21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દી ચીની ભાઈ ભાઈ

કવર સ્ટોરી-કંદર્પ મામતોરાઆપણા રાજકીય સંબંંધ ચીન સાથે બહુ સારા નથી જ, પરંતુ અર્થતંત્ર અલગ બાબત છે. અત્યારે ભારતીય બજારમાં કેટલીયે સ્વદેશી અને વિદેશી વસ્તુઓ જોવા મળે છે. તેમાંચાઇનાની વસ્તુ આવે એટલે દરેક ભારતીય હરખાઇ જાય. ચાઇનાનું ચલણ આજે ફક્ત ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં પ્રસરી ગયું છે. એક સમયે જાપાન ટેકનોલોજીનો દેશ કહેવાતો. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં કોઇપણ નવી વસ્તુનો આવિષ્કાર થાય તો તે જાપાનની જ દેન હોય તેવું મનાતું. આ જ ક્ષેત્રમાં નહીં, પણ જીવન જરૂરિયાતની કેટલીયે ચીજોમાં ચાઇના આજે આખા વિશ્ર્વમાં ફેલાઇ ગયું છે. એક તો તેની આઇટમ નવી હોય, યુનિક હોય અને તે દુનિયાભરના દેશો કરતાં એકદમ સસ્તી હોય. આથી દરેકને લેવી તે ગમે છે. ઓછા પૈસામાં તમારી મનગમતી નવી વસ્તુ તમને મળે. મોંઘી વસ્તુ તમને લેવી પોસાય નહીં તો તે વાપરવા પણ ન મળે. એટલે આટલો મોટો ફાયદો લોકોને ચાઇનાની વસ્તુથી થાય. ચાઇનાએ દરેક જગ્યાએ પોતાનું માર્કેટ એટલું ફેલાવી દીધું છે કે તે સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે.

‘મેડ ઇન ચાઇના’ એ દુનિયાભરમાં બ્રાન્ડ બની ગઇ છે. એવી જ રીતે ચાઇનામાં બનતા સ્માર્ટફોન્સે અત્યારે વિશ્ર્વભરમાં તોફાનસર્જ્યું છે. ચાઇનાના મોબાઇલની બોલબાલા છે. જોકે, તે ભલે ઉત્પાદનમાં આગળ હોય, પણ તેની પાછળ લાગતા ટેકનિશિયનો અને વર્કરો તો ભારતીય જ હોય છે. ચીનની વસ્તુઓ જેમ પ્રસિદ્ધ થઇ ગઇ છે તેમ કોઇ દેશને મેનપાવર જોઇતો હોય તો તે તરત જ ભારત તરફ નજર ફેરવે છે, કારણ કે ભારતમાં વસ્તી એટલી છે કે તેને રોજગારી પૂરી નથી પડતી. આથી તેઓ પણ બહારના દેશો પર નજર દોડાવે છે. બીજું આપણો મેનપાવર બહુ સસ્તો અને મહેનતુ પણ હોય છે અન્ય દેશોની સરખામણીએ. આથી તેનો લાભ લઇને અન્ય દેશની કંપનીઓ તેમના ઉત્પાદનો વધારે છે અને સસ્તા ભાવે વેચી પણ શકે છે. જ્યારે ત્યાં મળતા પૈસા ભારતીયોને જીવનજરૂરિયાત માટે પર્યાપ્ત બની રહે છે. જે તે દેશને તેમના લોકો મેનપાવર તરીકે લે તો તે તેમને બહુ મોંઘુ પડતું હોય છે. આથી જ આજે અમેરિકા જુઓ કે યુરોપ કે ગલ્ફના દેશો કે ઑસ્ટ્રેલિયા દરેક ખંડના દેશોમાં ભારતીયોની બોલબાલા છે અને લાખોની સંખ્યામાં ભારતીયો રોજીરોટી માટે ત્યાં વસી ગયા છે.

આજે વિશ્ર્વભરમાં મોબાઇલનો વપરાશ ખતરનાક રીતે વધી ગયો છે. આથી તેમાં પણ ભારતીયોની માગ બહુ છે. વિદેશોમાં આજે મોબાઇલ વેચાણનું ઠીક, પણ મોબાઇલ રીપેરિંગનો વ્યવસાય ખૂબ ચાલે છે. તેમાં પણ ભારતીયો આગળ પડતા છે.

