15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચોટીલા પાસે પેરોલ જમ્પ કરીને નાસી ગયેલા શખસે ત્રણ વ્યક્તિ પર કર્યું ફાયરિંગ

સુરેન્દ્રનગર: જિલ્લાના ચોટીલામાં આવેલી પીરની દરગાહે ઉર્ષની ઉજવણીમાં ભાગ લીધા બાદ પરત ફરી રહેલા અજીમભાઈ કલાડિયા સહિત ત્રણ વ્યક્તિ પર પેરોલ પર છૂટીને ફરાર થયેલા અવેશ ધોણિયા નામના શખસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી જતા પોલીસે અવેશ ધોણિયા સહિત શખસો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રીના ઝરીયા મહાદેવ નજીક નારવાળા પીરની દરગાહે ઉર્ષમાંથી કારમાં પાછા ફરતા અજીમભાઈ કલાડિયા સહિત ત્રણ શખ્ાસો ઉપર અવેશ ગનીભાઈ ધોણિયાએ હવામાં ફાયરીંગ કરતા તેના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વિગત મુજબ તા. ૧૧ના રાત્રે ફરિયાદી અજીમભાઈ નુરાભાઈ કલાડિયા, આતિફ આરીફભાઈ લોલાડિયા અને અસરફ યુસુફભાઈ કલાડિયા ઝરીયા મહાદેવ નજીક આવેલી દરગાહે ઉર્ષમાં કાર લઈ ગયા હતા. રાત્રીનાં ૧.૩૦ પછી પરત ચોટીલા આવતા હતા તે સમયે સામે ઝરીયા મહાદેવના રસ્તે સફેદ કારમાં આરોપી અવેશ દ્યોણીયા સહિતના શખ્ાસોએ ગાળો આપી સાથેના શખ્ાસો નીચે ઉતરતા ફરી પોતાની કાર લઈ નીકળી જતા પાછળથી કાર ચલાવી રહેલા અવેશ ગનીભાઈએ પોતાની પાસેનાં હથિયારમાંથી બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરતા તેના વિરુદ્ધમાં નાણાં પડાવવાની ગણતરીએ આવુ કરેલું હોવાની ફરિયાદ આપતા ચોટીલા પોલીસે આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગુનેગાર હત્યાના ગુનામાં પેરોલ મેળવ્યા બાદ નાસતો ફરતો છે. ચોટીલા પોલીસમાં અનેક ગુનાઓ છે જેમાં મારામારી, ફાયરિંગ, ખંડણી સહિતનાનો સમાવેશ થાય છે, પરંતુ કાયમ ચોટીલા વિસ્તારમાં આવી ગુનો આચરી નાસી જવામાં આરોપી સફળ રહે છે. વરલીનો જુગાર ચોટીલા હાઇવે પોલીસ ચોકી નજીક આવેલ દેવમણીરત્ન હૉસ્પિટલ પાસે જાહેરમાં વરલી મટકાનો આંક ફરકાનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા વાસુદેવ નાનુભાઈ ચૌહાણને રેન્જ આઈજીએ ૮૪૦૦નો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

------------------

કચ્છમાં જુદા જુદા અકસ્માતના બનાવમાં પાંચનાં મોત: ૧૦થી વધુ વ્યક્તિને ઇજા(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: કચ્છમાં જુદા જુદા અકસ્માતોના બનાવોમાં પાંચ જણના મોત નીપજ્યા હતા જેમાં મુંદરા નજીક અકસ્માતમાં પિતા-પુત્રના મોત નિપજ્યા હતા. જ્યારે રાપર નજીક અકસ્માતમાં બે યુવતીના મોત નીપજ્યા હતા તેમ જ અંજાર નજીક અકસ્માતમાં પ્રૌઢનું મોત નીપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ મહાશિવરાત્રિએ કચ્છમાં ફરેલા કાળચક્રમાં પાંચ વ્યકિતએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મુંદરાના કપાયા ગામે ભારે વાહનોની પ્રવેશબંધી છતાયે પોર્ટ ઉપર જતા મહાકાય ટ્રેલરે છકડાને અડફેટે લેતા પરપ્રાંતીય પિતા વિનોદપાલ લખનપાલ (ઉં. વ. ૩૫) અને તેના ૪ વર્ષીય પુત્ર અનિલનાં સ્થળ ઉપર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે વ્યકિતઓ ઘાયલ થયા હતા. રાપરના પલાસવા ગામે ટ્રેઇલર અને પ્રવાસી પીકઅપ જીપ અથડાતા બે યુવતીઓ રામીબેન મોમાયા ભરવાડ (ઉં.વ.૨૨) અને જીવતીબેન સાંગાભાઈ ભરવાડ (ઉં. વ.૨૧)નું અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતા. મૃતક યુવતી જીવતી બેન ભરવાડના લગ્નની તૈયારીઓ ચાલતી હતી, પરંતુ તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય દસ પ્રવાસીઓને હળવી ઈજાઓ થઈ હતી. ત્રીજો અકસ્માત અંજારના વરસામેડી ગામે થયો હતો. જીપ, કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં બાઇક ચાલક ૪૫ વર્ષીય પોપટ ચોલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા એક યુવાન અને કારમાં સવાર ત્રણ વ્યકિત સહિત ચારને હળવી ઇજાઓ થઈ હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

J234478
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com