12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

ઢીંચણાના નેમચંદ કરમશી પાનાચંદ દોઢિયાના ધર્મપત્ની રંજનબેન (ઉં. વ. ૮૨) તા. ૧૧-૨-૧૮ના નાઇરોબી મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અમૃતબેન લીલાધર મેઘજી સુમરીયાના પુત્રી. સ્વ. હીરાભાઇ, સ્વ. શાંતીભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. અરુણભાઇ, ચંદ્રકાંતભાઇ, અશોકભાઇ, ઇલાબેન, અનીલભાઇ, સ્વ. પંકજભાઇના બહેન. સાદડી રાખેલ નથી.

ઘોઘારી દશાશ્રીમાળી દેરાવાસી જૈન

તળાજા હાલ વિરાર સ્વ. નગીનદાસ (બચુભાઈ) દિપચંદ મહેતાના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં. વ. ૮૯) તા. ૧૧-૨-૧૮ રવિવારના અરિહંતશરણ થયેલ છે. તે દિલીપભાઈ, કિશોરભાઈ, જયંતભાઈ (ચીનુભાઈ), અલ્પાબેન અરવિંદકુમાર શાહ, નીલાબેન કિરીટકુમાર મહેતા, ગીતાબેન સુરેશકુમાર સરવૈયાના માતુશ્રી. ઈલાબેન, ભાવનાબેન, હર્ષાબેનના સાસુ. પિયર પક્ષે ભાવનગર નિવાસી સ્વ. હિરાલાલ ચુનીલાલ ભાયાણીના પુત્રી. તે નગીનદાસ, સ્વ. ધીરજલાલ, મનસુખલાલ, કનૈયાલાલ, સ્વ. લીલાવતીબેન, મધુબેનના બેન. પ્રાર્થનાસભા તા. ૧૬-૨-૧૮ને શુક્રવારે સવારે ૧૦ થી ૧૨. સ્થળ: પદ્માવતી હોલ, પરાગ મેડિકલની પાછળ, આગાશી રોડ, વિરાર (વેસ્ટ).

સત્તાવિસ કાંઠા દશાશ્રીમાળી જૈન

સંગપુર (મરૂડ નિવાસી) હાલ ગોરેગાંવ અજયભાઈ મણીલાલ શાહના ધર્મપત્ની કિરણબેન (ઉં. વ. ૬૩) તા. ૧૦-૨-૧૮ શનિવારના અરિહંતશરણ પામ્યા છે. તે કૌશલના માતુશ્રી. દિશાના સાસુજી. પિયર પક્ષે સ્વ. હીરામણી ઈશ્ર્વરદાસ શાહ (માંગરોળ નિવાસી)ની પુત્રી, તે સાગરભાઈ, સમીરભાઈના બેન તા. ૧૦-૨-૧૮ને શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧૬-૨-૧૮ના સવારે ૯ થી ૧૧. સ્થળ: અનમોલ હોલ, બાંગુરનગર પોલીસ ચોકીની સામે, લિંક રોડ, ગોરેગાંવ (વેસ્ટ).

હાલારી વિશા ઓશવાળ જૈન

ગામ મુંગણી હાલ કાંદિવલીના શ્રી દિપક પ્રેમચંદ માલ્દેના ધર્મપત્ની સ્વાતિ (ઉં. વ. ૪૩) મંગળવાર તા. ૧૩-૨-૧૮ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રેમચંદ, મોતીચંદ, અમૃતલાલ તથા કાંતિલાલ રામજી માલ્દે, ઝવીબેન, રડિયાતબેન મણીબેન તથા કાત્નાબેનના પુત્રવધૂ. શૈલેષ, જયેશ, શીલાબેન ચીમનલાલ, તેજસ, દીપાબેન કલ્પેશ, કૃષલ, વિનીત, શ્ર્વેતા, કૌશલ, હાર્દિક, દેવમ, ધારા, રેવા, જીનલ તથા નીરજના ભાભી. મોતીચંદ તથા લીલાધર કચરા નગરીયા, સવિતાબેન તથા અમૃતબેનના પુત્રી. સુરેશ, મેહુલ, જયવંતી, અરુણા, સંગીતા, ચેતન, નિર્મળા, નીતા, પારૂલ તથા બીજલના બેન. સાદડી ગુરુવાર તા. ૧૫-૨-૧૮ના બપોરના ૩ થી ૪-૩૦. સ્થળ: હા. વિ. ઓ. સમાજ મહાજનવાડી, રણજીત સ્ટુડિયોની સામે, દાદર (સે.રે.). (લીવર, કીડની તથા ચક્ષુદાન કરેલ છે).

ઘોઘારી વિશાશ્રીમાળી જૈન

કાજાવદર હાલ ભાયંદર શ્રી નટવરલાલ મણીલાલ માણેકચંદ લાખાણી (ઉં. વ. ૮૬) તે સરોજબેનના પતિ તથા હિતેન, હિતેશ, દર્શના રાજેશકુમાર દોશી, ચેતના ચેતનકુમાર દોશીના પિતાશ્રી. તે વર્ષા, સ્મિતાના સસરા. તે સ્વ. નગીનદાસ, સ્વ. અનોપચંદભાઈ, સ્વ. શાંતિભાઈ વેણીભાઈ, સ્વ. લીલાવંતીબેન શાંતિલાલ શાહ, હંસાબેન જયંતિલાલ ખોખાણીના ભાઈ. તે પદયુમનરાય શાંતિલાલ સલોત (ભાવનગર હાલ કટક)ના જમાઈ તા. ૧૩-૨-૧૮ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે. એડ્રેસ: હાર્દિક બિલ્ડિંગ, બી વિંગ, રૂ. નં. ૧૩, સ્ટેશન રોડ, બોમ્બે માર્કેટની સામે, ભાયંદર (વેસ્ટ).