મોબાઇલ ફોન ટેક્નિશિયન્સની જબરજસ્ત માગ હોવાથી ભારતના ઇન્ટિટયૂટ્સ વિદ્યાર્થીઓને ફક્ત મોબાઇલ ઉત્પાદકો અને સર્વિસ સેન્ટરો સાથે કામ કરવાની તાલીમ જ નથી આપતા, તેમને વિદેશમાં રીપેરિંગ શોપ્સ ખોલી આપવામાં મદદ પણ કરે છે. ભારતના સૌથી જૂના મોબાઇલ રીપેર ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સમાંના એક આગેવાન વિશ્ર્વભરમાં સોફિસ્ટિકેટેડ ડિવાઇસીસની સર્વિસ માટે ક્વૉલિટી મેનપાવર જરૂરી છે. ભારતની સૌથી મોટી તાકાત મેનપાવર છે અને જો તેમને સાચી રીતે તાલીમ આપવામાં આવે તો તેઓ વિશ્ર્વમાં ગમે ત્યાં કામ કરી શકે છે.

આ ઇન્સ્ટિટ્યૂટનું કેરળમાં વડું મથક છે અને હવે ભારતમાં તેના નવ કેન્દ્ર છે. તે ઉપરાંત ઑસ્ટ્રેલિયા, બહેરિન, સાઉદી અરેબિયા અને સોમાલીલૅન્ડમાં પણ તેની શાખાઓ છે. તેના વિદ્યાર્થીઓ એપલ, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ, ફ્લેક્સટ્રોનિક્સ, ટીવીએસ ઇલેક્ટ્રોનિક્સ અને લાવા જેવી અગ્રણી કંપનીઓ સાથે કામ કરે છે. ૨૦૧૭માં અહીંના ૩૫૦ વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા.તે પ્લેસમેન્ટ દ્વારા કે તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરવા ગયા હતા. ૨૦૧૬માં આ આંકડો ૩૦૦થી વધારે હતો. મોટા ભાગના વિદ્યાર્થીઓ ગલ્ફના દેશોમાં જવાનું વધુ પસંદ કરે છે, જ્યાં નવા લોકો પણ મહિને રૂ. ૪૦,૦૦૦ કમાય છે. બે વર્ષથી આ વ્યવસાયમાં કામ કરતા અનુભવી લોકો મહિને રૂ. ૧.૨૫ લાખ પણ કમાઇ શકે છે. ભારતમાં ટેક્નિશિયનોના પગાર રૂ. ૨૫,૦૦૦ થઇ જાય પછી વધતા નથી. આથી જ લોકો કામ માટે વિદેશમાં જાય છે, જ્યાં તેમને ઘણા વિકલ્પો મળી રહે છે, એમ મુંબઈ સ્થિત એક સંસ્થાના મોભી કહે છે. તેમના વિદ્યાર્થીઓ યુએસ, કેનેડા, જર્મની અને ગલ્ફના દેશોમાં મોબાઇલ રીપેરનો બિઝનેસ કરે છે. પણ હવે તો ભારતમાં પણ બહુ ઝડપથી સ્માર્ટફોનનું વેચાણ વધી રહ્યું હોવાથી તેમના માટે અહીં રહેવાનો પણ વિકલ્પ હોય છે. ભારતમાં પણ હવે દર ૩ મહિનામાં ૩ કરોડથી વધારે સ્માર્ટફોન્સ વેચાય છે, જે ચાઇના અને યુએસ પછીના ક્રમે આવે છે. તેના કારણે અહીં પણ ટેક્નિશિયનોના વિશાળ કાર્યદળની જરૂર પડે છે. જોકે, ભારતમાં ફોન રીપેર કરવાની આવડત વિશાળ પ્રમાણમાં લોકો નથી ધરાવતા. તેના કારણે મોબાઇલમાં નાનકડી પણ ખામી સર્જાય તો તેને રીપેર કરતા ઘણા દિવસો લાગી જાય છે. આ બંને ઇન્સ્ટિટ્યૂટ્સ વિદ્યાર્થીઓને કોર્સ પૂરો થયા પછી બિઝનેસ શરૂ કરવામાં પણ મદદ કરે છે. તેના માટે રૂ. એક લાખના રોકાણની જરૂર પડે છે. તેમાં માળખાકીય સુવિધાઓના ખર્ચનો સમાવેશ નથી. નવો ટેકનિશિયન હોય તો પણ તે દિવસના રૂ. ૧૦૦૦ તો સહેલાઇથી કમાઇ શકે છે. કોર્સના અંતે વિદ્યાર્થીઓને વિદેશોમાં વાતચીતમાં મુશ્કેલી ના પડે તે માટે ભાષાની તાલીમ પણ અપાય છે. આમ, રોજગારી માટે મોબાઇલ રીપેરિંગનો વ્યવસાય આજે ઘણો ઉપયોગી છે અને તે વધુ ને વધુ વિસ્તરતો જાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

u3s2b4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com