21-September-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એલ્ફિન્સ્ટન દુર્ઘટના માટે વરસાદ દોષી
તપાસ સમિતિએ ઓળિયોઘોળિયો કુદરતને માથે નાખી દીધો

નવી દિલ્હી: મુંબઈમાં ગયા સપ્ટેમ્બરની ૨૯મીએ એલ્ફિન્સ્ટન બ્રિજ પર થયેલી ધક્કામુક્કીથી ૨૩ લોકો માર્યા ગયા હતા. આ દુર્ઘટનાની તપાસ અંગેના અહેવાલમાં આ હૃદયદ્રાવક કરુણાંતિકા ભારે વરસાદને કારણે થવા પામી હોવાનું જણાવીને વરસાદ ઉપર દોષનો ટોપલો નાખવામાં આવ્યો છે, એમ બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું.

પશ્ર્ચિમ રેલવેના ચીફ સિક્યુરિટી અધિકારીની આગેવાની હેઠળની સમિતિએ પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર અનિલ કુમારને બુધવારે અહેવાલ સુપરત કર્યો હતો. ઈજા પામેલા ૩૦ ઉતારુઓનાં નિવેદનોનું રેકોર્ડિંગ કરાયા બાદ આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.

સમિતિએ ઘટનાના વીડિયો ફૂટેજની પણ તપાસ કરી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ભારે વરસાદને કારણે બહાર ટિકિટ કાઉન્ટરો ખાતે ઊભેલા લોકો આશરો મેળવવા માટે પહેલેથી જ હકડેઠઠ ભરાયેલા બ્રિજની સીડી ઉપર ધસી ગયા હતા.

અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્ટેશનમાં ઉતારુઓના એકધારા થઈ રહેલા ધસારાને કારણે સમસ્યા બમણી થઈ ગઈ હતી.

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારે વજનદાર માલસામાન સાથે જઈ રહેલા લોકોએ તેમની સમતુલા ગુમાવતા ધક્કામુક્કી સર્જાઈ હોવાની સંભાવના છે.

તપાસમાં એમ પણ જણાવવામાં આવેલ છે કે બનાવ નજરે જોનારામાંના કોઈ પણ વ્યક્તિએ બ્રિજ પર શોર્ટ સર્કિટને કારણે અંધાધૂંધી સર્જાઈ હોવાના દાવાને સમર્થન આપ્યું નથી. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

16x0441
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com