18-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કેરિડ ક્રેટર લેક અન્ો આઇસલૅન્ડનું ફાર્મ કલ્ચર...

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકીરેકોલ્ટ અન્ો સ્ોલફોસ નામનાં બ્ો શહેરો વચ્ચે ક્યાંક કેરિડ ક્રેટર આવેલી છે. એ તરફ જતાં ત્યાં હાઇક કરીશુંની વાત પર બધાંન્ો ભૂખ લાગવા માંડી હતી. સાથે લાવેલો નાસ્તો હતો તો બહુ બધો, પણ કંઇક જુદું ખાવાની ક્રેવિંગની વાતો થઇ રહી હતી. અત્યાર સુધીમાં અમારા શહેરમાં તો ‘હોટડોગ્ઝ’, ‘પિત્ઝા’, ‘વડાપાંઉ’, ‘ભેળ’ અન્ો મીઠાઇની દુકાનની વાતો થઇ રહી હતી. અન્ો અચાનક મારું ધ્યાન રસ્તામાં એક ખેતર પાસ્ો આઇસક્રીમની સાઇન તરફ ગયું. ગાડી તરત રોકી દેવામાં આવી. કોઇ બહાર નીકળવાની ઉતાવળમાં ન હતું.

ફાર્મની સાઇડમાં ઊભાં રહીન્ો ‘આવી ઠંડીમાં આઇસક્રીમ થોડો ખવાય’ એવી ચર્ચા થઇ. ધીમે ધીમે વધતો જતો તડકો આઇસક્રીમની ફેવરમાં હતો. અન્ો ખાવો ન હોય તો પણ આવી જગ્યાએ શું મળતું હશે અન્ો કઇ રીત્ો બનતું હશે એવી ઉત્સુકતા સાથે અમે બહાર નીકળ્યાં. તડકા છતાં કંઇ ઠંડી ઓછી નહોતી થઇ એટલે જ કોઇ પણ જગ્યા ગાડીમાંથી બહાર નીકળવા લાયક છે કે નહીં ત્ોની બરાબર ખાતરી કરવી પડતી.

આ એફસ્તી-દાલુર ફાર્મ પર આમ તો એક બ્ોડ એન્ડ બ્રેકફાસ્ટ છે, પણ ત્યાંની હાઇલાઇટ તો ત્યાંની ગાયો જ છે. આ જ ગાયના દૂધમાંથી ફાર્મ પર આઇસક્રીમ બન્ો છે અન્ો એવો તાજો સ્વાદ ભાગ્યે જ ક્યાંક બીજે મળી શકે. આર્યાન્ો ગાયો જોવાની મજા પડી પણ ત્ો ગાયથી નજીક જતાં થોડું ડરતી હતી. આ આખોય અનુભવ સાવ ધાર્યા બહારનો હતો. ત્ોમાંય સોલ્ટેડ કેરામેલ ફ્લેવર તો કંઇક વધુ પડતો જ મજેદાર હતો. આઇસક્રીમ જ ક્યાંક લંચ ન બની જાય એમ વિચારી પાછાં જવાં ત્ૌયાર થયાં ત્યાં લાગ્યું કે કદાચ આ જગ્યાએ ફરી કદી નહીં આવવાનું થાય એટલે એક એક છેલ્લો સ્કૂપ ફરી માણવા બ્ોસી ગયાં. હવે કેરિડની હાઇક ઘણી નાની લાગતી હતી.

કેરિડ પહોંચીન્ો આઇસલેન્ડની આટલી બધી સાઇટો જોયા પછી પહેલી વાર એન્ટ્રન્સ ટિકિટ લેવી પડી. અહીં અચાનક જ લેન્ડસ્કેપ બદલાઇ ગયું હતું. આ ૬૫૦૦ વર્ષ જૂની ક્રેટર જરા અનોખી છે. ખાસ તો એટલા માટે કે ક્રેટરની આસપાસનો વોલ્કેનિક વિસ્તાર તો ત્ોનાથી પણ બમણી ઉંમરનો છે. ક્રેટરમાં સર્જાયેલા લેક સુધી ચઢાણ છે. એકવાર ત્યાં પહોંચો એટલે કોઇ જાયન્ટ સ્વિમિંગ પૂલ પર આવી ગયાં હોઇએ એવું લાગતું હતું. એક્વામરીન રંગનું પાણી અન્ો બાઉલ શેપમાં આસપાસ પથરાયેલી રાતા રંગની રેતી જોઇન્ો કુદરત પર ફરી એકવાર આશ્ર્ચર્ય થઇ આવતું હતું. આ લેક હજી પણ પ્રાઇવેટ માલિકીનો છે અન્ો અહીં લેકના પાણી પર રાફ્ટ નાંખીન્ો કોન્સર્ટ પણ થયેલા છે.

