12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ટોળાંથી કશુંક મેળવી તો શકાય પણ કશુંય જાળવી ન શકાય

ઉઘાડી બારી-ઇ.સ.૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડીને સ્વદેશ આવ્યા અને પછી ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ સાથે સંકળાયા એ પૂર્વે કૉંગ્રેસનું સંસ્થા ગત સ્વરૂપ નરી કલમબાજીનું જ હતું. પ્રવચનો, નિવેદનો, આવેદનપત્રો, દિલ્હીના હાકેમો પાસે માગણીઓ રજૂ કરવા માટે મુલાકાતો આવા આવા માર્ગો સાથે કૉંગ્રેસ લડતને વળગી રહી હતી. ગાંધીજીએ પહેલો ચંપારણ સત્યાગ્રહ કર્યો અને આ ચંપારણ સત્યાગ્રહમાં જ લોકોનાં ટોળાંઓ ગાંધીજી સમક્ષ પોતાની ફરિયાદો લઇને ઊમટી પડયાં. ૧૮૮૫થી શરૂ થયેલી કૉંગ્રેસે ક્યારેય જનસમૂહ સાથે કામ પાડ્યું નહોતું. ગોખલે, ટિળક, દાદાભાઇ, સર ચિત્તરંજન દાસ, મહમદ અલી ઝીણા આ બધા સૂટેડબૂટેડ નેતાઓ જનસમૂહમાંથી સાવે સાવ જનમ્યા હોય એવું નહોતું. ટિળક જેવાનો થોડોક અપવાદ કહી શકાય. ગાંધીજીએ આ માર્ગ બદલી નાખ્યો. ચંપારણના સત્યાગ્રહ પછી ૧૯૨૧માં એમણે દેશભરમાં અસહકારની લડતનો આરંભ કર્યો. આ લડતમાં લાખો માણસો માર્ગ ઉપર આવ્યા, તેઓ સરકાર અને સરકારી યંત્રણાઓ સામે સીધા સંઘર્ષમાં ઊતર્યા અને લડતનું આખું સ્વરૂપ બદલાઇ ગયું.

ગાંધીજીએ જ્યારે અસહકાર ચળવળ શરૂ કરવાનો નિર્ણય કર્યો ત્યારે કૉંગ્રેસના નેતાઓ માટે આ વાત સાવ નવેનવી હતી. આ બધા નેતાઓ કાયદેબાજ હતા. અદાલતમાં દલીલો કરવી, બંધારણીય માર્ગે માગણીઓ કરવી, લોકોની સભામાં જઇને પ્રવચનો આપવા જેવા માર્ગો જ અંગ્રેજ સરકાર સામે પ્રયોજી શકાય એવું તેઓ ધારતા હતા. ગાંધીજીએ આ ધારણાનો છેદ ઉડાડી દીધો. પ્રજા એટલે પાંચ પંદર સૂટેડ બૂટેડ નેતાઓ નહીં પણ સમગ્ર દેશ કહેવાય એવી એમણે ઘોષણા કરી. આ ઘોષણા તત્કાલીન કૉંગ્રેસના નેતાઓને ગળે શીરાની જેમ ઊતરે એવી નહોતી. ચિત્તરંજન દાસ, મહમદ અલી ઝીણા, સુરેન્દ્રનાથ બેનરજી વગેરે એ સમયના કૉંગ્રેસના ટોચના નેતાઓએ ગાંધીજીની આ પ્રજાશાહી લડતની સફળતા વિશે શંકાઓ વ્યક્ત કરી હતી. જેને ગાંધીજી પ્રજાશાહી કહેતા હતા એ પ્રજા એટલે રસ્તાઓ ઉપર ઊતરી આવતા હજારો માણસોનાં ટોળાંઓ એવો અર્થ થાય. ટોળાંઓ જ્યારે રસ્તાઓ ઉપર ઉતરીને માંગણી કરવા માંડે ત્યારે લડતનો સંયમ જાળવી શકાય નહીં એવું આ નેતાઓ માનતા હતા. મહમદ અલી ઝીણાએ તો ત્યાં સુધી કહ્યું કે જો સમજુ કરતાં વધુ અણસમજુ એવાં આ ટોળાંઓ માર્ગો ઉપર આવશે તો લડત નિયંત્રિત નહીં હોય. એટલું જ નહીં, ટોળાંઓને આગળ ધરીને કૉંગ્રેસ લડત લડશે તો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ થઇ પણ જાય તો એ પછી આ સ્વાતંત્ર્યને નિયંત્રિત અને બંધારણીય ઢબે જાળવવું દુષ્કર બની જશે. ટોળાંઓને એક વાર રસ્તાઓ ઉપર ઊતરીને ગરદન પકડવાની ટેવ પડી જાય તો આઝાદી પછીની સરકારો માટે આ ટોળાંઓ ભારે મોટું જોખમ બની જશે.

