19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘બત્તી ગુલ મીટર ચાલુ’ની શ્રદ્ધા-યાત્રા શરૂ

ભોપાલમાં ‘ચંદેરી’નું પહેલા ચરણનું શૂટિંગ પતાવીને અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ‘બત્તી ગુલ મીટર ચાલુ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં શ્રદ્વાએ ફિલ્મના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે. હાલમાં ઉત્તરાખંડમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મમાં તે શાહિદ કપૂર સાથે નજરે ચડશે. શાહિદ અને શ્રદ્વાને ફરી એકવાર મોટા પડદા પર જોવા માટે તેમના પ્રશંસકો ઘણા ઉત્સાહિત છે. અગાઉ પણ તેઓ ‘હૈદર’માં સાથે કામ કરી ચૂકયા છે. ‘બત્તી ગુલ મીટર ચાલુ’નું દિગ્દર્શન શ્રીનારાયણ સિંહ કરી રહ્યા છે. ફિલ્મમાં વીજ બિલમાં થતાં કૌંભાડ અંગેની વાત વણી લેવામાં આવી છે. ‘બત્તી ગુલ મીટર ચાલુ’ સિવાય શ્રદ્ધા પાસે સાયના નેહવાલની બાયોપિક પણ છે. તેમાં તે સાયનાનું પાત્ર ભજવશે તેથી બેડમિન્ટનની તાલીમ પણ લઇ રહી છે. આટલું જ નહીં વર્ષ ૨૦૧૯માં મકરસંક્રાંતિના દિવસે શ્રદ્વાની પ્રભાસ સાથેની ‘સાહો’ પણ રિલીઝ થશે, સાથે તે રાજકુમાર રાવ સાથે એક હોરર કોમેડી ‘સ્ત્રી’ પણ કરી રહી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7s0w5bP0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com