21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રાજકોટમાં બાળકીની હત્યા કેસનો નરાધમ પકડાયો: અગાઉ વ્ાૃદ્ધાની પણ હત્યા કરી હતી

રાજકોટ: શહેર અને જિલ્લામાં ભારે ચકચાર જગાવનારા માસૂમ બાળકીના બળાત્કાર અને હત્યા કેસનો આરોપી રમેશ બચુભાઈ વૈધુકિયાને પોલીસે ઝડપી લીધો હતો. આરોપી રમેશે થોડા દિવસ પહેલા જ વ્ાૃદ્ધાની હત્યા કરીને લૂંટ ચલાવી હતી. ગઈ તા.૭-૨ના રોજ નવા નાકા પાસેથી વૃદ્ધાને રિક્ષામાં બેસાડી ભગવતીપરા લઈ જવાને બદલે નવાગામ પાસે સોખડા લઈ જઈ પથ્થર ફટકારી હત્યા કરી ૩૦ હજારના દાગીનાની લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નવાગામ પીપળીયા પાસે કિંગ ફાર્મમાં બહેન સાથે રહેતાં રમેશ બચુભાઈ વૈધુકિયાને ઝડપી લીધો હતો. બીજી તરફ શુક્રવારે તા. ૯/૨ના રોજ ચુનારાવાડમાંથી ૩ વર્ષની આદિવાસી બાળા દિવ્યાનું અપહરણ થઈ ગયું હતું. એ પછી ૯મીએ આ બાળાનો હત્યા કરાયેલો નગ્ન મૃતદેહ રવિવારે ૧૧મીએ ગંજીવાડા પીટીસીના પટના ખંઢેરમાંથી મળ્યો હતો. એ માસૂમ ફૂલડાનો દેહ પણ પીંખાયો હોવાનું ખૂલતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ માટે મોટો પડકાર ઊભો થયો હતો. ગમે તેમ કરીને હવસખોર હત્યારાને શોધી કાઢવા આઠ-આઠ ટીમો કામે લાગી હતી. અંતે સીસીટીવી ફૂટેજને આધારે મળેલી ચોક્કસ કડી પોલીસને એવા આરોપીને સામે લાવી હતી જે જોઈને સૌ અધિકારીઓ ચોંકી ગયા હતાં. આ બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારો બીજો કોઈ નહીં પણ બુધવારે વૃધ્ધાની હત્યા કરી લૂંટ ચલાવનાર અને કુવાડવા પોલીસ મથકમાં રિમાન્ડ પર રહેલો રમેશ જ હોવાનું ખુલ્યું હતું. હવસખોર નરપિશાચ એવા આ રખડૂ રમેશે ૪૮ કલાકમાં જ બબ્બે હત્યા, લૂંટ અને બળાત્કાર જેવા અત્યંત ગંભીર અને હીન પ્રકારના ગુના આચર્યા હોવા છતાં તેના ચહેરા પર પસ્તાવવાનો લગરીકેય અંશ જોવા મળ્યો નથી. રાત્રીના કુવાડવા પોલીસ મથકના લોકઅપમાં નિરાંતે ઉંઘી ગયેલા આ હત્યારાએ સવારે ખૂબ નફફટાઈપૂર્વક કહ્યું હતું કે-બસ આવું થઇ ગયું. એક હત્યા-લૂંટનો ભેદ ઉકેલનાર પોલીસ સામે ૪૮ કલાકમાં જ બીજી હત્યા-બળાત્કારની ઘટના અને એ પણ ફૂલડા જેવી બાળા જેમાં ભોગ બની હતી તેવી ઘટના સામે આવતાં મોટો પડકાર ઊભો થઇ ગયો હતો. શહેરભરમાં આક્રોશ ફેલાઇ ગયો હતો. પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓએ બેઠકો યોજી ક્રાઇમ બ્રાંચ, એસઓજી, તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર્સ અને ડી. સ્ટાફની ટીમોને રાત દિવસ એક કરી ભેદ ઉકેલવા કામે લગાડી દેવાયા હતાં. આઠથી વધુ ટીમોએ જ્યાંથી બાળાનું અપહરણ થયું ત્યાંથી માંડી આજીડેમ ચોકડી સુધીના આઈ વે પ્રોજેકટના તેમ જ ખાનગી શો રૂમ દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન પી.એસ.આઈ.ની ટીમ એક ફર્નિચરની દુકાને પહોંચી હતી અને ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રિક્ષામાં ખોળામાં બાળકીને બેસાડીને જતો શખ્ાસ દેખાયો હતો. આ ફૂટેજના ઝાંખા ફૂટેજ કોમ્પ્યુટર નિષ્ણાંત પાસે આ ટીમે ચોખ્ખા કરાવીને જોતાં જ જે શખ્ાસ સામે આવ્યો હતો તેને જોઈ આંખો પહોળી થઈ ગઈ હતી. બાળકીનો હત્યારો બીજો કોઈ નહીં પણ વૃદ્ધાના લૂંટ-હત્યાના ગુનામાં સામેલ રમેશ કોળી જ હોવાની દૃઢ શંકા ઉદ્ભવી હતી. પોલીસ કમિશનરના આદેશથી બાદમાં કુવાડવા પોલીસ મથકે રિમાન્ડ પર રહેલા રમેશને ક્રાઇમ બ્રાંચે ઉઠાવી લાવવામાં આવ્યો હતો. વૃદ્ધાની હત્યા કરી ત્યારે જે કપડા પહેર્યા હતા એ જ કપડા બાળકીના અપહરણ વખતે પહેર્યા હોઈ અને કુબલીયાપરા-ચુનારાવાડ તરફ શુક્રવારે પણ રમેશનું લોકેશન મળતું હોઈ તેના આધારે તેની વિશિષ્ટ ઢબે પૂછતાછ કરતાં તેણે બાળકી પર બળાત્કાર-હત્યાનો ગુનો કબૂલી લીધો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

16467f
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com