15-December-2017

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કચ્છના અબડાસામાં ચોવીસ કલાકમાં તેર ઈંચ વરસાદ

અમદાવાદ: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટ, ચોટીલા સહિતના શહેરો એન નગરોમાં ભારે વરસાદ ખાબકતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. રાજ્યમાં વરસાદના માહોલ વચ્ચે સરહદી જિલ્લા કચ્છનાં અબડાસામાં જાણે આભ ફાટયું હોય તેમ ૨૪ કલાક દરમિયાન ૧૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમ જ કચ્છ જિલ્લાનાં તમામ અધિકારીને હેડક્વાર્ટર ન છોડવા હુકમ કરાયા હતા. કચ્છમાં અત્યાર સુધી સિઝનનો ૫૧.૨૪ ટકા વરસાદ પડ્યો હતો. હવામાન ખાતેએ અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારેથી અતિત્રારે વરસાદની આગાહી કરી હતી. રાજ્યમાં વરસાદનું સરેરાશ પ્રમાણ ૩૪.૭૧ ટકા થયું છે ત્યારે માત્ર કચ્છમાં જ સૌથી વધુ ૫૧.૨૪ ટકા જેટલો વરસાદ પડી ગયો છે. અબડાસામાં ૨૪ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયાં હતા. અબડાસાના પરજાઉવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયાં હતાં. કચ્છ જિલ્લા તંત્ર દ્વારા હાઈ એલર્ટના આદેશ આપી દેવામાં આવ્યા હતા. કલેક્ટર રેમિયા મોહને પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તૈયાર કરાયું હતું. કચ્છ જિલ્લાનાં તમામ અધિકારીને હેડક્વાર્ટર ન છોડવા હુકમ કરાયા હતા. તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું હતું. સરહદી જિલ્લા કચ્છના અબડાસા સહિતના શહેરો-નગરોમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી.

----------------------------

ગુજરાતમાં ભારે વરસાદને કારણે મ્ાૃત્યુઆંક નવ ઉપર પહોંચ્યો



અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડતા ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ ઊભી થઈ હતી. તેમ જ ગામોમાં પાણી ઘૂસી જતા અનેક લોકો ફસાયા હતા. જેથી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજયમાં પડેલા ભારે વરસાદને કારણે લગભગ નવ લોકોના મોત નીપજ્યાં હતા. તેમજ બે હજાર લોકોથી વધારે લોકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ, ચોટીલા, ધ્રોલ સહિતના શહેરો અને નગરોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના પરિણામે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. તેમ જ જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. એટલું જ નહીં કેટલાક ડેમો ઓવરફલો પણ થયા હતા. રાજ્યમાં ભારે વરસાદને કારણે સરકારે અધિકારીને તાકીદ કરી હતી. તેમ જ તેમની રજાઓ પણ રદ કરી હતી. જેથી એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી આરંભી હતી. અતિવૃષ્ટિની પરિસ્થિતીને પહોંચી વળવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સાબદું હતું, પરિણામે કોઇ મોટું નુકશાન નહીં થયું દોવાના સરકારે દાવા કર્યા હતા. બે દિવસો દરમિયાન એન.ડી.આર. એફ, ભારતીય વાયુ સેના અને અન્ય તંત્રોની સહાયથી પુરના પાણીમાં ફસાયેલા ૪૦પ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. અતિવૃષ્ટિને કારણે રાજ્યમાં ૯ લોકના મૃત્યુ નોંધાયા હતા જ્યારે ર૦૦૪ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

JF568Gj
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com