17-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કાશ્મીરીઓ પાછા જાવ: યુપીમાં લાગ્યા છે બેનરો

મેરઠ: સુરક્ષા દળ પર કાશ્મીરમાં કરાતા પથ્થરમારાના વિરોધમાં કાશ્મીરીઓનો બહિષ્કાર કરવાનો અને એમને રાજ્યમાંથી પાછા ચાલ્યા જવાની સલાહ આપતાં બેનરો મેરઠમાં લાગ્યાં હતાં.

આ મામલે પોલીસે નવનિર્માણ પક્ષના પ્રમુખ અમિત જાની સામે એફઆઇઆર દાખલ કર્યો હતો.

જાનીએ જણાવ્યું હતું કે એમણે આ બેનરો પર્તાપુર બાયપાસ પાસે જે કોલેજોમાં કાશ્મીરીઓ ભણે છે, એની બહાર લગાવ્યા છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે આ તો પહેલું પગલું છે અને ૩૦મી એપ્રિલથી તેઓ જે કાશ્મીરીઓ જાતે રાજ્ય નહીં છોડે એમને કાઢવા માટે હલ્લાબોલ પ્રચાર શરૂ કરશે.પોલીસે જણાવ્યું હતું કે બૅનર ઉતારી લેવાયા હતા. ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા અને સમાજના નામે એકતા ભંગ કરવી અથવા તો ભંગ કરવાનો પ્રયત્ન કરવા માટેની કલમ એફઆઇઆરમાં સામેલ કરાઇ છે. (એજન્સી) ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

86P0872
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com