વિશા શ્રીમાળી સ્થા. જૈન

બોટાદ નિવાસી ગં. સ્વ. સુમીત્રાબેન ઘનશ્યામભાઇ દોશી (ઉં. વ. ૮૫) તે સ્વ. મણીલાલભાઇ હિંમતલાલ દોશીના પુત્રવધૂ. પ્રશાંતભાઇ, પ્રીતી, પારુલના માતુશ્રી. હિના, દિલીપભાઇ હકાણી, દિપકભાઇ શાહના સાસુ. પલકના દાદી. લીંબડી નિવાસી સ્વ. સોહનલાલ શીવલાલ ગાંધીના દીકરી મંગળવાર તા. ૧૩-૨-૧૮ના બોટાદ મુકામે અક્ષરનિવાસ પામેલ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન

લીંબડી નિવાસી સ્વ. માણેકલાલ ત્રીકમલાલ સંઘવીના પુત્ર હાલ કાંદિવલી ડો. મનહરભાઇ (ડો. એમ. એમ. સંઘવી) (ઉં. વ. ૯૯) તે જીતુભાઇ, મહેશ, પ્રદીપ, પ્રવીણા, નીતા, અલકાના પિતાશ્રી. સ્વ. નીતા, સરોજ, આશા, દીલીપકુમાર નરભેરામ બગડીયા, સુનીલકુમાર પ્રવીણચંદ્ર ચોકસીના સસરા. સ્વ. સૌભાગચંદભાઇ, પ્રીતમભાઇના ભાઇ. સ્વ. દીપચંદભાઇ મુળજીભાઇ શાહ, હારીજવાળાના જમાઇ મંગળવાર તા. ૧૩-૨-૧૮ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

ક. વિ. ઓ. જૈન

ભુજપુરના જાદવજી પ્રેમજી ગોગરી (ઉં. વ. ૭૩) તા. ૧૨-૨-૧૮ના અવસાન પામેલ છે. જીવીબેન પ્રેમજીના પુત્ર. જયાબેનના પતિ. જીનેશ, કલ્પેશના પિતા. સ્વ. કસ્તુર, કાંતિ, સ્વ. ભાનુ, બા. બ્ર. સુશીલા, ગં. સ્વ. મંજુલા, સ્વ. હરખચંદ, હીનાના ભાઇ. ગેલડાના ભાણબાઇ ઉમરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સી-૮૦૬, સમૃદ્ધી એપાર્ટ. એચડીએફસીની સામે, માર્વે રોડ, મલાડ (વે).

નવિનાળના નવિન રવજી છેડા (ઉં. વ. ૬૯) અવસાન પામેલ છે. ગંગાબેન રવજીના પુત્ર. તારાબેનના પતિ. શ્રેણીક, વિલાક્ષીના પિતા. ચંદ્રકાંત, અરવિંદ, વસંત, જવેરના ભાઇ. બારોઇના મણીબેન રાઘવજીના જમાઇ. પ્રા. શ્રી હાલારી વિશા ઓશવાળ વાડી, હાલાઇ વાડી, દાદર (ઇ). ટા. ૩ થી ૪.૩૦. નિ. નવિન છેડા, ૭૦૩/એક્ષ વિંગ, દાદર સાંઇ કીર્તિ કો. હા. સો. અનંત પાટીલ રોડ, દાદર (વે).

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન

ચુડા હાલ માટુંગા (બી.બી.) સ્વ. વૃજલાલ ગીરધરલાલ કોઠારીના ધર્મપત્ની ગં. સ્વ. મધુકાંતા (ઉં. વ. ૯૦) તે કિર્તીકાંત, સ્વ. રજનીકાંત, સર્યુ જયંત ધરોડ, ભારતી રાજેશ વોરાના માતુશ્રી. સ્વ. નીલમબેન, જયોતિબેનના સાસુ. મિત્તલ સમીર, શીતલ વિક્રમ, સેજલ, સિરાલી રાજ, પુર્વી હેમેન, અમીષ, પ્રેમલ, રોનક, જુલી જતીનના દાદી. પાળીયાદ નિવાસી હાલ અમદાવાદ દલીચંદભાઇ જયંતીલાલ જેઠાલાલ, મધુબેન ચંદુલાલ પારેખ, સુનંદા મહાસુખલાલના બેન મંગળવાર ૧૩-૨-૧૮ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- લૌ. વ્ય. પ્રથા બંધ છે. રહે. ૬૦૧, ગજરાજ એપાર્ટમેન્ટ, ગોપી ટેન્ક રોડ, માટુંગા, મું. ૧૬.

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન

સાણંદ હાલ ઘાટકોપર સ્વ. રંભાબેન હિંમતલાલ હરજીવનદાસ શાહના પુત્ર જીતેન્દ્રભાઇ (ઉં. વ. ૬૬) તા. ૧૩-૨-૧૮ના અરિહંતશરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. અમીત, નિર્મલ, રૂપલના પિતાશ્રી. બીજલ, અમી, ધવલ લાલકાના સસરાજી. સ્વ. ચીમનલાલ ઉજમશી વોરાના જમાઇ. સ્વ. સુરેશભાઇ, સ્વ. અશોકભાઇ, વિનોદભાઇ નિર્મળાબેન અશોકભાઇ દોશી તથા જયોત્સનાબેન કીરીટકુમાર દોશીના ભાઇ. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૫-૨-૧૮ના ૪ થી ૬. સ્થળ: નીલયોગ, બેન્કવેટ હોલ, ૭મે માળે, ઘાટકોપર (ઇ). સ્ટેશન પાસે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

24U2L08
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com