25-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાલિકાનો ગજબનો કારભાર
નકામા બનેલા જકાતનાકા પાછળ ખર્ચશે કરોડો રૂપિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પહેલી જુલાઈના ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅકસ (જીએસટી) અમલમાં આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જકાત વસૂલ કરવાનું બંધ કરવામાં આવ્યું છે અને મુંબઈના પાંચ જકાતનાકા બંધ કરી દેવામાં આવ્યા છે પણ આ બંધ પડેલા જકાત નાકા કૉન્ટ્રેક્ટરો માટે આવકનું સાધન બની ગયા છે. આ જકાતનાકાની સ્વચ્છતા, સફાઈ અને સુરક્ષા માટે નીમવામાં આવનારી કંપનીને વધુ ૧૧ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તેને કારણે આ કંપનીને લગભગ પોણા ત્રણ કરોડ રૂપિયાની આવક થવાની છે. તેને લગતો પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવવાનો છે.

મુંબઈના પાંચ જકાતનાકાની દેખરેખ માટે સાત ઑગસ્ટ ૨૦૧૫થી છ ઑગસ્ટ ૨૦૧૬ એમ એક વર્ષના સમય માટે ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. આ માટે સુધરાઈએ ત્રણ કરોડ ૧૫ લાખ રૂપિયા આપ્યા હતા, પણ આ કૉન્ટ્રેક્ટ પૂરો થયા બાદ બે વખત આ કંપનીને મુદત વધારી આપવામાં આવી હતી. ત્યારબાદ સુધરાઈએ મંગાવેલા ઈ-ટૅન્ડરમાં આ કંપનીએ ૪૩ ટકા વધુ દરે બોલી લગાવીને કૉન્ટ્રેક્ટ મેળવી લીધો હતો. આ દર ઓછા કરવા માટે ચાલી રહેલી વાટાઘાટનો કોઈ ઉકેલ નહીં આવતા સુધરાઈએ ફરી આ જ કંપનીને મુદત વધારી આપી હતી. પહેલી જુલાઈ ૨૦૧૭ થી જકાત રદ થઈને જીએસટી અમલમાં લાવવામાં આવ્યો છે. તેને કારણે જકાત નાકા નકામાં થઈ ગયા છે, ત્યાંથી હવે કોઈ કામ થતું નથી. છતાં આ કંપનીને મુદત અને કૉન્ટ્રેક્ટ વધારી આપવામાં આવ્યો છે. આ વખતે ટૅન્ડર નહીં બહાર કાઢતા પાંચ કરોડ ૯૯ લાખ રૂપિયા જકાતનાકાની દેખરેખ માટે આ કંપનીને આપવામાં આવવાના છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

K5a2a44a
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com