18-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જ્યેષ્ઠ અભિનેત્રી શ્યામાનું નિધન

મુંબઈ: બૉલીવૂડની વીતેલા જમાનાનાં અભિનેત્રી શ્યામાનું ૮૨ વર્ષની વયે દુ:ખદ નિધન થયું હતું. સાતમી જૂન, ૧૯૩૫ના લાહોરમાં જન્મેલાં શ્યામાએ ‘આરપાર’ (૧૯૫૪), ‘બરસાત કી રાત’ (૧૯૬૦) અને ‘તરાના’ જેવી ફિલ્મોથી લોકપ્રિયતા હાંસિલ કરી હતી.

આ ઉપરાંત ‘સાવન ભાદો’, ‘દિલ દિયા દર્દ લિયા’, ‘મિલન’, ‘શારદા’ જેવી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો હતો. ૧૯૫૦ અને ’૬૦ના દાયકામાં તેમની ગણતરી સફળ અભિનેત્રી તરીકે થતી હતી. ફિલ્મ ‘શારદા’ માટે શ્યામાને કૉ-એક્ટ્રેસ માટે એવૉર્ડ પણ મળ્યો હતો.

શ્યામા પર ફિલ્માવવામાં આવેલા ‘અય દિલ મુઝે બતા દે’, ‘ઓ ચાંદ જહાં વો જાએ’, ‘એ લો મૈં હારી પિયા’, ‘દેખો વો ચાંદ છુપ કે કરતાં હૈ ક્યા ઈશારે’, ‘જા રે કારે બદલા’ ખૂબ જ સુપરહિટ રહ્યા હતા.

૧૯૫૩માં શ્યામાના લગ્ન નિર્દેશક ફલી મિસ્ત્રી સાથે થયા હતા અને આ લગ્નથી તેમને ફારૂખ, રૉબિન નામના બે દીકરા અને શિરીન નામની દીકરી થઈ હતી. ૧૯૭૯માં શ્યામાના પતિનું નિધન થયું હતું. દોઢસોથી પણ વધુ ફિલ્મો કરનારી શ્યામાનું મૂળ નામ ખુર્શીદ અખ્તર હતું અને નિર્દેશક વિજય ભટ્ટે તેમનું નામ બદલાવીને શ્યામા કરી દીધું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

10TB4C
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com