12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફક્તસાત વર્ષમાં સુપર કારકિર્દી

અવનવું-ચિરાગ પુજારાફક્તસાત વર્ષમાં સુપર કારકિર્દી

રણવીર સિંહે ફક્ત સાત વર્ષમાં ઘણી સફળ ફિલ્મો કરીને બૉલીવૂડમાં સ્ટારડમ મેળવી લીધું છે. ‘પદ્માવત’ ફિલ્મે તો તેને તારી દીધો છે

‘પદ્માવત’ ફિલ્મે રણવીર સિંહ અને દીપિકાને તારી દીધા છે. આજે દેશ અને દુનિયામાં આ જ ફિલ્મની ચર્ચા વધારે ચાલી રહી છે. જોકે, હવે તેની રિલીઝ પછી તેની સફળતાનો સ્વાદ બધા ચાખી રહ્યા છે. તેમાં રણવીર સિંહે અલ્લાઉદ્દીન ખિલજીનું પાત્ર બહુ જબરજસ્ત રીતે નિભાવ્યું છે. તેના અભિનયની પ્રશંસા ચારે તરફ થઇ રહી છે. તે માનસિક રીતે, શારીરિક અને લાગણીની દૃષ્ટિએ બહુ સશક્ત પાત્ર છે. આથી રણવીર બહુ ખુશ છે આ ફ્લ્મિ કરીને.

રણવીર સિંહ અત્યારે તેનું સપનું જીવી રહ્યો છે. તેની પાસે તેના જીવનની આશાઓ, મહત્ત્વાકાંક્ષાઓ, કારકિર્દી અને ગર્વ લઇ શકાય તેવી સફળતા છે. ફક્ત સાત વર્ષમાં તે ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઇડર હોવા છતાંય અવ્વલ નંબરનો અભિનેતા બની ગયો છે. તેણે પોતાને સૌથી સફળ અગ્રણી અભિનેતાઓમાંનો એક બનાવી દીધો છે. આ દિલ્હી બૉયે ‘બૅન્ડ બાજા બારાત’થી શરૂઆત કરી હતી અને ‘બાજીરાવ મસ્તાની’ સુધીની કારકિર્દી અને હવે ‘પદ્માવત’ સુધીની તેની સફર જોઇએ તો તેણે ઘણી સારી અને સફળ ફ્લ્મિો આપી છે. ‘પદ્માવત’ ફિલ્મ તો તેના માટે એક ડ્રીમ રન છે, જેની સફળતા આગામી બે વર્ષ સુધી ચાલતી રહેશે. ‘પદ્માવત’ ફિલ્મ અત્યારે સુપરહિટ જઇ રહી છે. રણવીર પાસે અત્યારે બહુ સારી ફિલ્મો લાઇનમાં છે. ‘દિલ ધડકને દો’ ફિલ્મની ડિરેક્ટર ઝોયા અખ્તર સાથે પણ તેનું જોડાણ છે. રણવીર તેની સ્ટ્રીટ રેપર્સના જીવન પરની ફિલ્મ કરી રહ્યો છે. બીજી તરફ તે મિડાસ મેન રોહિત શેટ્ટી સાથે મસાલા ફિલ્મ પણ કરી રહ્યો છે. રણવીરના આગામી કયા કયા પ્રોજેક્ટસ છે તે જાણીએ.

ગુલી બૉય

આલિયા ભટ્ટ સાથેની આ પહેલી ફિચર ફિલ્મ છે અને ઝોયા અખતર સાથે બીજી ફિલ્મ છે. રણવીર કહે છે, આ બંને કલાકારો પ્રતિભાશાળી છે. અગાઉ ક્યારેય ન કરી હોય તેવી આ ફિલ્મ છે. મને હિપ હૉપ બહુ ગમે છે. આ ફિલ્મમાં પણ બે એવા યુવાનોની વાર્તા છે, જેઓ બહુ મુશ્કેલીમાં મોટા થયા હોય છે, પણ તેમનામાં કળા અને સંગીતની ખૂબ જ પ્રતિભા હોય છે. મને બહુ ખુશી છે કે હું તેમાંનો એક રોલ ભજવી રહ્યો છું. હું શાળામાં હતો ત્યારથી મારામાં રૅપિંગની પ્રતિભા હતી. હું એડ ફિલ્મો કરું છું ત્યારે તેમાં પણ રૅપિંગની બિટ્સ ઉમેરું છું. મને મારી પોતાની લાઇનો લખીને તેને રૅપ કરવી ગમે છે. ઝોયાએ મને લેવા માટે આ ફિલ્મ માટે રાહ જોઇ તેથી હું બહુ ખુશ છું. આ ફિલ્મમાં હું સંપૂર્ણપણે બંબૈયા કેરેક્ટર ભજવું છું. આ ફિલ્મ મારા શહેરને એક અંજલિરૂપે હશે. મેં આલિયા સાથે એડ ફ્લ્મિો કરી છે.

સિમ્બા

‘ગુંડે’ પછી આ ફ્લ્મિ મને હૃદયસ્પર્શી લાગી છે. રોહિત શેટ્ટી મુખ્યપ્રવાહની ફિલ્મમાં પણ કૉમેડી જૉનરની ફિલ્મ બનાવી શકે છે. દિગ્દર્શક તરીકે તેમના પંચિસ જોરદાર હોય છે. તેમના જેવી ફિલ્મો જોઇને જ હું મોટો થયો છું. ડાયલોગ્સ, એકશન, મસાલો, ડાન્સ, રમૂજ, ડ્રામા અને એકશન. બધું જ તેમની ફિલ્મમાં હોય છે. તેઓ બહુ નમ્ર સ્વભાવના છે. તે ટીમને સાથે લઇને કામ કરનારા છે. તેમની ટીમ બહુ શિસ્તબદ્ધ, સમર્પિત અને કમિટેડ છે. આ લોકોએ તેમનો કારકિર્દીનો પ્રવાસ નીચેથી શરૂ કર્યો હતો અને હવે તેઓ સીડી ચડીને આગળ વધી રહ્યા છે. તેમનીસાથે આ ફિલ્મ કરવાની મને મજા આવશે.

૧૯૮૩

દિગ્દર્શક કબીર ખાનની આ ફિલ્મનો મને બહુ ગર્વ છે કે હું તેમાં છું. ૧૮થી ૨૦ મોટા કેરેક્ટરો સાથેની આ ૧૯૮૩ના વર્લ્ડ કપની ફિલ્મ બહુ મોટા ગજાની બનશે. હું તે કરવા માટે બહુ ઉત્સુક છું. કબીરની ‘બજરંગી ભાઇજાન’ પણ આઉટસ્ટેન્ડિંગ હતી. હું ૧૯૮૫માં જન્મ્યો હતો, ત્યારે ક્રિકેટનું બહુ મોટું મહત્ત્વ હતું. ૧૯૮૩માં આપણને વર્લ્ડ કપ મળશે તેવી આશા પણ ન હતી. આથી દરેકને બેહદ ખુશી થઇ હતી. આજે ક્રિકેટનો જે જુવાળ છે તે ત્યારે વર્લ્ડ કપમાં દેખાયો હતો. કપિલ દેવનો વર્લ્ડ કપ મેળવવામાં બહુ મોટો ફાળો હતો. તેના ૧૭૫ નોટ આઉટ રને બધાને ચકિત કરી દીધા હતા. ઇતિહાસની આ પળોને અમે પ્રથમ વખત સ્ક્રીન પર લાવી રહ્યા છીએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

54J5e33
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com