12-December-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પરીક્ષાના ઓન સ્ક્રીનમૂલ્યાંકન માટે કોર્ટે યુનિ.ને આપી વધુ એક તક

મુંબઇ: આ વર્ષના ઉનાળુુ સત્રમાં લેવાયેલી પરીક્ષાના ઓન સ્ક્રીનમૂલ્યાંકનમાં નડેલા ટેક્નિકલ અવરોધ દૂર કરી શિયાળુ સત્રમાં લેવાનારી પરીક્ષાના સરળ ઓન સ્ક્રીન માર્કમૂલ્યાંકન માટે મુંબઇ હાઇ કોર્ટે યુનિવર્સિટીને ફરીથી એક મોકો આપ્યો છે.

યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાના પ્રશ્ર્નપત્રોના ઓન સ્ક્રીન મૂલ્યાંકનને પડકારતી મુંબઇ યુનિવર્સિટી એન્ડ કૉલેજ ટીચર્સ યુનિયન તેમ જ અનેક વિદ્યાર્થીઓની અરજીની હાઇ કોર્ટમાં સુનાવણી હતી.

પાકે પાયે ઘરકામ કર્યા વિના યુનિવર્સિટીએ ઓન સ્ક્રીન માર્કમૂલ્યાંકન પદ્ધતિ દાખલ કરી દીધી હતી,પરંતુ હવે અમને રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓન સ્ક્રીન માર્કમૂલ્યાંકનમાં આવતા ટેક્નિકલ અવરોધ દૂર કરવામાં આવ્યા છે. મને લાગે છે કે સરકારે આ મામલે વચ્ચે પડીને નવી સિસ્ટમની ટેક્નિકલ ખામી દૂર થાય તે અંગે યોગ્ય પ્રયત્ન કર્યા છે, એમ ન્યાયમૂર્તિ બી. આર. ગવઇ અને ન્યાયમૂર્તિ મનીશ પિતાલેની ખંડપીઠે જણાવ્યું હતું.

યુનિવર્સિટી તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે હાલના સત્રની પરીક્ષા ડિસેમ્બરના મધ્ય સુધીમાં પૂરી થઇ જશે અને તેના ૪૫ દિવસ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રાજ્યના ગવર્નર અને મુખ્ય પ્રધાન સાથે બેઠક યોજવામાં આવી હતી અને પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં યુનિવર્સિટીને પડી રહેલી તકલીફની ચર્ચા કરવામાં આવી હતી. (પીટીઆઇ)

-----------------------------

પત્નીએ દારૂ પીવા રૂપિયા ન આપતાં પતિએ ઝેર ઘોળ્યું



મુંબઈ: પત્નીએ દારૂ ઢીંચવા માટે રૂપિયા આપવાનો ઇનકાર કરતાં પતિએ ઝેર પીને કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના નાલાસોપારામાં બની હતી. નાલાસોપારા પૂર્વના ગોલ ડોંગરી વિસ્તારમાં રહેતા દેવરાજ ગુપ્તાને દારૂ પીવાનું વ્યસન હતું. રોજ સવારથી શરાબના નશામાં રહેતો ગુપ્તા વારંવાર દારૂ પીવા માટે પત્ની પાસે રૂપિયાની માગણી કરતો હતો. મંગળવારે ગુપ્તાએ વધુ દારૂ પીવા માટે ફરી પત્ની પાસે રૂપિયાની માગણી કરી હતી. પત્નીએ ઇનકાર કરતાં તેણે ઝેર ઘોળ્યું હોવાનું કહેવાય છે. ઘટના સમયે ગુપ્તાનો પુત્ર અને પરિવારના સભ્યો લગ્ન પ્રસંગે બહાર ગયા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7d6ys4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com