ત્યાં જે પણ વોલ્કેનો હશે ત્ો એટલો સિમેટ્રી સાથે અંદર ધસી પડેલો કે આજે આ લેક અન્ો ક્રેટરનો શેપ કોઇએ માપીન્ો ગોળ બનાવ્યો હોય ત્ોવું લાગતું હતું. ૫૫ મીટર જેટલી ઊંડી ક્રેટરમાં અંદર અન્ો ફરત્ો હાઇક કરવામાં માંડ કલાક લાગ્યો. વળી જુદા જુદા એંગલથી લેકનો રંગ પણ થોડો બદલાયેલો લાગતો હતો. આસપાસમાં થોડી છૂટીછવાઇ લીલોતરી પણ નજરે પડતી હતી. પણ આ આખાય લેન્ડસ્કેપમાં કશું નોર્મલ ન હતું. ટેકરી પર થોડી ઊંચાઇથી જોયું તો નજીકમાં કોઇ નાનકડું ગામ વસ્ોલું દેખાયું. એ થોડીક કેમ્પિંગ ટેન્ટ જેવી ઝૂંપડીઓ ઘણી આધુનિક તો હતી, પણ ત્યાં રહેનારની આખું વર્ષ જિંદગી કેવી હોતી હશે ત્ો પ્રશ્ર્ન જરૂર થાય. અહીં પ્રમાણમાં મુલાકાતીઓ પણ વધુ હતા.

હાઇક પછી નવી સાઇટ તરફ આગળ જવાનું હતું. લંચમાં કંઇ ખાલી આઇસક્રીમ થોડી ચાલે એવી વાતો થવા લાગી. સદ્નસીબ્ો એ જ રોડ પર આગળ વધુ એક ફાર્મ આવ્યું. હવે તો અમે આઇસલેન્ડિક ફાર્મનાં ફેન બની ગયાં છીએ. અહીં એક એવું ફાર્મ રેસ્ટોરાં હતું જ્યાં મેનુ પર ત્યાં ઊગ્ોલાં શાકભાજીની જ વાનગીઓ મળતી. ત્ો સમયે ત્યાં માત્ર ટમેટાં અન્ો કાકડીનો પાક થયેલો એટલે અમારા ભાગમાં ટોમેટો સ્ાૂપ, ક્યુકમ્બર સ્ૉલડ અન્ો બ્રેડ તો આવ્યાં જ, સાથે ડેસર્ટમાં સ્વીટ ટોમેટો પાઇ અન્ો ગ્રીન ટોમેટો ચીઝકેક પણ હતાં. ખરેખર આઇસલેન્ડમાં ઘણું બધું બાકીની દુનિયાથી અલગ અન્ો થોડું જમીન અન્ો પર્યાવરણથી વધુ નજીક હતું ત્ો સ્પષ્ટ હતું.

સવારે ગાયો જોવા મળી હતી, બપોરે ફ્રિડહાઇમર ફાર્મ પર ઘોડા ઉછેરવામાં આવતા હતા. અહીેંના ઘોડા સાધારણ ઘોડા કરતા કદમાં જરા વધુ પડતા મોટા લાગતા હતા. સાથે ત્ોમના ગળા અન્ો પ્ાૂંછના વાળ સુંદર પોની જેવી ઇફેક્ટ પણ આપતા હતા. ત્ો પછી હજી રસ્તામાં અઢળક ઘોડા જોવાના હતા. સ્નોમાં, તડકામાં, વરસાદમાં, વંટોળમાં, આઇસલેન્ડનાં ખેતરોમાં ત્યાંના ઘોડા જાણે અડગ ઊભા દેખાતા હતા. અહીંનાં લોકો અન્ો સંસ્કૃતિનો ઘોડા સાથે વિશેષ સંબંધ છે, ત્ોના વિશે અમન્ો વધુ જાણવા મળવાનું હતું, કારણ કે પાછળની એક રાત્ો અમારું બુકિંગ એક હોર્સ ફાર્મ પર હતું. જો આર્યા ઘોડાથી ડરે નહીં તો ત્ોના માટે પોની રાઇડિંગની પણ શક્યતા હતી. ગ્રીનહાઉસવાળા ફાર્મ પર તો અમે વાનગીઓથી જ એટલાં ઇમ્પ્રેસ થઇ ગયેલાં કે ઘોડા પાસ્ો વધુ સમય ના આપી શક્યાં.

આ ફ્રિડહાઇમર ફાર્મ અન્ો પહેલાંના એફસ્તી-દાલુર ફાર્મ પછી લાગવા માંડેલું કે અહીં કદાચ ધારી હતી એટલી ખાવા-પીવાની તકલીફ ન પણ પડે. ત્યારે હજી એ ક્યાં ખબર હતી કે અમે હજી પણ રેકિયાવિક અન્ો સ્ોલફોસ જેવાં શહેરોથી ઘણાં નજીક હતાં, એટલે સિવિલાઇઝેશન એટલું દૂર ન હતું. તડકા સાથે અમે આગળ ચાલ્યાં અન્ો ત્ો દિવસ્ો તો બીજી ઘણી જગ્યાઓ જોવાનું શક્ય બન્યું. હજી લિસ્ટ પર બ્ો ભવ્ય વોટરફોલ્સ અન્ો એક બ્લેક સ્ોન્ડ બીચ હતાં. બીચ પાસ્ો જ રોત્રે લોબસ્ટર રેસ્ટોરાંમાં બુકિંગ હતું. ત્ો સાથે જ અમે આઇસલેન્ડના ઓછા જાણીતા ખૂણાઓમાં પ્રવેશી રહૃાાં હતાં. નેક્સ્ટ સ્ટોપ હતું સ્ોલજાલેન્ડફોસ. હવે નામમાં ફોસ શબ્દથી જ સ્પષ્ટ થઇ જતું કે નક્કી વોટરફોલ હશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

s5Yd65n
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com