21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નવેમ્બર મહિનામાં જન્મેલાઓનું ભાવિ

ગણિત અગણિત-ભાવિક સંઘવી(ગયા અંકથી ચાલુ)

નવેમ્બરની પાંચમી, ૧૪મી, અને ૨૩મીએ જન્મેલાઓ

તમે બુધ, મંગળ અને ગુરુના આંદોલન હેઠળ છો. તમે સંગઠનની ક્ષમતા માટે ઉત્સુક છો. તમને જબરદસ્ત માનસિક ક્ષમતા મળશે. તમે સ્પષ્ટવક્તા છો. તમે અન્યોનો અવિશ્ર્વાસ કરશો. તમે જુદા જુદા સ્રોતોમાંથી નાણાં કમાશો. તમે કળા અને સૌંદર્યના ચાહક હશો. તમે વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષાશો. શક્ય એટલા મોડાં લગ્ન કરશો. પ્રવાસની અનેક તકો આવશે. તમે ઘણી વખત તમારું રહેઠાણ બદલશો. આને કારણ તમારું દિમાગ અસ્થિર રહેશે. નાણાકીય બાબતોમાં તમે નસીબદાર રહેશો. તમે ઉડાઉ છો. તમારા વધુ પડતા ખર્ચાળ સ્વભાવને કારણે તમે વધુ નાણાં ખર્ચ કરશો, પણ ભાવિ માટે ડહાપણ ભરેલું રોકાણ પણ કરશો.

નવેમ્બરની છઠ્ઠી, ૧૫મી, અને ૨૪મીએ જન્મેલાઓ

તમે શુક્ર, મંગળ અને ગુરુના આંદોલનની અસર હેઠળ છો. તમારો સ્વભાવ વહાલો લાગે એવો છે અને તમે બહુ તેજસ્વી છો. પ્રેમ અને દોસ્તીમાં તમને નિરાશા મળશે. તમારે કુટુંબ અને સગાં-સંબંધીઓની જવાબદારી સંભાળવી પડશે. તમારા જીવનના આરંભના તબક્કે ઘણા અવરોધો આવશે. તમને વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ હશે. મોડેથી લગ્ન કરવાની બાબત સલાહભરી છે. તમને કળા અને સાહિત્યના ક્ષેત્રે ખાસ્સી વધુ સફળતા મેળવી શકશો. તમે નિષ્ઠાપૂર્વક કામ કરશો. તમે ચોક્કસ જ ખ્યાતિ અને માનપાન મેળવશો. નાણાકીય બાબતોમાં તમે નસીબવંતા રહેશો. તમને સુઘડતા અને વ્યવસ્થિતપણું ગમશે.

નવેમ્બરની સાતમી, ૧૬મી, અને ૨૫મીએ જન્મેલાઓ

તમે કેતુ, ચંદ્ર, મંગળ અને ગુરુના આંદોલનની અસર હેઠળ છો. તમે ખાસ્સા લાગણીશીલ અને લહેરી છો. તમે વ્યથા કે વિષાદના સમયમાં તમારી તમામ માનસિક ક્ષમતા ખોઈ બેસો છો અને હંમેશાં અસંતોષી રહો છો. તમે તમારા હિતોની બાબતે પણ હંમેશાં ચિંતિત રહો છો. તમને કળાની ચાહના છે. તમે માનસશાસ્ત્રી કે મનોવૈજ્ઞાની તરીકે ખ્યાતિ અર્જિત કરશો. રસાયણશાસ્ત્ર-કેમિસ્ટ્રી માટે તમને પ્રેમ હશે. તમે અન્યો સાથે સહેલાઈથી હળતાભળતા નથી. તમારા મનમાં શું છે એ વિશે ક્યારેય અન્યોને કશું કહેતા નથી. તમે ખૂબ આત્મકેન્દ્રી છો. તમે નાણાકીય બાબતોમાં નસીબદાર છો. તમે ભેટવસ્તુઓ, દેણગી-વારસો અને સંશોધનો અને વિજ્ઞાનમાં શોધ દ્વારા નાણાકીય લાભકર્તા રહેશો. ક્યારેક વળી તમે આક્સ્મિક-વિશિષ્ઠ સ્રોતોમાંથી લાભ-ફાયદો પામશો.

નવેમ્બરની આઠમી, ૧૭મી, અને ૨૬મીએ જન્મેલાઓ

તમે શનિ, મંગળ અને ગુરુના આંદોલન હેઠળ છો. તમારી પાસે હોંશિયાર દિમાગ અને સારું સ્વનિયંત્રણ છે. તમે તમારી માનસિક શક્તિઓનો વિકાસ સાધીને પ્રગતિ કરી શકો છો. તમારું અન્યોની સાથે ઉઠવું-બેસવું બહુ મુશ્કેલ છે. તમે હંમેશાં એમ જ કહેશો કે તમે જ સાચા છો. તમે અન્યોને શંકાની નજરે જોશો. અન્યો દ્વારા આપવામાં આવેલાં સલાહ સૂચનો પ્રત્યે તમે કયારેય ધ્યાન નહીં આપો. તમારે છાની દોસ્તી અને પ્રેમસંબંધોની તકલીફો વેઠવી પડશે. તમે બહુ લાગણીશીલ છો.

તમારા બુદ્ધિશાળી સ્વભાવને કારણે તમે તમારાં લક્ષ્યો પાર પાડી શકશો. વય વર્ષ ૩૭ સુધી તમારે સખત પરિશ્રમ કરવો પડશે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ત્યાર પછીથી તમારું જીવન સુખમયતાથી ભરપૂર હશે. ક્યાં તો તમે અતિશય સફળ હશો અથવા સંપૂર્ણપણે નિષ્ફળ. તમારી સફળતાનો અધાર તમારી ઉપર જ છે.

નવેમ્બરની નવમી, ૧૮મી, અને ૨૭મીએ જન્મેલાઓ

તમે મંગળ અને ગુરુના આંદોલન હેઠળ છો. તમે આનંદી અને ખુશહાલ વ્યક્તિ છો. મક્કમ નિર્ધાર અને તીક્ષ્ણ વિચારશક્તિ તમારા મુખ્ય ગુણ છે. તમે ભ્રષ્ટાચાર અને અન્યાય સામે લડશો. આને કારણે તમારે વિરોધનો સામનો કરવો પડશે. તમારી જિંદગી ઉપર પણ હુમલો થવાની શક્યતાઓ છે. તમે સરકારી કાર્યો અને વહીવટીતંત્રમાં સારી રીતે કામ કરી શકશો. તમે સર્જન તરીકે ખ્યાતનામ થશો. તમે એન્જિનિયરિંગ, બાંધકામ અને કોઈ પણ વ્યાપારી ક્ષેત્રમાં સત્તાના પદે પહોંચશો. તમે સ્વતંત્ર અને કડક સ્વભાવના માણસ છો. તમે તમારા કામમાં કોઈ પણ પ્રકારનો બહારનો કોઈ પણ હસ્તક્ષેપ સહન નહીં કરી શકો. તમે હાથ પર લેશો એ તમામ કામોમાં તમે સફળ થશો. અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરીને તમે ઘણું રળી શકશો. વૃદ્ધાવસ્થા માટે નાણાં બચાવો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

734763
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com