15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોર્પોરેટ ક્ષેત્રની ક્ધયાઓનો સાજઅસબાબ

ફેશન-મિતા ઉપાધ્યાય



હજુ હમણાં સુધી કોર્પોરેટ કંપનીઓમાં કાર્યરત માનુનીઓ માટે પૅન્ટ સૂટને યુનિફોર્મ લેખવામાં આવતો હતો. એ હવે પાર્ટી ડ્રેસ તરીકે ચલણમાં છે. કલરફુલ પૅન્ટ સૂટને ડિઝાઈનરોએ નવા કટ્સ આપીને સ્ટાઈલિશ બનાવી દીધા છે.

બૉલીવૂડમાં સિત્તેરના દાયકાની ફિલ્મોમાં અભિનેત્રીઓ હાઈ વેસ્ટ-વાઈડ લૉંગ પેન્ટ અને સૂટમાં નજરે પડતી હતી. ફૅશનનું

ચક્ર ફરી એકવાર ફરીને આજ સ્ટાઈલ પર આવ્યું છે. ફરક છે માત્ર કટ્સનો. ડિઝાઈનરોએ પૅન્ટ અને સૂટમાં નવા પ્રયોગો

કર્યા છે.

પૅન્ટસ : આ સૂટ સેટમાં પૅન્ટ સાથે અનેક પ્રયોગ કરવામાં આવ્યા છે. હાઈટ અને પર્સનલ સ્ટાઈલને અનુલક્ષીને

પૅન્ટને નૈરો, ઍન્કલ લેન્થ અને નૈરો ફિટ પૅન્ટસ સારા

લાગી શકે છે. સપ્રમાણ દેહયષ્ટિ અને ઊંચાઈ હોય તો

વાઈડ લૅગ અને પલાઝો પૅન્ટનું ઑપ્શન અપનાવી

શકો.

બ્લૅઝર : ટેલર મેડ સૂટ બનાવડાવવાનો વિચાર કરતા હો તો ઊંચાઈ પર ખાસ ધ્યાન આપવું. તમારી લંબાઈ ઓછી હોય તો વેસ્ટ લૅન્થ બ્લેઝર સારું લાગે. ફિટિંગ બંધબેસતું હોવાનું ધ્યાન રાખવું. અનેક કટ્સનો ઉપયોગ કરી શકાય છે. લૂઝ પૅન્ટ અને લૉન્ગ લેન્થ બ્લેઝર લાંબી યુવતીઓને સારા જ લાગે. આ સાથે ટૂ બટન અને ફોર બટન બ્લેઝર પસંદ કરી શકો. તમારી પર્સનાલિટી અને કમ્ફર્ટ પ્રમાણે પસંદગી કરવી જોઈએ. ફોર બટન સ્ટાઈલ બધાંને સૂટ કરે તેવું હરગિજ માની લેવું ન જોઈએ.

એટલે ટ્રાય કર્યા પછી ખરીદવાનું હિતાવહ છે.

શર્ટ: ફૉર્મલ લૂક માટે યુવતીઓ શર્ટ પહેરતી હોય છે. પણ હવે પાર્ટી લૂક મેળવવા શર્ટ પહેરી શકો. વાઈડ કૉલરવાળા શર્ટનું ચલણ વધી રહ્યું છે. આવા શર્ટ સાથે વી નૅક

અને રાઉન્ડ નૅક ટૉપ સૂટ સાથે પ્રસંગ પ્રમાણે પહેરી

શકો છો.

એક્સેસરીસ : સૂટ સાથે મિનિમલ એક્સેસરીસ પહેરશો તો સૉબર અને ઍલિગન્ટ લૂક મેળવી શકશો. લૉંગ ચેન પેડન્ડન્ટ સૂટ સાથે સારી લાગે છે. સૂટ સાથે પ્લંજિંગ નૅકલાઈન ટૉપ પહેરવાના હો તો ખૂબસૂરત લાગે છે. આની સાથે સ્ટાઈલ સ્ટેટમેન્ટ ઍરિંગ્સ પહેરવાનું ભૂલતા નહીં.

કલર્સ: પાર્ટી અથવા આઉટિંગ માટે બ્રાઈટ કલર સારાં લાગે છે. રેડ સાથે બ્લૅક, બ્લુ, ગ્રીન વ્હાઈટ, સારાં લાગે છે. વારંવાર પાર્ટી એટેન્ડ કરતા હો તો પ્રિન્ટેડ અને ચૅક્સ સૂટ ટ્રાય કરી જોજો. નાઈટ પાર્ટી માટે મેટેલિક સૂટ પસંદ કરી શકો છો. કલરની પસંદગી તમારી તમારા સ્કિન ટૉનને અનુરૂપ કરશો તો ઝકાસ લાગશો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

74PYQn38
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com