17-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૧૦૦કરોડની ક્લબ, કોણ અંદર કોણ બહાર?
૧૫ વર્ષની કારકિર્દીમાં ૮ બેસ્ટ એક્ટરના એવૉર્ડ જીતનાર શાહિદ કપૂરને હવે છેક ૧૦૦ કરોડની ક્લબમાં પહોંચી તેવી ફિલ્મ મળી

એવુંકહેવાય છે કે નસીબથી વધારે કોઇને કશું નથી મળતું. એવીજ રીતે શાહિદ કપૂરનું નસીબ પણ છે. શાહિદ કપૂરે ૧૫ વર્ષ પહેલા ૨૦૦૩માં ‘ઇશ્ક વિશ્ક’થી બૉલીવૂડમાં એન્ટ્રી કરી હતી. તે પછી શાહિદની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચડાવ આવતા રહ્યા છે. તેને તક તો ઘણી મળી હતી, પણ જોઇએ તેવી તેની કારકિર્દી બની શકી નથી. ઇમ્તિયાઝ અલીની ‘જબ વી મેટ’ અને સૂરજ બડજાત્યાની ‘વિવાહ’ ફિલ્મે તેને ઘણી પ્રસિદ્ધિ અપાવી હતી. શાહિદના જીવનનો સૌથી મોટો જૅકપોટ હતો વિશાલ ભારદ્વાજ. તેમને મળ્યા પછી શાહિદની કારકિર્દીની દિશા બદલાઇ ગઇ. તે પછી આવી ‘કમીને’, ‘હૈદર’, ‘ઉડતા પંજાબ’ વગેરે. આ ફિલ્મોએ તેને એક જુદું જ સ્થાન બક્ષ્યું. જોકે, આટલી સફળતા મેળવી છતાંય શાહિદના નસીબમાં ક્યારેય બૉક્સઓફિસની સફળતા નથી મળી.

શાહિદની કારકિર્દીની સૌથી મોટી ઓપનર ફિલ્મ તેની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ બની છે. હા, શાહિદની ‘શાનદાર’ ફિલ્મ તેની સૌથી મોટી ઓપનર હતી, પણ તેટલી જ તે ફ્લોપ નીવડી.

૧૫ વર્ષની કારકિર્દીમાં આઠ વાર બેસ્ટ એક્ટરનો એવૉર્ડ જીતી ચૂકેલો શાહિદ કપૂર અત્યાર સુધીમાં ૧૦૦ કરોડની ક્લબથી બહાર છે. પણ હવે ‘પદ્માવત’ ફિલ્મનેકારણે તેની તેખોટ પૂરી થશે. ‘પદ્માવત’ ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં આવી જશે એ તો નક્કી જ છે, કદાચ ૨૦૦ કે ૩૦૦ કરોડમાં પણ પહોંચી જાય. આથી શાહિદની ફિલ્મ પણ ૧૦૦ કરોડની ક્લબમાં આવી ગણાશે.

જોકે, એક નિરાશાની વાત એ છે કે આ ફિલ્મમાં તેની મેઇન લીડમાં ગણતરી નથી થઇ રહી. તેનું નામ એવૉર્ડની યાદીમાં સહાયક અભિનેતા તરીકે લેવાશે તેવું કહેવાઇ રહ્યું છે. આમ, તેના માટે આ વાત બહુ દુ:ખની રહેશે કે આટલી સફળ ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા હોવા છતાંય સેક્ધડ હીરો હોવાથી તે સહાયક હીરો ગણાશે. જોકે, તેને આ ફિલ્મથી સફળતા મળી છે તે પણ ઘણું છે.

શાહિદ અત્યાર સુધીમાં જેમ ૧૦૦ કરોડનીક્લબમાં નહોતો શામેલ થયો તેવી રીતે અન્ય કયા કલાકારો છે, જેઓ હજુ સુધી ત્યાં પહોંચી નથી શક્યા તે જોઇએ.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન, જેઓ માની ચૂક્યા છે કે તેમની ફિલ્મો ક્યારેય રૂ. ૧૦૦ કરોડ નથી કમાઇ શકવાની. તે હવે બૉક્સઓફિસ સ્ટાર નથી અને બની પણ નહીં શકે.

વિદ્યા બાલન

વિદ્યા બાલનનું નસીબ પણ થોડુંક શાહિદ કપૂર જેવું જ છે. તેને એવૉર્ડ્ઝ તો મળી જાય છે, પણ બૉક્સઓફિસ પર તે માત ખાઇ જાય છે.

આયુષમાન ખુરાના

આયુષમાન ખુરાના માટે આ વર્ષ બહુ સારું જઇ રહ્યું છે. આયુષમાને તેની કારકિર્દીમાં બહુ ઉતાર-ચડાવ જોયા છે. આ વર્ષે તેની ‘બરેલી કી બર્ફી’ અને ‘શુભ મંગલ સાવધાન’ બંને ફિલ્મોએ તેને તારી દીધો છે. હવે જોઇએ તેની ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં ક્યારે આવશે.

ઇમરાન હાશમી

જે ઇમરાન હાશમીના ચાહકો હશે તે તો એ વાત જરૂર માનશે કે ઇમરાન શાનદાર અભિનેતા છે અને તેના ચાહકો બહુ જબરજસ્ત પ્રમાણમાં છે. આમ છતાંય તેની ફિલ્મોની એન્ટ્રી ૧૦૦ કરોડની ક્લબમાં નથી થઇ.

ઇરફાન ખાન

ઇરફાનખાને આ વર્ષે નક્કી કરી લીધું છે કે ઘણા વર્ષોથી તેનોે બેસ્ટ એક્ટરનો એવૉર્ડ કોઇ બીજું લઇ જતું હતું તે હવે તેને મળવો જોઇએ અને તે શક્યતા પણ છે.જોકે, તેની ફિલ્મો સફળ થવા છતાંય કોઇ ફિલ્મ હજુ ૧૦૦ કરોડની ક્લબમાં નથી આવી.

સની દેઉલ

કદાચ ‘ગદર’ ફિલ્મ આજે રિલીઝ થઇ હોત તો આ યાદીમાં સની દેઉલનું નામ પણ આવી જાત. પણ અત્યારે તો સની દેઉલ પણ ૧૦૦ કરોડની ક્લબનો હિસ્સો નથી બની શક્યો.

ટાઇગર શ્રોફ

ટાઇગરની ઉંમરના બાકી બધા ફિલ્મી કિડ્સ ૧૦૦ કરોડની ક્લબનો હિસ્સો બની ગયા છે. જેમ કે, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન બધા પાસે ૧૦૦ કરોડનીફિલ્મો છે, પણ ટાઇગર તેનાથી વંચિત છે.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ બીજો શાહિદ કપૂર છે. તેનેએવૉર્ડ્ઝ તો મળે છે પણ બૉક્સઓફિસ પર કોઇ ભાવ નથી પૂછતું. બસ રાહ જોવી રહી કે તેનું નસીબ ક્યારે જાગે છે.

૨૦૧૭ના વર્ષે ૧૦૦ કરોડની ક્લબમાં જેમની ફિલ્મો પહોંચી છે તેમાં પરિણીતી ચોપરા, ભૂમિ પેડણેકર, હુમા કુરેશી, તાપસી પન્નુ અને યામી ગૌતમ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8000vq
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com