25-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બહુમતી લઘુમતી ના થઈ જાય એ માટે દૃઢ હિન્દુવાદીઓની જરૂર છે

ગુડ મોર્નિંગ - સૌરભ શાહઈશાનરાજ્યો ઉપરાંત ભારતનાં બીજાં કેટલાંક રાજ્યોમાં પણ ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તીમાં ભયજનક ઝડપે ઘટાડો થઈ રહ્યો છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં ૧૯૦૧ની સાલમાં સાડા ૮૫ ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા. ૧૯૯૧માં સાડા ૮૨ ટકા થઈ ગયા. આની સામે મુસ્લિમોની વસ્તી ઉત્તર પ્રદેશમાં જોખમી રીતે વધી રહી છે. ૧૯૦૧માં ૧૪ ટકા જેટલા મુસ્લિમો ઉત્તર પ્રદેશમાં હતા જે ૧૯૯૧માં વધીને ૧૭ ટકા જેટલા થઈ ગયા. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં અલમોસ્ટ ૨૦ ટકા પર આ આંકડો પહોંચી ગયો છે. પીએમ મોદીએ આ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી ‘હાર્ડ કોર હિન્દુવાદી’ (હકીકતમાં તો એમ કહેવું જોઈએ કે મૂલ્યનિષ્ઠ હિન્દુવાદી, દૃઢ હિન્દુવાદી) યોગી આદિત્યનાથને સોંપીને ખૂબ ડહાપણનું કાર્ય કર્યું છે. મુલ્લા મુલાયમ સિંહ અને એમના પુત્રની સમાજવાદી (એક્ચ્યુલી તો નમાજવાદી) પાર્ટીને અને કૉન્ગ્રેસને જો વધુ કારનામાં કરતાં અટકાવવી હોય તો સેક્યુલર મીડિયાની પરવાહ કર્યા વિના મોદીજીએ આવાં બોલ્ડ ડિસિજન્સ જ લેવાનાં હોય.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત લગભગ દરેક રાજ્યમાં મુસ્લિમોની વસ્તીની ટકાવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે.

કેરળ જેવા રાજ્યમાં તો ટૂંક સમયમાં જ ભારતીય ધર્મોના અનુયાયીઓ લઘુમતીમાં મુકાઈ જવાના છે. કેરળમાં ૧૯૦૧માં ૧૩ ટકા ખ્રિસ્તીઓ અને ૧૭ ટકા મુસ્લિમોની સામે ૬૯ ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા, જે ૧૯૯૧માં ઘટીને માત્ર ૫૭ ટકા થઈ ગયા અને મુસ્લિમો વધીને ૨૩ ટકા તથા ખ્રિસ્તીઓ વધીને ૧૯ ટકા થઈ ગયા.

ભારતમાં રહેતી લઘુમતીઓની જેમને ચિંતા હોય તેઓએ બાંગલાદેશમાં તથા પાકિસ્તાનમાં રહેતી લઘુમતી કોમની પણ ચિંતા કરવી જોઈએ. ભારતની લઘુમતી ગણાતી બેઉ કોમ - મુસ્લિમો તેમ જ ખ્રિસ્તીઓ - પૂરઝડપે ફૂલીફાલી રહી છે, તેમની એકંદર વસ્તી તેમ જ એમનો વસ્તી વધારાનો દર તેમ જ એની ટકાવારી બધું જ વધી રહ્યું છે અને તે પણ ભારતની મૂળ મુખ્ય પ્રજાના ભોગે આ વિકાસ થઈ ગયો છે. આની સામે બંગલાદેશમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની શું હાલત છે? ૧૯૦૧માં બાંગલાદેશમાં અર્થાત્ આજના રાજકીય બાંગલાદેશના તે સમયના ભૌગોલિક પ્રદેશોમાં ૩૪ ટકા જેટલી વસ્તી ભારતીય ધર્મોના અનુયાયીઓની હતી, અને ૬૬ ટકા મુસલમાનો હતા. ૧૯૯૧ના બાંગલાદેશમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી ઘટીને ૧૧ ટકા થઈ જાય છે અને ભારતની લઘુમતીઓ જેમ જલસાથી રહી શકે છે (અને સરકારના માથે બેસીને તબલાં પણ વગાડી શકે છે) એવું બાંગલાદેશની લઘુમતીનું નથી. ત્યાંના હિંદુઓ પર છાશવારે હુમલા થાય છે, બળાત્કારો થાય છે, એમને લૂંટવામાં આવે છે, એમનાં ધર્મ-આસ્થાનાં સ્થાનોનો વારંવાર ધ્વંસ કરવામાં આવે છે.

