25-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સુશાંત સિંહ રાજપૂત હવાઇમાર્ગે

લાઈમલાઈટ - ક્લ્પના શાહસુશાંત સિંહ રાજપૂત ફરી તેની નવી ફિલ્મમાં સક્રિય થઇ ગયો છે. ઘણા સમયથી ચર્ચાઇ રહેલી તેની ફિલ્મ ‘ચંદા મામા દૂર કે’ ફિલ્મનું શૂટિંગ તે સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરશે, પણ તેની પહેલા તેણે ફિલ્મ માટે ભરપૂર તૈયારી કરવાની છે. ફિલ્મના ટાઇટલમાં જે શબ્દ આવે છે તેના પરથી તમને ખબર તો પડી જ ગઇ હશે કે આમાં ચાંદ પર જવાની વાત હશે. આથી નેચરલી તેમાં નાસાનો સમાવેશ તો થાય જ. હા, ફિલ્મમાં ચાંદ-તારાની જ વાત છે એટલે કે સ્પેસ પર જવાની વાત છે. સુશાંત સિંહ તેમાં સ્પેસ પર જતો બતાવાશે અને સ્ટોરી તેના પર જ આખી ડેવલપ કરાઇ છે. આથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા તે નાસામાં તૈયારીરૂપે તેનો અભ્યાસ કરવા, જોવા તથા રિહર્સલ કરવા જવાનો છે. ફિલ્મનું નાસામાં શૂટિંગ થવાનું છે. અત્યારે બહુ ગાજી રહેલા ન્યૂ યૉર્ક શહેરમાં યોજાનારા બૉલીવૂડના જાણીતા આઇફા એવૉર્ડમાં હાજરી આપ્યા પછી સુશાંત નેશનલ ઍરોનૉટિક્સ એન્ડસ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) ખાતે ફિલ્મની તૈયારી કરવા જશે. ભારતની આ પ્રથમ સ્પેસ ફિલ્મ છે, જેના નિર્માતા છે વિકી રાજાણી. વાચકોને જાણ હશે જ કે નાસા એ અમેરિકન સરકારની એજન્સી છે, જે યુએસના સ્પેસને એક્સપ્લોર કરવા સાથે હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું સંશોધન કરે છે અનેહવાઇ વિજ્ઞાન અને ટેક્નોલોજી સંબંધિત જવાબદારી સંભાળે છે. સુશાંત ૨૧થી ૨૪ જુલાઇ દરમિયાન લગભગ ત્રણ દિવસ સેન્ટરમાં રહેશે. આ સ્પેસ એડવેન્ચર માટે તૈયારી કરવાના ભાગરૂપે સુશાંત જૉન પાલ્મર દ્વારા ડિઝાઇન કરેલા સ્પેસસૂટમાં તાલીમ લેશે, મૂનવૉકની પ્રેક્ટિસ કરશે, શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કરશે, આઇએસએસ પર જતી શટલમાં ઉડવાનો અનુભવ લેશે, સ્પેસ શટલ ઉડાડવાના અભિનયની તાલીમ લેશે તથા નાસા ખાતે અન્ય સ્પેસને લગતા કાર્યક્રમોની તાલીમ લેશે.

ફિલ્મના દિગ્દર્શક સંજય પુરણ સિંહ ચૌહાણ સુશાંતથી બહુ અભિભૂત છે અને તેની પ્રશંસા કરતા કહે છે કે તે એકદમ સમર્પિત અભિનેતા છે અને અભિનેતા તરીકે તે અભિનયનું ઊંડાણ અને ઊંચાઇ બધું જ સમજી શકે છે. તેની મહેનત અને શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવાના પ્રયાસો અને અભિનયક્ષમતા, સમર્પિતતા બહુ ઓછા કલાકારોમાં જોવા મળે છે. આ સ્પેસ ફિલ્મમાં કામ કરવું એ પડકારરૂપ છે. સુશાંત મારા માટે ફિલ્મ બનાવવાની પ્રક્રિયાને સરળ કરી રહ્યો છે.

ફિલ્મમાં સુશાંત ઉપરાંત અન્ય કલાકારોમાં આર. માધવન અને નવાઝુદ્દીન સિદ્દિકી છે. ફિલ્મની મુખ્ય હિરોઇન કોણ હશે તે અંગે ઘણી અટકળો બંધાઇ રહી છે. કેટલીયે હિરોઇનોના નામ બોલાઇ રહ્યા છે. જોકે, સર્જકોએ હજુ તેની સત્તાવાર જાહેરાત નથી કરી. ‘ચંદા મામા દૂર કે’ ફિલ્મ અવકાશયાત્રીઓની એક ટીમ પર આધારિત છે, જેમનું અભિયાન દેશને એક કરવાનું છે.

નિર્માતા વિકી રાજાણી કહે છે, ફિલ્મનું કાસ્ટિંગ હજુ થઇ રહ્યું છે. ફિલ્મ સપ્ટેમ્બરમાં ફ્લોર પર જશે. ફિલ્મ માટે સશક્ત આંતરરાષ્ટ્રીય ટીમ કામ કરી રહી છે અને અમે પણ ફિલ્મ બનાવવા માટે સુસજ્જ છીએ. ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થાય તેવી શક્યતા છે.

ટીવીમાંથી ફિલ્મોમાં આવેલો સુશાંત નસીબદાર છે. તેની પહેલી ફિલ્મ ‘કાઇપો છે’ હિટ થઇ હતી. તે પછી તેની કેટલીક ફિલ્મો આવી, જેમાં હિટ અને ફ્લોપનો સિલસિલો ચાલતો રહ્યો, પણ તેને ફિલ્મો બહુ સારી અને જુદા પ્રકારની મળતી રહે છે. સારા કેરેક્ટરોવાળી ફિલ્મો તેને ઓફર થાય છે.

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પરની બાયોપિકમાં પણ તે ધોનીના ટાઇટલ રોલમાં ઝળકેલો. તે ફિલ્મ હિટ ગઇ હતી અને તેમાં સુશાંતનો અભિનય વખણાયો હતો. તાજેતરમાં રિલીઝ થયેલી ‘રાબતા’ ફિલ્મ ફ્લોપ ગઇ, પણ હવે તે આ સ્પેસ ફિલ્મમાં પોતાની પ્રતિભા દર્શાવશે. તેની બીજી એક ફિલ્મ પણ આ વર્ષે આવી રહી છે ‘ડ્રાઇવ’, જે નવેમ્બરમાં રિલીઝ થવાની છે.આ ઉપરાંત શેખર કપૂર જેવા દિગ્ગજ દિગ્દર્શકે પણ તેમની ફ્યુચરિસ્ટિક ફિલ્મ ‘પાની’ માટે સાઇન કર્યો હતો, પણ તે ફિલ્મ ઘણા સમયથી ફાઇનાન્સ ન મળવાને કારણે શરૂ નથી થઇ શક્તી. આમ, તેની પ્રતિભા માટે દિગ્દર્શકોને પણ માન છે. હવે ભારતની પ્રથમ સ્પેસ ફિલ્મમાં કામ કરવાનો જશ પણ તેને મળશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

qm8415
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com