12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લગ્ન કરવાં છે, પણ હમણાં નહીં

કવર સ્ટોરી-અગસ્ત્ય શાહરણવીર સિંહ, દીપિકા પદુકોણ અને શાહિદ કપૂર સ્ટારર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ લાંબો સમય ચર્ચામાં રહ્યા પછી રજૂ થઇ અને ફક્ત બે સપ્તાહમાં જ તેનો રૂ. ૨૦૦ કરોડથી વધુ વકરો થઇ ગયો છે અને દર્શકો ત્રણેય કલાકારના વખાણ કરતા થાકતા નથી. દીપિકાપદુકોણને આ ફિલ્મથી બહુ ફાયદો થયો છે. એક તો તેની તેમાં કેન્દ્રિય ભૂમિકા છે. રણવીર સિંહનું પાત્ર પણ તેની બરાબર જોરદાર છે, પણ તે ખલનાયકનું નેગેટિવ પાત્ર છે, જ્યારે શાહિદનું રાજા રતન સિંહનું પાત્ર તે બંને કરતા નાનું છે. આથી દેખીતી રીતે જ દીપિકાને આ ફિલ્મથી ફાયદો થાય જ. વળી તે હૉલીવૂડમાં જઇને ફિલ્મ કરી આવી અને ભણસાલીની ‘રામ લીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી સફળ ફિલ્મો કરી તેથી હવે તેના ભાવ પણ વધી ગયા છે. આથી જ ‘પદ્માવત’ ફિલ્મમાં તેને રણવીર અને શાહિદ કરતા વધારે ફી મળી છે. ભણસાલી પણ માને છે કે ફ્લ્મિનો હીરો દીપિકા જ છે અને તે ફિલ્મનું મુખ્ય પાત્ર છે. આથી તેની ફી વધારે હોવી જોઇએ. ફિલ્મમાં દીપિકાએ રાજપૂત મહારાણી ‘પદ્માવત’ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ઐતિહાસિક છે અને બૉલીવૂડમાં ઐતિહાસિક ફિલ્મો હંમેશાં સફળ થાય છે. જેમ કે ભૂતકાળમાં ‘મુગલ-એ-આઝમ’, ‘જોધા અકબર’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મો સફળતાને વરી છે. ખાસ કરીને અકબરના સમયની કથાઓ ફિલ્મોમાં બહુ સફળ થાય છે.

દીપિકા પદુકોણ પણ ઐતિહાસિક ભૂમિકાઓમાં જામે છે. રાજવી અંદાજમાં અભિનય કરવા સામે તેની તોલે કોઇ અભિનેત્રી અત્યારે નથી. પરંપરાગત સાડીમાં પણ તે બહુ ખૂબસૂરત લાગે છે.

રણવીરસાથે તેની કેમિસ્ટ્રી પણ બહુ જામે છે. ઓફ સ્ક્રીન અને ઓન સ્ક્રીન પણ.

દીપિકા અહીં તેના સ્ટારડમ, પ્રેમ, લગ્ન અને કારકિર્દી વિશે વાતો કરે છે.

ૄ રાણી પદ્માવતીનું પાત્ર પડકારરૂપ

ફિલ્મનો સૌથી રોમાંચક ભાગ એ છે કે તે એક એવી મહિલા હતી, જેની પૂજા કરવી જોઇએ. ઇતિહાસમાં તેનું પાત્રબહુ પ્રસિદ્ધ છે. આ પાત્ર ભજવવા માટે કોઇના માટે પણ પડકારરૂપ કહેવાય. તેનામાં આંતરિક શક્તિ બહુ હતી. તે મસ્તાની જેવી યૌદ્ધા રાણી હતી. તે એવી વ્યક્તિ નહોતી, જે મેદાનમાં જઇને શારીરિક રીતે યુદ્ધ લડે, પણ તેની તાકાત એવી હતી કે તે કોઇપણ પરિસ્થિતિનો સામનો બહુ બહાદુરીથી કરી શકે. એક મહિલા તરીકે તે એટલી સશક્ત, હિંમતવાન, વિજયી અને હાર સામે લડી શક્તી હતી. તે શસ્ત્રથી નહીં, પણ માનસિક તાકાતથી લડતી હતી.

