20-November-2017

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હૉટેલ, રેસ્ટૉરાંનો સર્વિસ ચાર્જ ફરજિયાત નથી જ

નવી દિલ્હી: અન્ન અને ગ્રાહકોની બાબતોને લગતા પ્રધાન રામવિલાસ પાસવાને શુક્રવારે કેન્દ્ર દ્વારા સર્વિસ ચાર્જને લગતી માર્ગદર્શિકા મંજૂર કરાઇ તે પછી સંબંધિત જાણકારી આપતા જણાવ્યું હતું કે હૉટેલ અને રેસ્ટૉરાંના બિલમાંનો સર્વિસ ચાર્જ ફરજિયાત નહિ, પરંતુ સંપૂર્ણ સ્વૈચ્છિક છે.

તેમણે જણાવ્યું હતું કે હૉટેલ અને રેસ્ટૉરાં બિલમાં સર્વિસ ચાર્જ લગાવી ન શકે, પરંતુ તે ગ્રાહકોની મુનસફી પર હોવો જોઇએ. પાસવાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યોને આ માર્ગદર્શિકા જરૂરી પગલાં લેવા માટે મોકલશે.

તેમણે ટ્વીટ કર્યું હતું કે સરકારે સર્વિસ ચાર્જને લગતી જે માર્ગદર્શિકા મંજૂર કરી છે તે મુજબ સર્વિસ ચાર્જ મરજિયાત અને સંપૂર્ણ સ્વૈચ્છિક હોવો જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે હૉટેલ કે રેસ્ટૉરાં સર્વિસ ચાર્જ નક્કી કરી ન શકે અને તે ગ્રાહકની મુનસફી પર તેમ જ સ્વૈચ્છિક હોવો જોઇએ. અન્ન અને ગ્રાહકોની બાબતોને લગતા પ્રધાને જણાવ્યું હતું કે જો કોઇ હૉટેલ કે રેસ્ટૉરાં સર્વિસ ચાર્જ ફરજિયાત

લગાવે તો ગ્રાહકો તેની સામે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી શકે છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલના ગ્રાહક સુરક્ષા કાયદામાં સંબંધિત મંત્રાલયને આ કાયદાનો ભંગ કરનારને મોટો દંડ કરવાની અને તેની સામે આકરા પગલાં લેવાની જોગવાઇ નથી.

આમ છતાં, નવા ગ્રાહક સુરક્ષા ખરડામાં દોષી સામે કડક પગલાં લેવાની જોગવાઇ છે.

પાસવાને ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે મારા મંત્રાલયે સર્વિસ ચાર્જને લગતી માર્ગદર્શિકા તૈયાર કરી છે અને તે મંજૂરી માટે વડા પ્રધાનના કાર્યાલયને મોકલી છે.

પાસવાને જણાવ્યું હતું કે કોઇ સર્વિસ ચાર્જ લઇ ન શકાય. તે ખોટી રીતે બિલમાં લગાડાય છે.

તેમણે જણાવ્યું હતું કે અમુક હૉટેલ અને રેસ્ટૉરાં ટિપ્સને સ્થાને પાંચથી દસ ટકા સર્વિસ ચાર્જ લગાડતી હોવાની અનેક ફરિયાદ મળી હતી. (એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

812srvu7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com