18-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નો ફ્લોપ, ખાલી ધમાકા

વિશેષ-કલ્પના શાહહાલમાં જ વરુણ ધવનની આગામી ફિલ્મ ‘સુઇ ધાગા’ની શૂટિંગની તારીખની જાહેરાત કરવામાં આવી. આ મહિનામાં સૌથી રોમેન્ટિક દિવસ એટલે કે ૧૪ ફેબ્રુઆરીએ આ ફિલ્મની શરૂઆત કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરતાવિષય સાથેબનાવવામાં આવી રહેલી આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં વરુણ અને અનુષ્કાનો રોમાંસ પણ જોવા મળશે. બીજીતરફ અનુષ્કા શર્મા અને વરુણ ધવનનો બૉક્સ ઓફિસ રેકોર્ડ પણ બહુ સારો થઇ રહ્યો છે. જેના કારણેએ બંને કલાકારોની જોડી ફિલ્મમાં આવશે તો તે પણ હિટ થઇ શકે છે. અનુષ્કા શર્મા ‘સુલતાન’ સાથે ૫૦૦ કરોડની ફિલ્મની અભિનેત્રી બની ચૂકી છે. બીજી તરફ વરુણ ધવને અત્યાર સુધીમાં એક પણ ફ્લોપ કે સરેરાશ ફિલ્મ નથી આપી.

વરુણે ૨૦૧૨માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ સાથે ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. તેના પછી તરત જ તે ધડાધડ ફિલ્મો આપતો રહ્યો છે. તેના હાથમાં અત્યારે ૭ ફિલ્મો છે. અત્યારના સમયમાં કોઇ કલાકાર પાસે આટલી બધી એકસાથે ફિલ્મો નથી હોતી. આમ, વરુણ નસીબદાર છે. તેની આ ફિલ્મો કઇ કઇ અને કેવી છે તે જોઇએ.

ઑક્ટોબર

ડિરેક્ટર શૂજિત સરકારની આગામી ફિલ્મ ‘ઑક્ટોબર’માં વરુણ ધવન જોવા મળશે. વરુણ સાથે આ ફિલ્મમાં નવોદિત અભિનેત્રી બનિતા સંધુ પણ રોમાંસ કરતી જોવા મળશે. ફિલ્મની રિલીઝ તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૧૮ છે.

એબીસીડી થ્રી

વરુણ ધવને ‘એબીસીડી’ની ફ્રેન્ચાઇઝી ‘એબીસીડી ટુ’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં વરુણનું પાત્ર લોકોને બહુ ગમ્યું હતું અને ફિલ્મ બૉક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. તેના કારણે ડિરેક્ટર રેમો ડિસૌઝાએ તેના આગલા ભાગ ‘એબીસીડી થ્રી’માં પણ વરુણને સાઇન કર્યો છે.

શિદ્દત

‘ટૂ સ્ટેટસ’ જેવી ફિલ્મ આપનાર ડિરેક્ટર અભિષેક બર્મનની ફિલ્મ ‘શિદ્દત’માં વરુણ ધવન જોવા મળશે. આ ફિલ્મમાં વરુણ ધવન સાથે આલિયા ભટ્ટ, આદિત્ય રૉય કપૂર, સોનાક્ષી સિંહા, સંજય દત્ત અને શ્રીદેવી પણ કામ કરે છે.

બીવી નંબર વન

સલમાન ખાનની ફિલ્મ ‘જુડવા’ની રીમેકમાં વરુણે બૉક્સઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. હવે ડેવિડ અને વરુણ એમ બાપ-બેટાની જોડી ફરી એકવાર સલમાનની એક હિટ ફિલ્મની રીમેક બનાવવા જઇ રહ્યા છે. ડેવિડ ધવનની ફિલ્મ ‘બીવી નંબર વન’ની રીમેકમાં વરુણ જોવા મળશે.

ફાઇવ

ડાયરેક્ટર ઓમંગ કુમારની ફિલ્મ ‘ફાઇવ’માં વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં છે. આ ફ્લ્મિ એક સાઇકોલોજીકલ થ્રિલર છે. તે જાન્યુઆરી ૨૦૧૯માં રિલીઝ થશે.

શુદ્ધિ

કરણ જૌહરની આ ફિલ્મ લાંબા સમયથી લટકી પડી છે. હવે આ ફિલ્મને વરુણ ધવન આગળ વધારવાનો છે. ફિલ્મ કરણ મલ્હોત્રા ડિરેક્ટ કરશે. ‘શુદ્ધિ’માં વરુણ અને આલિયા ભટ્ટની હિટ જોડી એકવાર ફરી મોટા પરદે જોવા મળશે.

સુઇ ધાગા

આ ફિલ્મને ‘દમ લગા કે હઇશા’ બનાવનાર ડિરેક્ટર શરત કટારિયા ડિરેક્ટ કરી રહ્યા છે. યશરાજ ફિલ્મ્સના બૅનર હેઠળ બનનારી આ ફિલ્મમાં પહેલીવાર વરુણ ધવન અને અનુષ્કા શર્મા એકસાથે કામ કરી રહ્યા છે. વરુણ ફિલ્મમાંદરજીની ભૂમિકા નિભાવી રહ્યો છે. ફિલ્મ ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૧૮માં રજૂ થશે.

બે નવી અભિનેત્રી

ફિલ્મ ‘સુઇ ધાગા’માં અનુષ્કા સાથે પ્રથમ વખત આવનાર વરુણ તેની બીજી ફિલ્મ "ઑક્ટોબર’માં નવોદિત અભિનેત્રી બનિતા સંધુ સાથે રોમાંસ કરતો જોવા મળશે. સંધુ આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે.

છ વર્ષ જૂનો રોમાંસ

અત્યાર સુધીમાં આલિયા ભટ્ટ સાથે તે કેટલીયે ફિલ્મોમાં આવી ચૂક્યો છે. હજુ આવનારી બે નવી ફિલ્મોમાં તે આલિયા સાથે ફરી રોમાંસ કરતો જોવા મળશે.

બૉક્સ ઑફિસ

વરુણના અત્યાર સુધીના રેકોર્ડ અને દમદાર ફિલ્મો જોતાં એવું માનવામાં આવે છે કે તેની આગામી સાત ફિલ્મો પછી તે બૉક્સ ઑફિસનો નવો કિંગ બની શકે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6f4Ug77
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com