20-November-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો અમરેલી સહિત કેટલીક જગ્યાએ વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો

અમરેલી સહિત કેટલીક જગ્યાએ વરસાદઅમદાવાદ: મધ્ય મહારાષ્ટ્રમાં હવાના હળવા દબાણને લીધે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેની અસર બે દિવસ સુધી રહેવાની આગાહી છે. વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, વેરાવળ, ગીર સોમનાથ, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદમાં ધોધમાર વરસાદ થયો હતો. આસો માસમાં થયેલા વરસાદના પગલે ખેડૂતોના તૈયાર પાકને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રના અમરેલીના રાજુલા, ધારી, ખાંભા પંથકમાં હવામાને અચાનક પલટો લીધો હતો. ધારીના જીરા, દૂધાળા, દલખાણીયા, ગોવિંપુર, ચાંચઈ, પાણીયા વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. જયારે ખાંભાના ડેડાણ, રાયડી, પાટી, મોટા બારમણ, સાકુડામાં ઝાપટા પડયા હતા. ખાંભામાં વરસાદના છાંટા પડયા હતા. આ વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થવાની શકયતા છે. રાજુલામાં સાંજના સમયે વરસાદી ઝાપટાં પડતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પવનની ગતિ તેજ બની ગઈ હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચોમાસાની સત્તાવાર વિદાયને હજુ અઠવાડિયાનો સમય લાગશે. કચ્છમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. બે-ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે. રાજકોટમાં મહતમ તાપમાન ૩૬, ર, લઘુતમ રપ.૩, સવારે ભેજનું પ્રમાણ ૭૭ ટકા, સાંજે ૩૭ ટકા રહ્યુ હતુ. પવનની ગતિ ૧૪ કિમી રહી હતી. પોરબંદરમાં બપોર સુધી બફારો અને ગરમી રહ્યાં બાદ વાતાવરણમાં એકા એક પલટો આવ્યો હતો. બપોર બાદ વાતાવરણ વાદળછાયુ રહ્યું હતુ. જામનગરમાં મહતમ તાપમાન ૩૭.૮ ડિગ્રી, લઘુતમ રર.૮ ભેજનું પ્રમાણ ૮પ ટકા રહેવા પામ્યું હતુ. પવનની ગતિ ૧૦થી૧પ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

------------------------------

તારાપુરના મહિયારી ગ્રામ પંચાયતના તલાટીની હત્યા કેસમાં ચારની ધરપકડ

ક વિધર્મીય યુવતી સાથેના પ્રેમસંબંધમાં થઈ હતી હત્યાઅમદાવાદ: આણંદના તારાપુર તાલુકામાં મહિયારી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. તલાટીની મુસ્લિમ પ્રેમિકાના નિકાહ જેની સાથે થવાના હતા તે યુવક અને એક સગીર સહિત ચાર હત્યારાને પોલીસે ઝડપી પાડ્યા હતા. ખંભાત રોડ સ્થિત ખંડેર હાલતમાં આવેલી દુકાનમાંથી છઠ્ઠી ઓક્ટોબરે મહિયારી ગ્રામ પંચાયતના તલાટી ઈન્દ્રજીતસિંહનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ બાતમીદારો સક્રિય કરી સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકને તેના ગામ કલોદરામાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરતા યુવતીના ગામનો એક યુવક મોઈનખાન ઉર્ફે ભોલો ઉમરખાન બસીરખાન પઠાણ સાથે નિકાહ થવાના હતા. મોઈનને યુવતીના સંબંધ ઈન્દ્રજીતસિંહ સાથે હોવાની જાણ થતાં પોતાના રસ્તામાંનો કાંટો દૂર કરવા માટે તેણે પોતાના ત્રણ મિત્ર જાવેદમિયાં યુસુફમીયા શેખ, સાદીદ મહમદ મલેક તેમ જ એક સગીર સાથે મળી ઈન્દ્રજીતસિંહની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેને પગલે ગત છઠ્ઠીના રોજ તેને આ મામલે વાત કરવા માટે ખંડેર મકાનમાં બોલાવી ત્યાં તેમના માથામાં બોથડ પદાર્થ મારી ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ૧૫ ઘા મારી તેમની હત્યા કરી હતી. એલસીબીએ ચારેય આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. મોઈનખાન કલોદરા ખાતે મામાના ઘરે રહેતો હતો. જ્યાં તેને યુવતી સાથે પ્રેમ થયો હતો. તે કાપડની કંપનીમાં નોકરી કરતો હતો. યુવતીના અન્ય યુવક સાથે પ્રેમ હોવાનું ખૂલતાં જ તેણે તેના મિત્ર સાથે મળીને ચાર મહિના પહેલાં જ હત્યા કરવાનું પ્લાનિંગ કર્યું હતું. અને આ બાબતે અવારનવાર તે રેકી પણ કરી હતી.------------------------------

ભાવનગરમાં ૧૭મીએ વડા પ્રધાન ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશેભાવનગર: ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની મુલાકાત લીધી હતી. અમિત શાહ અને વડા પ્રધાને હોમ સ્ટેટની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તા. ૧૭ને મંગળવારે નરેન્દ્ર મોદી ભાવનગર આવશે. ઘોઘા - દહેજ ફેરીના લોકાર્પણ માટે વડા પ્રધાનનો કાર્યક્રમ તૈયાર થયો છે. ભાવનગરના જવાહર મેદાન ખાતે પણ વડા પ્રધાનની સભાનું આયોજન થઇ રહ્યું છે જેથી તડામાર તૈયારી ચાલી રહી છે. વિકાસ ઝંખતા ભાવનગર માટે આશાના કિરણરૂપ અતિ મહત્ત્વપૂર્ણ ગણાતા ઘોઘા - દહેજ રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ આગામી તા. ૧૭ ઓકટોબરે કરવા તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. મોદીના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ ગોઠવાયો છે. મોદીનો કાર્યક્રમ નક્કી થતાં ઘોઘા ખાતે હેલિપેડની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા અંગે પોલીસ અધિકારીઓએ મુલાકાત લીધી છે. ભાવનગર રેન્જ આઇ.જી., જિલ્લા પોલીસવડા, કલેકટર સહિતના અધિકારીઓએ ઘોઘા ખાતે આ પ્રોજેકટ સ્થળની મુલાકાત લીધી છે. વડા પ્રધાનના ભાવનગરના પ્રવાસને લઇ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

U8175p7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com