19-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભારત પહેલી વાર સાઉથ આફ્રિકામાં સિરીઝ જીત્યું

પોર્ટ એલિઝાબેથ: ભારતના પુરુષોની ક્રિકેટ ટીમે ગઈ કાલે પહેલી જ વખત સાઉથ આફ્રિકામાં દ્વિપક્ષી શ્રેણી જીતીને ઇતિહાસ રચ્યો હતો. સિરીઝની પાંચમી મૅચમાં ભારતે ૭૩ રનથી ભવ્ય વિજય મેળવીને ૪-૧થી સરસાઈ મેળવી હતી. ભારતે અગાઉ લગભગ ત્રણ દાયકાના ક્રિકેટ-સંબંધોમાં કોઈ પણ ફૉર્મેટમાં સા.આફ્રિકામાં સિરીઝ નહોતી જીતી અને એ મહેણું ગઈ કાલે વિરાટસેનાએ ભાંગ્યું હતું.

૧૭મી વન-ડે સદી ફટકારનાર મૅન ઑફ ધ મૅચ રોહિત શર્મા (૧૧૫ રન, ૧૨૬ બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર), હાર્દિક પંડ્યા (ડુમિની, ડી’વિલિયર્સની મહત્ત્વપૂર્ણ વિકેટ, અમલાને રનઆઉટ અને એક કૅચ), કુલદીપ યાદવ (૫૭ રનમાં ચાર વિકેટ) અને યુઝવેન્દ્ર ચહલ (૪૩ રનમાં બે વિકેટ, એક કૅચ) ગઈ કાલની જીતના ચાર હીરો હતા. ભારતે ૭ વિકેટે ૨૭૪ રન બનાવ્યા પછી સા.આફ્રિકાની ટીમ ૪૨.૨ ઓવરમાં ૨૦૧ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. ભારતની ઇનિંગ્સમાં વિરાટ (૩૬) પોતાની ભૂલને લીધે રનઆઉટ થયો હતો, જ્યારે રહાણે (૮)એ રોહિતની ભૂલને લીધે રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3184Wk
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com