આજે ૨૦૧૮ની સાલ ચાલે છે. ગાંધીજી ૧૯૨૦-૨૧માં જેને પ્રજાશાહી કહેતા અને ઝીણા જેવા અન્ય નેતાઓ ટોળાશાહી કહેતા એનો પૂરતો અનુભવ આપણને થઇ ચૂક્યો છે. લગભગ એને આજે એક સૈકો થવા આવ્યો છે. આ સૈકામાં લગભગ સિત્તેર વરસ જેટલો સમય તો ભારતે પોતે પોતાનું શાસન પોતાની રીતે કર્યું છે. આ સિત્તેર વરસ દરમિયાન જે કંઇ બન્યું એ આપણી સામે છે. રાજમાર્ગો ઉપર ઊતરી આવીને ટોળાંઓ સરકારી કે બિનસરકારી વાહનો સળગાવે અથવા તો રેલવ્યવહાર થંભી જાય એવી પ્રવૃત્તિઓ કરે આવું બધું ગાંધીજીના આઝાદી આંદોલનમાં ક્યાંય નહોતું. ગાંધીજીએ જેમને પ્રજા કહીને માર્ગો ઉપર ઉતાર્યા હતા એમની સમક્ષ ઉદ્દેશ એક જ હતો - આઝાદી. આઝાદીનો આ ઉદ્દેશ પૂરો તો થઇ ગયો અને કદાચ ગાંધીજીની પ્રજાભિમુખ અભિગમને કારણે જેએવું કહી પણ શકાય. અને આમ છતાં એક આ ઉદ્દેશ સફળ પણ થયો હતો વાત ભૂલવા જેવી નથી કે ૧૯૨૧ થી ૧૯૪૭ સુધી ગાંધીજીએ એમને દોર્યા. ગાંધીજીના એક વેણ સાથે આ ટોળાંઓ પોતાનું માથું ધરતા અને જરૂર પડ્યે કારગારોને છલકાવી દેતા. ત્રીસ કે ચાળીસ કરોડની તત્કાલીન વસતિ વચ્ચે માથું ધરનારાઓની સંખ્યા ભલે દસ વીસ લાખથી વધુ નહીં હોય પણ દુનિયામાં આ પૂર્વે ક્યારેય દસ વીસ લાખ લોકો એક જ નેતાના નેતૃત્વ હેઠળ એક જ ઉદ્દેશ માટે ઊતર્યા નહોતા.

આજે બન્યું છે એવું કે સરકારોને દબડાવીને પોતાનું ધાર્યું કામ કરાવવા ગામ નેતાઓ તો ઠીક શેરી નેતાઓ પણ ટોળાંઓને પ્રજાશાહી કહે છે.

લોકશાહીમાં સરકારનું સમર્થન કરવા માટે અથવા એનો વિરોધ કરવા માટે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવો જોઇએ એ વાત સાવ સાચી. સ્થાનિક એવી જ કોઇક માગણીઓ વિશે રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકારના હાકેમો ઉપેક્ષા કરે ત્યારે એમનું ધ્યાન દોરવાનો પ્રજાને અધિકાર છે પણ આ અધિકાર ફરજ પાલન સાથે સંકળાયેલો છે. એટલું જ નહીં પણ પેલા ગામ નેતામાં એવું સામર્થ્ય પણ હોવું જોઇએ કે ટોળાંઓને એ નિયંત્રિત કરી શકે. જાહેર માલ મિલકત બાળી દેવાથી કે પથ્થરમારાઓ કરીને નિર્દોષોનું લોહી વહેવડાવવાથી કોઇનું વાતનું સમર્થન કે વિરોધ થતો નથી. રેલવે ગાડીઓનું ટાઇમ ટેબલ બદલાય એનાથી કેટલાકોને ફાયદો થવાનો છે તો કેટલાકોને આ ફેરફાર પ્રતિકૂળ પણ થવાનો છે. પ્રતિકૂળ થનારાઓ ટોળાબંધ રેલવેના પાટા આડા ઊભા રહીને ગાડીઓ રોકી રાખે એનાથી એક જ દિવસમાં નોકરી ધંધા માટે આવજા કરતાં અન્ય લાખો નિર્દોષ સ્ત્રી-પુરુષો કેવી ભારે માનસિક અને શારીરિક વિટંબણાઓમાં મુકાઇ જાય છે એનું ભાન શું આવા ટોળાંને કે એના નેતાને હોય છે ખરું ?

