19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મૃત્યુ પછી પણ એવા ને એવા...

મૃત્યુ પછી પણ એવા ને એવા...

ઘણી વાર જીવનમાં એવા પ્રસંગો સામે આવે છે કે જેનું કોઇ તર્ક, સમજણ શક્તિ કે વૈજ્ઞાનિક આધારે મૂલ્યાંકન થઇ શકતું નથી. પણ નરી આંખે જોયેલા બનાવોની ઉપેક્ષા પણ થઇ શકતી નથી. ક્યાં તો તમે આવા પ્રસંગોને ચમત્કાર કહેવો હોય તો ચમત્કાર કહી શકો કે પછી કોઇ આધ્યાત્મિક શક્તિનો હવાલો પણ આપી શકો. વાત એટલી જ કહેવાની કે આજે પણ વિશ્ર્વમાં ન માની શકાય એવી ઘટનાઓ બનતી હોય છે.

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં હમણાં આવો જ એક બનાવ બન્યો. આ શહેરના ૯૨ વર્ષના બૌદ્ધ ભિક્ષુક લુંગ ફોર પિઆન જે અહીં આધ્યાત્મિક ગુરુ તરીકે ખૂબ પ્રખ્યાત હતા તેમનું અલ્પ બીમારી બાદ નિધન થચું. બૌદ્ધ ભિક્ષુકોમાં એવી માન્યતા છે કે કોઇ પણ ભિક્ષુકોનું અવસાન થયા બાદ તેમને ૧૦૦ દિવસમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આ માટે તેમના મૃતદેહને ૧૦૦ દિવસ સુધી શબપેટીમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ તેમને કાયમ માટે દફનાવવામાં આવે છે.

ઘર્મગુરુ પિઆનને પણ ૧૦૦ દિવસ શબપેટીમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમના શબને જ્યારે અંતિમ વિધિ માટે પેટીમાંથી બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેમના શિષ્ય ગણ સહિત તમામ ભક્તો આશ્ર્ચર્ય ચકિત થઇ ગયા. તેમના શરીરમાં ત્રણ મહિનાની ઉપર સમય થઇ ગયો હોવા છતાંય કોઇ પણ જાતનો ફેરફાર થયો ન હતો. ચહેરા પર પણ એવું સંતોષપૂર્ણ સ્મિત જોવા મળતું હતું જાણે હજુ તેઓ જીવંત હોય.

મૂળ કંબોડિયાના આ બૌદ્ધ ગુરુએ જિંંદગીભર લોક કલ્યાણના જ કામ કર્યા હતાં. કદાચ તેમના ખાતામાં તેમનાં સત્કર્મોને લીધે એટલું બધું પુણ્યબળ જમા થયું હશે કે તેમનુ પાર્થિવ શરીર સો દિવસો બાદ પણ ખરાબ થયું ન હતું. તેમનો ભક્તગણ અને બૌદ્ધ ભિક્ષુક ગણ આને એક સારો સંકેત માને છે અને તેઓ હવે નિશ્ર્ચિતપણે માનવા લાગ્યા છે કે આ લોકપ્રિય, કર્મયોગી અને સમાજસેવી ગુરુજીને નિશ્ર્ચિતરૂપે મોક્ષ મળી ચૂક્યો છે.

જેમ શરીરમાં શક્તિ હોય છે તેમ મનની પણ શક્તિઓ હોય છે તેવું આધુનિક વિજ્ઞાને પણ શોધી કાઢ્યું છે. તો પછી આત્મબળ કે આત્માની શક્તિના પરચાં પણ અવારનવાર આવા દ્રષ્ટાંતરૂપે મળતાં રહેતા હોય છે. ફરક એટલો જ કે જેને જોઇ, સાંભળી કે અનુભવી શકાતી હોય તેને આપણે લૌકિક શક્તિ તરીકે ઓળખીએ છીએ, પણ માની ન શકાય તેવું કશુંક નજર સામે બને તેને અલૌકિક શક્તિ તરીકે નવાજીએ છીએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

652025
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com