12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યત્રી-બ્ોગીસા: આઇસલેન્ડની માનીતી ભૂતકથાનું ઘર...

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકીજ્યારથી આઇસલેન્ડ લેન્ડ થયાં ત્યારથી જુદાજુદા સ્વરૂપ્ો એક ચીજ રોજેરોજ જરૂર ખાવા મળી જતી. એ આઇસલેન્ડિક ‘સ્કિર દેખાવમાં તો એક જાતના ફ્રોઝન યોગર્ટ બોક્સ જેવું જ દેખાતું, પણ દહીં બ્ોઝ્ડ આ આઇસલેન્ડિક વાનગીનું પ્રોટિન ક્ધટેન્ટ એટલું વધુ છે કે ધીમે ધીમે ત્ો હેલ્થ સર્કિટનું માનીતું સ્ન્ોક બની ગયું છે. હવે તો સ્કિર જર્મનીમાં પણ મળે છે અન્ો ન્યૂ યોર્કમાં પણ, છતાંય ત્ોના વિષે ખરી જાણકારી તો સ્કિરના ઘરે જઇન્ો જ મળી. આકુરેયરીથી અમે બ્લોન્ડુલોન જતાં સ્કિર સાથે જોડાયેલી માયથોલોજી પણ જાણવા જઇ રહૃાાં હતાં ત્ો બાબત્ો ગાડીમાં ઘણો ઉત્સાહ હતો.

દર પંદર મિનિટમાં બદલાતા વેધરથી ન હવે કોઇન્ો નવાઇ લાગતી, ન બહાર કરા, સ્નો, વરસાદ કે આંધીની કોઇ નોંધ લેવાતી. મુખ્ય હાઇવે પર રેકયાવિક્ધો આકુરેયરીથી જોડતો રસ્તો સ્વાભાવિક રીત્ો વ્યસ્ત હતો એટલે દર દસ-પંદર મિનિટે એકાદ કાર કે ટ્રક પણ દેખાઇ જતી. એવાં પ્ોટ્રોલ પંપ અન્ો સર્વિસ સ્ટેશન આવવા લાગ્યાં, જ્યાં શોપિંગ પણ શક્ય હતું. એવા જ એક પ્ોટ્રોલ પંપ પર આઇસલેન્ડનાં ખ્યાતનામ હોટડોગ્ઝ ચાખવા મળી ગયાં. હજી રેકિયાવિકનું ખ્યાતનામ હોટડોગ કાર્ટ ટ્રાય કરવાનું બાકી હતું. સરપ્રાઇઝિંગ્લી ત્યાં નવા લેવરનું સ્કિર પણ હતું. આ આખોય રિજન બાકીના આઇસલેન્ડના પ્રમાણમાં જાણે ધમધમતો હતો. અહીં પંપના સ્ટોર પરથી જ જર્મનીમાં મિત્રોન્ો લખવાનાં પોસ્ટકાર્ડ લીધાં. ત્ોન્ો પોસ્ટ કરવાનું તો છેક છેલ્લે દિવસ્ો જ શક્ય બન્ોલું.

બ્લોન્ડુલોન માટે હાઇવે તો છોડવો જ પડે ત્ોમ હતો, પણ ત્ો પહેલાં તો અમારા સિક્રેટ આઇસલેન્ડ મેપ મુજબ અમે બ્ો રસપ્રદ સ્થળો માટે હાઇવેથી ઓફરોડ જવાનાં હતાં. પહેલું તો ખૂબ જલદી આવી ગયું. હાઇવે નંબર ૧ પરથી અમે હોરગારડાલુર વેલી તરફ રૂટ ૮૧૪ પકડ્યો. અમે આઇસલેન્ડની સૌથી ખુફિયા જગ્યાએ જઇ રહૃાાં હતાંં. એક સમયે તો ત્યાં જવું કે નહીં એ ચર્ચા પણ થઇ હતી. વાર્તા એવી છે કે સદીઓ પહેલાં ત્યાં ‘ડિકન ઑફ ડાર્ક રિવર’ની ભૂતકથા બની ગઇ હોવાનું આઇસલેન્ડમાં માનવામાં આવે છે.

અમે નદી નજીકના ફાર્મ યત્રી-બ્ોગીસા પાસ્ો બ્ોઠાં અન્ો મેં બધાન્ો માંડીન્ો વાર્તા કહી. યત્રી-બ્ોગીસામાં ગુડરુન નામે એક સુંદર યુવતી રહેતી જેના નદી પારના એક યુવાન ડિકન સાથે લગ્ન થવાનાં હતાં. એક ક્રિસમસ પહેલાં ડિકન ત્ોન્ો પોતાના ઘરે લઇ જવા આવવાનો હતો. ત્ો શિયાળામાં ઘણો સ્નો પડેલો અન્ો કાળી નદી સાવ થીજી ગઇ હતી. ડિકન બપોરે ઘોડા પર અજવાળામાં ઘરેથી નીકળ્યો પણ નદી પરનો બ્રિજ ક્રોસ કરતાં રાત પડી ગઇ. રાત્રે એવું તોફાન આવ્યું કે ત્ો બ્રિજ ત્ાૂટ્યો અન્ો ડિકન ઘોડા સાથે થીજી ગયેલી નદી પર પડ્યો. બીજા દિવસ્ો ન કોઇન્ો ઘોડો દેખાયો ન ડિકન.

