21-September-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિધાન પરિષદની એક બેઠક પર આજે ચૂંટણી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષના અધ્યક્ષ નારાયણ રાણેએ વિધાન પરિષદના સભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ આ બેઠક માટે ગુરુવારે ચૂંટણી યોજાવાની છે. તેના પાર્શ્ર્વભૂમિ પર તેમ જ આગામી શિયાળુ અધિવેશનને ધ્યાનમાં રાખીને દરેક વિરોધ પક્ષના નેતાઓની અને વિધાનસભ્યોની બેઠક યોજાશે.

વિધાન પરિષદની એક બેઠક માટે નારાયણ રાણેના ભાજપ તરફથી ઉમેદવારી મળશે કે એવી ચર્ચાને કારણે આ ચૂંટણી બહુ ચર્ચામાં હતી.

શિવસેના તરફથી કરવામાં આવતા વિરોધને ધ્યાનમાં રાખીને ભાજપના પ્રસાદ લાડને વિધાન પરિષદની ઉમેદવારી સોંપવામાં આવી હતી ત્યારે કૉંગ્રેસે માજી વિધાનસભ્ય દિલીપ માનેને મેદાનમાં ઉતાર્યા હતા. તેથી ગુરુવારે આ ચૂંટણીમાં રસાકસી જોવા મળશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

b3fbN8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com