આ પૂર્વે પ્રજાના નામે જે ટોળાંઓ રસ્તા ઉપર હતાં એ બધાંનો ઉદ્દેશ રાષ્ટ્રવ્યાપી ધોરણે એક જ હતો. એને દોરનાર નેતા પણ એક જ હતા. હવે આ મોતીની માળા વેરણછેરણ થઇ ગઇ છે. જે ટોળાંઓ કોઇક શેરી નેતા કે ગામ નેતાના કહેવાથી એકઠાં થાય છે. એમને આ સમર્થન કે વિરોધના મુદ્દા પાછળ ક્યા તથ્યો રહેલાં છે એનું ભાગ્યે જ ભાન હોય છે. બધા તો નહીં પણ કેટલાંક એવા ભાડૂતી પણ હોય છે.

લોકશાહીનો સહુથી અગત્યનો સિદ્ધાંત એ છે કે વિરોધ કે સમર્થન એક વાર બહુમતીથી તય થઇ જાય એ પછી તથાગત બુદ્ધે આ વાત મગધ સમ્રાટ અજાતશત્રુને સારી રીતે માગતો હતો અને પોતાના આ ઉદ્દેશની પરિપૂર્તિ માટે એણે ભગવાન બુદ્ધના આશીર્વાદ માગ્યા છે. તથાગત બુદ્ધે પટ્ટશિષ્ય આનંદને બોલાવીને અજાતશત્રુની હાજરીમાં જે સંવાદ કર્યો છે એ કંઇક આવો છે.

હે આનંદ, લિચ્છવીઓને ગણતંત્ર સુરક્ષિત રાખવા માટે મેં જે ઉપદેશ આપ્યો હતો એ તને યાદ છે ?

"અવશ્ય ભગવંત. આપે અમને કહ્યું હતું કે જ્યાં સુધી લિચ્છવીઓ પોતાની પ્રજા અને પોતાના રાજ્યના સુવ્યવસ્થિત સંચાલન માટે એકત્રિત થઇને નિર્ણય કરતા રહેશે, નિર્ણય કરવા માટે એકત્રિત થયેલા લિચ્છવીઓ વચ્ચે નિર્ણય વિશે મતભેદ હશે તો પણ નિર્ણય કર્યા પછી અને સહુ કોઇ નિષ્ઠાપૂર્વક વળગી રહેશે, વયસ્કોને માન સન્માન અને પૂજન અર્પતા રહેશે, કુળ સ્ત્રીઓનું રક્ષણ કરતા રહેશે અને અધ્યાત્મ પુરુષો તથા ધર્મસ્થાનકોનું યથોચિત ગૌરવ જાળવશે ત્યાં સુધી એમને કોઇ પરાસ્ત કરી શકશે નહીં. અને આટલું કહ્યા પછી આનંદે ઉમેર્યું ,"હે ભગવંત, અમે સાંભળ્યું છે કે લચ્છવિઓ આ નિયમોનું ભારે ચુસ્તીથી અનુશીલન કરે છે.

"તો પછી એનો અર્થ એવો થયો કે મહારાજ અજાતશત્રુ લિચ્છવીઓનું મન સંપાદન કરે અને એમના ઉપર બળપૂર્વક વિજય સંપાદન કરવાનું લક્ષ્ય ન રાખે. તથાગતે વાતની ઇતિશ્રી કરતા હોય તેમ અંતિમ ચરણ ઉચ્ચાર્યું.

ભગવાન તથાગત બુદ્ધનો આ ઉપદેશ જ ગણતંત્રોનો પાયો હોય છે. પથ્થરો ફેંકતા પથ્થરબાજોનાં ટોળાંને ઉદારતાને નામે માફી આપવી અને આ ટોળાંઓને નિયંત્રિત કરતાં લશ્કરી દળોને અપરાધી ઠરાવીને કામગીરી કરવી એ ઘટના જ ગણતંત્રની વિભાવનાથી સાવ વિરુદ્ધ છે. ટોળાઓનું આવું વર્ચસ્વ જો વધુ લાંબો સમય સુધી ચાલતું રહે તો લોકશાહીનું માળખું નામરૂપને સંબંધ છે ત્યાં સુધી ભલે અકબંધ દેખાય પણ એના પાયામાં તો લૂણો લાગી જ જાય.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5q3Q0D
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com