એ કંઇ વૉટ્સઍપનો જમાનો તો હતો નહીં. બધાંન્ો એમ કે ત્ો રાત્ો માત્ર બ્રિજ ત્ાૂટ્યો છે અન્ો ડિકન આવવામાં મોડો પડ્યો છે. અન્ો બ્ો રાત પછી ખરેખર ગુડરુનના બારણે એ જ ઘોડા પર ડિકન ઊભો હતો. ગુડરુન એવી હરખાઇ ગયેલી કે ત્ોનું મોઢું જોયા વિના જ ત્ોના ઘોડા પર ત્ોની સાથે ચડી ગઇ. અડધે રસ્ત્ો ગુડરુન્ો જોયું તો ડિકનની ટોપી નીચે તો ખોપરી જ હતી. સ્વાભાવિક છે ગુડરુન ડઘાઇ ગઇ અન્ો ત્ોણે છટકવાના ઘણા પ્રયત્નો કર્યા અન્ો ત્ો અંત્ો ડિકન સાથે નદીમાં ઝંપલાવવું પડે ત્ો પહેલાં યત્રી-બ્ોગીસાના ચર્ચ પર પહોંચી ગઇ. ત્યાં વસતા પાદરીએ ગુડરુનન્ો આશરો તો આપ્યો પણ ત્ો પછી ડિકનનું ભૂત દર રાત્ો આ ચર્ચ પર પહોંચી જતું. અંત્ો નોર્થ આઇસલેન્ડથી એક ખાસ આઇસલેન્ડિક ભૂત ભગાડવામાં એક્સપર્ટ ભૂવાન્ો બોલાવવામાં આવ્યો અન્ો ત્ોણે ચર્ચની બહાર કબ્રસ્તાનમાં એક કબરમાં ડિકનન્ો ઘોડા સાથે જ સુવડાવીન્ો ઉપર મોટો પથ્થર ગોઠવી દીધો.

મારી ઓડિયન્સ હસવાનું રોકીન્ો બ્ોઠી હતી. ‘આ તો રામસ્ો બ્રધર્સની ફિલ્મનો પ્લોટ છે અન્ો ‘આઇસલેન્ડ’ના નવરા મગજની ઊપજ છે એવી કોમેન્ટો થઇ. થોડે અંતરે કબ્રસ્તાનમાં ડિકનની કબર પાસ્ો કોઇ લખાણ તો ન હતું, પણ એક મોટો પથ્થર જરૂર હતો. આજે તો આ વાર્તા અહીંનું એવું ટૂરિસ્ટ એટ્રેક્શન છે કે લોકો ઉનાળામાં ખાસ આકુરેયરીથી અહીંની ટૂર બસ ચલાવે છે. કેટલાંક ઉત્સાહી કપલ અહીં ડિકન અન્ો ગુડરુન બનીન્ો ઘોડા પર ફોટાશૂટ પણ કરાવે છે. આ બધું નાટકિયું અન્ો ફની હતું, પણ ખરેખર આજે પણ આઇસલેન્ડિક લોકો સામે આ વાર્તાની મજાક ન કરવાની સલાહ પણ છે. અહીં ફોટા પાડીન્ો અમારી પાર્ટી આગળ ચાલી.

આઇસલેન્ડની ગાંડી વાર્તાઓ જાણે હજી શરૂ જ થઇ હોય ત્ોમ અમે વારમાહિલ્હો પહોંચ્યાં. અહીં વર્ષ ૧૨૫૩માં ફાર્મ ઑફ ગિઝુરના માલિક્ધો કોઇ કારણસર મોતની સજા થઇ અન્ો ત્ો ભાગવાન્ો બદલે ત્ો મામલો ઠંડો પડે ત્યાં સુધી પોતાના જ ઘરમાં સ્કિરના બ્ોરલમાં છુપાઇ ગયો હતો. આ સ્કિર જીવ પણ બચાવી શકે છે એ વાતની મજાક તો આઇસલેન્ડમાં પણ થાય છે. છેક ૯૦૦ના વર્ષમાં વાઇકિંગ પ્રજાએ અહીં પહેલી વાર સ્કિર બનાવ્યું હતું. ત્યારથી આઇસલેન્ડની ઐતિહાસિક ઘટનાઓમાં સ્કિરનો અવારનવાર ઉલ્લેખ થયા કરે છે. ત્યાં અમે ગિઝુર ફાર્મ શોધવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ ફાર્મ પણ જાણે વાર્તામાં જ હોય ત્ોવું લાગ્યું. આ વિસ્તારમાં પણ લોકો તો ઓછાં જ હતાં પણ ત્ો નોર્થ આઇસલેન્ડ જેટલો અવાવરૂ નહોતો લાગતો.

કારમાં જ સાથે લાવેલું સ્કિર માણતાં અમે બ્લોન્ડુલોન લેક પહોંચ્યાં. રસ્તામાં હવે સાધારણ લેક અન્ો વોટરફોલની પણ હવે વેધરની જેમ કોઇ નોંધ લેવાતી ન હતી. બ્લોન્ડુલોન લેકમાં પણ કોઇન્ો રસ ન પડ્યો. ત્ોની સાથે કોઇ રસપ્રદ વાર્તા નહોતી જોડાયેલી. અન્ો હોય તો ત્ોની અમન્ો જાણકારી ન હતી. ત્યારે ભલે બધાં ડિકન અન્ો ગુડરુનની વાર્તા પર હસ્યાં હોય, હવે બધાં યત્રી-બ્ોગીસાન્ો યાદ કરી રહૃાાં હતાં. ત્યાંથી કિર્કુફેલ માઉન્ટેનની વાટ પકડી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

40w0a15c
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com