21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

નકલી પોલીસની અસલી આવક

નકલી પોલીસ ટોળકી ક્રાઇમ બ્રાંચના નકલી આઈકાર્ડ ધરાવતી હોય છે. યા પોલીસના ગણવેશ પર ખોટાં નામની પ્લેટ લગાવતી

હોય છે. મોર્નિંગ વોકમાં નીકળનારા નાગરિકોને જાણીતા બગીચાઓની આસપાસના વિસ્તારોમાં, વહેલી સવારે કે પરોઢિયે ધોળા દિવસે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં અને મોડી રાત્રે નિર્જન કે અવાવરું સ્થળોએ તેમ જ એકાંતમાં બેઠેલા કે પ્રેમાલાપમાં ગળાડૂબ પ્રેમીપંખીડાઓને અને મંદિરો- દેરાસરોની નજીકમાં પ્રૌઢ વયનાઓ પાસેથી રોકડ રકમો અને દાગીનાઓ લૂંટી લેવાના અગણિત કિસ્સાઓ પોલીસ દફતરે નોંધાયાના સમાચારો પ્રસિદ્ધ પામ્યા છે.

અસલી પોલીસ ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત હોય, ટોચના નેતાઓ કે વિદેશી મહાનુભાવોના સલામતી બંદોબસ્તમાં ઊંચી ન આવતી હોય અગર એકદમ નિષ્ક્રીય હોય ત્યાર નકલી પોલીસની અસલી આવકમાંં ઉછાળો આવતો હોય છે.

- જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ

અમદાવાદ

-----------------

પરામાં આયુર્વેદિક હૉસ્પિટલની ખોટ સાલે છે

મુંબઇ સમાચારમાં તંત્રી વિભાગના વિદ્વાન પત્રકાર ડૉ. કિશોરભાઇ દવેના અકાળ અવસાન બદલ મને ઘણું જ દુ:ખ થયું. જયારે હું કિશોરભાઇને તેમના સહકર્મચારી સાથે મળ્યો ત્યારે તેમની સ્થિતિ જોઇ મને ઘણું જ દુ:ખ થયેલું. તેમની ઇચ્છા હતી કે કોઇ સારી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર કરાવવાની, પણ દુ:ખ સાથે લખવું પડે છે કે આપણા પરા વિસ્તારમાં આયુર્વેદની એવી કોઇ હોસ્પિટલ જ નથી. અર્વાચીન વૈદકની ઘણી સંસ્થાઓ પણ ખોટ આયુર્વેદની જ છે. આ મહાનગરમાં ઘણાયે સમર્થ સમાજસેવકો છે જેઓ આવી પૂણ્યશાળી પ્રવૃત્તિઓ કરી શકે તેમ છે. શાસ્ત્રોમાં હોસ્પિટલને પૂણ્યશાળા કહી છે, જે જીવનદાન આપવા માટે સમર્થ છે. તેવી સંસ્થાઓની ઊણપ કયારે પૂરાશે?

સમાજસેવકો, દાનવીરો, આગેવાનો, હિતચિંતકોએ આ પ્રશ્ર્નને સમજવા જેવો છે અને જયારે પશ્ર્ચિમના દેશોમાં યોગ-વિજ્ઞાનની પ્રવૃત્તિઓ થઇ રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં યોગ, આયુર્વેદ અને કુદરતી ઉપચારની સેવા આપતી સંસ્થાની ખોટ કયારે પૂરાશે? આપણા શાસ્ત્રો પૂરેપૂરી વૈજ્ઞાનિક પરીક્ષા કર્યા પછી લીધેલા સત્યને જ સ્વીકારેલા અને તે વિશે લખવામાં આવેલું છે. અહીનાં કેટલાક રાજનેતાઓ હજી પણ અર્વાચીન વૈદક વિજ્ઞાનથી જ મોટી સંસ્થાઓ બનાવવા માટે જ પ્રવૃત્ત થયેલા જણાય છે. સ્વદેશીની વાતો હાથીના દાંત જેવી જ સાબિત થઇ રહી છે.

ભારતીયત્વની મોટી મોટી વાતો કરનારા રાજનેતાઓ ભારતીય વિજ્ઞાનની જ અવગણના કરી રહેલા છે. પ્રજા કયારે જાગશે અને કયારે પૃથ્વી પરના અમૃત આયુર્વેદ, યોગ અને કુદરતી ઉપચાર કેન્દ્રોની માગણી કરશે. દેશમાં વસ્તીની સંખ્યા વધી છે તેવી જ રીતે નિષ્ણાત દાકતરોની સંખ્યા પણ વધી છે. હોસ્પિટલોની સંખ્યા વધી છે પણ રોગીઓની સંખ્યા ઘટવાને બદલે વધી છે, અજાણ્યા રોગોએ દેખા દીધી છે, જેનો ઉપચાર આયુર્વેદમાં હોવા છતાં જરૂર કરતાં વધારે પડતો હોય એવા નવા વૈદકનો મોહ છૂટતો નથી. પ્રજા જાગે અને સમાજસેવી જનોની મદદ લઇ પોતાનો જ ઉદ્ધાર કરવા આગળ આવે!

- ડૉ. રમણભાઇ મિસ્ત્રી

એસ. વી.રોડ મલાડ (પ.),

મુંબઈ-૬૪.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5b0B5X
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com