પાકિસ્તાનમાં સ્થિતિ આથીય વધારે ખરાબ છે. ૧૯૦૧ની સાલમાં ૧૬ ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ ધરાવતા પાકિસ્તાનમાં આજની તારીખે પોણા બે ટકા કરતાંય ઓછી વસ્તી એમની (એટલે કે આપણા લોકોની, હિન્દુઓની) થઈ ગઈ છે અને મુસ્લિમો ૮૪ ટકામાંથી વધીને ૯૭ ટકા સુધી પહોંચી ગયા છે.

આમ છતાં આજે ભારતના કેટલાક તથાકથિત બૌદ્ધિકો ચીસો પાડી પાડીને કહી રહ્યા છે કે ભારતમાં લઘુમતીઓને અન્યાય થાય છે. આ શાણા પુરુષો ખરેખર ન્યાયના કે નિષ્પક્ષતાના કે તટસ્થતાના પ્રેમીઓ હોય તો એમણે પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં જઈને ત્યાંની લઘુમતીઓના હક્કો માટે લડવું જોઈએ, ત્યાંની સરકારો પાસે જઈને આ લઘુમતીઓના જાતિનિકંદન કે પોગ્રોમનો હિસાબ માગવો જોઈએ.

ચેન્નઈની સેન્ટર ફોર પૉલિસી સ્ટડીઝે જે દળદાર સંશોધનગ્રંથ બહાર પાડીને આપણા સુધી આ બધા આંકડા પહોંચાડ્યા છે એમ કોન્રાડ એલ્સ્ટે પણ ‘ધ ડેમોગ્રાફિક સીજ’ નામની પચાસેક પાનાંની પુસ્તિકા લખીને આ સમસ્યા તરફ આપણું ધ્યાન દોર્યું છે. વૉઈસ ઑફ ઈન્ડિયા, દિલ્હીએ પ્રગટ કરેલી અને ઈન્ટરનેટ પર આસાનીથી સર્ચ કરીને ખરીદી શકાતી આ નાનકડી પણ સ્ફોટક સામગ્રી ધરાવતી પુસ્તિકામાંની વિગતો? ચયન કરીને આવતી કાલે આ વસતિપુરાણની પૂર્ણાહુતિ કરીએ...

આજનો વિચાર

કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,

એ જ ઈચ્છા છે, હવે એ પણ ન હો.

- ચિનુ મોદી ‘ઈર્શાદ’

(જન્મ: ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯,

અવસાન: ૧૯ માર્ચ, ૨૦૧૭.)

એક મિનિટ!

મોદીજી નાના હતા ત્યારે મિત્રો ભેગા રમતા...

ચકલી... ફુર્રર્ર

પોપટ... ફુર્રર્ર

પછી વચ્ચે બોલતા

સાયકલ... ફુર્રર્ર

હાથી... ફુર્રર્ર

કોને ખબર હતી કે મોટા થઈને સાચે જ સાઈકલ અને હાથીને ફુર્રર્ર કરી દેશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1k201417
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
reader  3/21/2017
સૌરભભાઇ, વાત તો સાવ સાચી છે... પણ હિન્દુઓના કટ્ટર દુશ્મન તો હિન્દુઓ જ છે તેનું શું? આ કંઇ આજકાલનું નથી... નહીં તો હિન્દુઓને તેમના જ દેશમાં, બીજાઓ તેમના ઉપર આરામથી રાજ કરી જાય તે ક્યાંથી બને? આપણી ગોરી, ગોરી, વ્હાલી, વ્હાલી સોનિયા વહુ, જેની કોઇ પણ જાતની રાજકીય લાયકાત વગર રાજ કરી ના ગઇ? અને તેને પાછી લાવવા કેટલા હિન્દુઓ કમર કસી રહ્યા છે તેનું શું?
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com