું હોત. તે સિવાય ફિલ્મ માટે દીપિકાને રણવીર સિંહ અને શાહિદ કપૂર કરતાં પણ વધુ ફી ચૂકવવામાં આવી હોવા અંગેના સવાલના જવાબમાં તેણે હા ભણી હતી. જોકે, તેને કેટલી ફી ચૂકવવામાં આવી છે તે જણાવવાનું ટાળ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

X02j87g
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com