ૄ ત્રીજી ઐતિહાસિક ફ્લ્મિ

‘ખેલેં હમ જી જાન સે’ અને ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મ પછી તેની આ ત્રીજી ઐતિહાસિક ફ્લ્મિ છે. તે કહે છે, આ મારો ઇતિહાસ પ્રત્યેનો પ્રેમ કહો કે આવા પ્રકારની ફ્લ્મિો કરવી ગમે છે તેમ માનો. મને ખબર નથી, પણ પ્રેરણાત્મક લોકોની વાર્તાને ફિલ્મોમાં કંડારવી એ બહુ રસપ્રદ બાબત છે. બધાએ પદ્માવતી વિશે સાંભળ્યું-વાંચ્યું હતું. આપણા ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં પણ તેના વિશે આવે છે. પણ બહુ ઓછાને તેની ખબર છે. તેની આખી વાર્તા બહુ રોચક છે. તેના જીવનનો પ્રવાસ, તેની કુરબાની અને તેનું સન્માન વગેરેને કારણે તે લોકો અને ખાસ કરીને રાજપૂતોનું ગૌરવ છે. આથી આ વાર્તાને કહેવી જરૂરી હતી.

ૄ રણવીરનું ભજવેલું મનપસંદ પાત્ર કયું? રામ, બાજીરાવ કે ખિલજી?

હાસ્ય વેરતા તે કહે છે, રણવીર મને ‘રામ’ના પાત્રમાં બહુ ગમ્યો. તે બહુ છોકરમત, નિર્દોષ, બુદ્ધિશાળી અને રોમેન્ટિક યુવાન હતો. જોકે, તે સાથે જ હું એમ પણ કહી શકું કે તેના બાજીરાવ અને ખિલાજીના પાત્રોનું પણ કેટલું મૂલ્ય છે. અત્યારે ઇન્ડસ્ટ્રીમાં કોઇ અન્ય કલાકાર આવી ફ્લ્મિો કરી શકે તેવો નથી.

ૄ ૨૦૧૮માં સેટલ થવાનું પ્લાનિંગ?

હું લગ્ન સંબંધોમાં માનું છું, પણ તે બહુ કુદરતી વસ્તુ છે. હું તો હજુ મારી જાતને ઓળખવાનો પ્રયાસ કરી રહી છું. પ્રામાણિકપણે કહું તો હું સમય પ્રમાણે ક્યારેય વર્તતી નથી. હું મારા સંબંધોને એની મેળે જ વિકસવા દઉં છું.

હું ગૃહિણી બનવા અત્યારે બહુ ઉત્સુક નથી. હું નાની હતી ત્યારથી લગ્ન કરવા માગતી હતી. હું હંમેશાં મારું કુટુંબ વસાવવા માગતી હતી, પણ છેલ્લા ૧૫ વર્ષથી હું મારી રીતે જીવું છું અને મારું ઘર ચલાવું છું. આથી મારું પોતાનું કુટુંબ ઊભું કરવું અને લોકો સાથે મારી જિંદગી શેર કરવી એ બધા માટે બહુ ઉત્સુક છું, પણ હમણા નહીં.

ૄ પ્રેમની વ્યખ્યા બદલાઇ છે?

જીવનની શરૂઆતમાં પ્રેમની એક ચોક્કસ વ્યાખ્યા હતી. ત્યારે તેની એક જ દિશા હતી. ફક્ત એક રોમેન્ટિક સંબંધ હોય તેવું હું માનતી. તેમાં કોઇ પડાવો ન હતા. તમે જેમ જેમ મોટા થતાં જાવ એટલે ખબર પડે કે પ્રેમ કરતા પણ જીવનમાં ઘણું બધું છે. કેટલીયે જાતની લાગણીઓ તેની સાથે જોડાયેલી હોય. તેમાંસંબંધોના પ્રકાર ઘણા વધી જાય છે.

ૄ અભિનેત્રી અને વ્યક્તિત્વ, બંનેમાં તફાવત.

બહુ જ છે. એક અભિનેત્રી તરીકે અને એક વ્યક્તિ તરીકે હું બહુ જુદી છું. ૧૦ વર્ષ પહેલા મને અભિનય, ડાયલોગ, પર્ફોર્મન્સ વિશે કંઇ ખબર નહોતી પડતી. આ મારો બહુ મોટો પ્રવાસ છે.ઘણી વખત હું વિચારું છું કે ફરાહ ખાન અને શાહરુખ ખાને મને ઓમ શાંતિ ઓમમાં કેવી રીતે કાસ્ટ કરી. તે વખતે હું અભિનયમાં બહુ કાચી હતી. મને કોઇ જાતનો અનુભવ નહોતો. તેમણે મને તક આપી તે મારે બહુ મૂલ્યવાન છે. તેમણે બીજા કોઇને નહીં ને મને જ કેમ લીધી? આજે હવે હું બધું સમજતી થઇ ગઇ છું. અભિનય કળા, ભૂલોને કેવી રીતે સુધારવી, નબળાઇને કેવી રીતે ભગાડવી, તાકાત કેવી રીતે વધારવી, ફ્લ્મિોની પસંદગી એ દરેક બાબતમાં હું પાવરધી થઇ ગઇ છું. આ એક રોલર કોસ્ટર જેવો પ્રવાસ છે. તે બધા અનુભવે આજે હું જે છું તે બનાવી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4f08201i
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com