21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સિલસિલાચલતા રહેગા

ફોકસ-દર્શના ઠક્કરસિલસિલાચલતા રહેગા

તાજેતરમાંજ અક્ષય કુમાર ગુલશન કુમારની બાયોપિકમાંથી નીકળી ગયો છે. તેને સ્થાને હવે આમિર ખાન આવી ગયો છે. અગાઉ પણ આવી રીતે અક્કીએ કેટલીયે ફિલ્મો છોડી હતી. આવો જોઇએ તે કઇ હતી

ઘણાસમયથી ગુલશનકુમાર પરની બાયોપિક બનવાની ચર્ચા થઇ રહી છે. ફિલ્મ બનવાની પણ છે, પણ તેમાં કયા કલાકારો લેવાશે તે અંગે બહુ અટકળો થયા કરે છે. ગુલશન કુમારના પાત્ર માટે સૌપ્રથમ અક્ષય કુમારની પસંદગી થઇ ગઇ. અક્ષયે પોતે પણ કહ્યું હતું કે અત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને તે ફિલ્મ સાથે જોડાયેલો છે. તેની પસંદગી આ ફિલ્મ માટે થયાને ઘણો સમય નીકળી ગયો અને હવે એવી ખબર છે કે અક્ષયે આ ફિલ્મ સાથે તેનો નાતો તોડી નાંખ્યો છે. એટલે સુધી કે તેણે નિર્માતા પાસેથી એડવાન્સ ફી લીધેલી તે પણ પાછી આપી દીધી છે. ફિલ્મ સાથે તેની જગ્યાએ હવે આમિર ખાનનું નામ જોડાયું છે. એવી ખબર છે કે આમિર ખાન આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરવાનો છે. સાથે આમિર જ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. આમિર ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર અને તેના કુટુંબ સાથે બહુ નજીકનો સંબંધ ધરાવે છે. આથી, એ વાતમાં શંકા નથી કે જો આમિર ફિલ્મ સાથે જોડાઇ જાય છે તો આ મેગા બ્લૉકબસ્ટર બાયોપિક બનશે. આ કંઇ પહેલી વખત નથી કે જ્યારે અક્ષય કુમારે કોઇ ફિલ્મ રીજેક્ટ કરી હોય. તેણે અગાઉ પણ એવી કેટલીયે ફિલ્મો રીજેક્ટ કરી હતી, જે બીજા હીરોએ કરી ને તે મોટા ભાગે બધી જ સુપરહિટ થઇ હતી. જોઇએ તે કઇ ફિલ્મો છે.

ભાગ મિલખા ભાગ

નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મહેરા અને ખુદ મિલખા સિંહ ઇચ્છતા હતા કે તેમની બાયોપિક અક્ષય કુમાર કરે, પણ અક્ષય ફિલ્મની સ્ક્રિપ્ટથી સંતુષ્ટ નહોતો. પછી તે ફિલ્મ ફરહાન અખ્તરે કરી ને તેની ફિલ્મોમાંથી તે સૌથી સફળ ફિલ્મ બની ગઇ.

બાજીગર

શાહરુખ ખાનની આ બ્લૉકબસ્ટર ફિલ્મ છે. એ બહુ રસપ્રદ વાત છે કે ફિલ્મ પહેલા સલમાન ખાન અને પછી અક્ષય કુમારને ઓફર કરાઇ હતી, પણ બંને અભિનેતાએ નેગેટિવ રોલ હોવાને કારણે નકારી દીધી. તેમાં શાહરુખ ફાવી ગયો અને તે ફિલ્મથી તે બૉલીવૂડનો બાજીગર બની ગયો. આ ફિલ્મ માટે તેનો અભિનય બહુ વખણાયો હતો અને તેની સફળ ફિલ્મોની કલગીમાં એક વધુ પીછું ઉમેરાયું હતું.

રેસ

ફિલ્મ ‘રેસ’ માટે અબ્બાસ મસ્તાને પહેલા અક્ષય કુમારનો સંપર્ક કર્યો હતો. પછીતે ભૂમિકા સૈફ અલી ખાને નિભાવી. ફિલ્મ સુપરહિટ થઇ. ‘રેસ’માં ‘કેરેક્ટર ઢીલા સાંગ’ ગીત હતું તે પહેલા અક્ષય કુમારની ‘ખટ્ટા મીઠા’ માટે બનાવાયું હતું, પણ શૂટના કેટલાક સમય પહેલા જ અક્ષયે તે ગીત લેવાની ના પાડી દીધી. આથી સંગીતકાર પ્રીતમે તે ગીત ‘રેસ’ માટે આપી દીધું.

હૉલીવૂડ ફિલ્મ

અક્ષયે આવી રીતે ફક્ત બૉલીવૂડની ફિલ્મો જ નથી નકારી, પણ હૉલીવૂડની ફિલ્મો પણ રીજેક્ટ કરી ચૂક્યો છે. અક્ષયને ડૉન જૉનસન સાથેની હૉલીવૂડ ફિલ્મ ‘ધ રૉક’ પણ ઓફર થઇ હતી, પણ તેણે ઠુકરાવી દીધી હતી.

સુપર થર્ટી

હાલમાં જ આનંદ કુમારની બાયોપિક ફિલ્મ ‘સુપર થર્ટી’ માટે અક્ષયનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, પણ તેણે તે નકારતા હવે તે પાત્ર રિતિક રોશન નિભાવી રહ્યો છે.

આમ, અક્ષય કુમારે એવી સારી સારી ફિલ્મો છોડી છે, જે તેના ખાતામાં હોત તો તેની કારકિર્દી હજુ ઘણી આગળ હોત અને તેની ઇમેજ પણ વધુ સારી અને જુદા પ્રકારની હોત. તેણે ઘણી સફળ ફિલ્મો આપી છે અને હવે તો છેલ્લા કેટલાક વર્ષોથી તેની ઘણી ફિલ્મો ઓફબીટ પણ હોય છે અને વર્ષે આવતી ચાર-પાંચ ફિલ્મોમાંથી મોટા ભાગની સફળ જતી હોય છે. આમ તેનો સિતારો તો ચમકે જ છે, પણ તેની સારી ફિલ્મો છોડવાની નીતિ તેને નુકસાન કરી રહી છે. ગુલશન કુમારની ફિલ્મ પણ બન્યા પછી ઘણી ચકચાર જગાવશે. આ ફિલ્મ બાયોપિક હોવાથી અને ગુલશન કુમારનું પાત્ર બહુ રોચક હોવાથી લોકોને તે ફિલ્મ જોવી ગમશે અને અક્કીએ તે પાત્રને આત્મસાત કર્યું હોત તો તેને વધુ લોકપ્રિયતા મળત.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

eY5l3h
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com