13-December-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઈનો છ વિકેટથી વિજય: ફાઇનલમાં પ્રવેશ

બેંગલુરુ: આઇપીએલ સીઝન-૧૦માં મુંબઈ ઇન્ડિયન્સે ટોચનું સ્થાન મેળવ્યા બાદ ક્વૉલિફાયર મેચમાં પુણે સનરાઇઝર સામે આસાન લક્ષ્યાંકને પાર કરવામાં નિષ્ફળ રહ્યા બાદ શુક્રવારે કોલકાતા નાઇટરાઇડર્સ સામે બેંગલુરુમાં રમાયેલી સેમી ફાઇનલ મેચમાં આસાનીથી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ કોલકાતાની ટીમને માત્ર ૧૦૭ રનના સ્કોરમાં તંબુભેગી કરી હતી. માત્ર ૩૧ રનમાં પાંચ વિકેટ ગુમાવનારી કોલકાતા નાઇટરાઇડર્સની ટીમની હાર નિશ્ર્ચિત દેખાતી હતી, પણ જગ્ગી અને સૂર્યકુમાર યાદવની જોડીએ ફરી એક વાર આશાનું કિરણ ઊભું કર્યું હતું તેની ટીમ માટે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વતી કરણ શર્મા (૪ ઓવરમાં ૧૬ રન આપીને ૪ વિકેટ) અને જસપ્રિત બુમરાહ (૩ ઓવરમાં ૭ રન આપીને ૩ વિકેટ)ના સ્પેલ સામે કોલકાતા નાઇટરાઇડર્સની ટીમ માત્ર ૧૦૭ રન નોંધાવી શકી હતી. પાર્થિવ પટેલે શરૂમાં સારી બેટિંગ કરી હતી, પણ એક સમયે ૩૪ રનમાં ત્રણ વિકેટ ગુમાવી ચૂકેલી મુંબઈની ટીમને કેપ્ટન રોહિત શર્મા અને કુણાલ પંડ્યાએ વિજય અપાવીને આઇપીએલ-૧૦ સીઝનની ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7824788
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com