12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જામનગરમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારીને તેના સાવકા ભાઈએ હત્યા કરી

જામનગર: શહેરમાં એક પરિવારની નવ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારીને બાળકીની તેના સાવકાભાઈએ હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. જામનગરના જનતા ફાટક નજીક કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારની નવ વર્ષની માસૂમ બાળકીને બેભાન અવસ્થામાં લઈ સાવકો ભાઈ હૉસ્પિટલે પહોંચતા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીની શરીરના આંતર અને બાહ્ય ભાગ પર સંખ્યાબંધ ઇજાના નિશાન મળી આવતા થયેલા પેનલ પોસ્ટમોર્ટમમાં બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની ગળાટૂંપો દઈ નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કાળજું કંપાવનારા બનાવથી શહેરીજનો આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. બાદમાં તપાસમાં સાવકાભાઈએ જ દુષ્કર્મ ગુજારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જામનગર સહિત હાલારભરમાં ભારે અરેરાટી જગાવનારા અતિ ઘૃણાસ્પદ બનાવની મળતી વિગત અનુસાર જામનગરમાં કૃષ્ણનગર શેરી નં.૪મા રહેતા ચેતનભાઈ મુકુંદભાઈ કલ્યાણીની માસૂમ પુત્રી ઈશુ (ઉં.વ.૯)ને બેભાન અવસ્થામાં તેનો સાવકો સગીર ભાઈ અને સંબંધી ભરતભાઈ મથ્થર બંને જી.જી.હૉસ્પિટલ લઈ ગયા હતા. જેના પગલે હૉસ્પિટલ ચોકીના નારણભાઈ લૈયા અને મગનભાઈ ચનિયારા દોડી ગયા હતા. જે દરમ્ાિયાન બાળકીને તપાસીને ફરજ પરના તબીબે મૃત ઘોષિત કરી હતી જેના પગલે પોલીસે મૃતક બાળકીના શરીરની ચકાસણી કરતા તેણીના હાથ-પગ ઉપરાંત કપાળ, આંખ, દાઢી વગેરે ભાગે પણ ઇજાના નિશાન જોવા મળ્યા હતા.પોલીસે સાથે આવેલા સાવકાભાઈની પૂછપરછ કરતા ભોગ બનનાર માસૂમ બાળકી ઘરે પડી જવાથી ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં પ્લાસ્ટર પણ લગાડવામાં આવ્યાનું ઉમેર્યું હતું. રાત્રીના ભાઈ-બહેન સાથે જમ્યા બાદ સૂઈ ગયા હતા. સવારે બાળકી જે પલંગ પર સૂતી હતી તેના પરથી નીચે પડી ગયેલી હાલતમાં જોવા મળતા સાવકા ભાઈએ સંબંધી ભરતભાઈને બેન બેશુદ્ધ હાલતમાં પડી હોવાની જાણ કરી હતી. આથી ભરતભાઈ તાકીદે કૃષ્ણનગર દોડી આવ્યા હતા અને બાદમાં બંને બાળકાને રિક્ષામાં જી.જી. હૉસ્પિટલ લઇ આવ્યાની કેફિયત આપી હતી. બીજી તરફ આ બનાવના પગલે જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

-------------------

અકસ્માતનું કહી ફેસબુક ફ્રેન્ડે મહેસાણાની મહિલા બૅંકકર્મી પાસેથી ₹ ૩.૫૦ લાખ ઠગ્યામહેસાણા: મહેસાણાની મહિલા બૅંક કર્મચારીએ ફેસબુક મિત્રને અકસ્માત અને આર્થિક ભીડમાં મદદના નામે આપેલા રૂા. ૩.૫૦ લાખ ગુમાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠગાઇ બાદ ફેસબુક એકાઉન્ટ બંધ કરનારા જમ્મુ અને જયપુરના યુવક- યુવતી સામે તેણીએ બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇટી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા બૅંક શાખામાં ફરજ બજાવતાં ઉદયપુરનાં કુસુમ જગદીશભાઇ ભોઇના ફેસબુક પર ઑકટોબર, ૨૦૧૭માં કુંવર સત્યારસિંહ રાઠોડના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે તેણીએ સ્વીકારી હતી. અવારનવાર ફેસબુક પર વાતચીત દરમિયાન કુંવર સત્યારસિંહ પોતે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ હોમ્સ અર્ફેસ ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો હોવાનું અને દેના બૅંકના તમામ કર્મચારીઓને ઓળખતો હોવાની વાત કરી વિશ્ર્વાસ સંપાદિત કર્યો હતો. ગત ૧લી નવેમ્બર, ૨૦૧૭ના રોજ કુંવર સત્યારસિંહે ફેસબુક અને વોટ્સઅપ પર તબિયત ખરાબ હોવાનો મેસેજ કરી સારવાર કરાવવા રૂા. ૧૦ હજાર માગતા કુસુમે તેના એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી હતી. જોકે, રકમ મળી ન હોવાનું કહેતાં મહિલાએ વધુ રૂા.૧૦ હજાર તેના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ સત્યાર સિંહના તમામ ફોન તૃપ્તિ રાઠોડ નામની યુવતી ઉપાડતી હતી અને મેસેજથી પણ વાતચીત કરતી હતી. જેમાં તેણીએ સત્યારસિંહને શ્રીનગરમાં વાહન અકસ્માત થયાનું કહી રૂા. ૭૦થી ૮૦ લાખનો ખર્ચ હોઇ મદદની વાત કરી હતી. છેતરામણી વાતોમાં આવી ગયેલી બૅંકકર્મીએ ગત ૧૮ નવેમ્બર, ૨૦૧૭ના રોજ દેના બૅંકના એકાઉન્ટમાંથી રૂા.૧ લાખ આરટીજીએસથી મોકલી આપ્યા હતા. ત્યાર બાદ તૃપ્તિ રાઠોડ જયપુર બૅંકમાંથી લીધેલી લોન સંબંધે કાર્યવાહી થવાની વાત કરી વધુ રૂા.૧ લાખની માગણી કરતાં તેણીએ તેના મિત્ર લાલેશ જૈન પાસેથી લીધેલા રૂા. ૧ લાખ પણ ટ્રાન્સફર કરી આપ્યા હતા. જોકે, નિયત સમય મર્યાદામાં રકમ પરત નહીં મળતાં કુસુમે ઉઘરાણી શરૂ કરતાં બહાના બતાવનાર સત્યારસિંહ અને તૃપ્તિ રાઠોડે ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું હતું. આથી પોતે છેતરાઇ હોવાનો અહેસાસ થતાં બૅંકકર્મીએ બી ડિવિજન પોલીસ મથકમાં બંને ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાના મોબાઇલ પર, ફેસબુક પર આવેલા મેસેજ આધારે તપાસ શરૂ કરી છે. ઓએનજીસીના અધિકારીને તેમના ફેસબુક ફ્રેન્ડ બંટી-બબલીએ મોંઘી ગીફટ કુરિયરમાં મોકલાવ્યું છે, પરંતુ કસ્ટમ ડ્યૂટી જમા કરાવવી પડશે, તેમ કહી ₹ ૭.૪૧ લાખથી વધુ રકમ તેના જમા કરાવી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0154y6l
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com