25-February-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પુણે મેટ્રો માટે બજેટમાં રૂપિયા ૧૩૦ કરોડની ફાળવણી

પુણે: રાજ્યના બજેટમાં પુણે મેટ્રો પ્રકલ્પ માટે રૂ. ૧૩૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં માવજત કરવામાં આવ્યા હોવાને કારણે મેટ્રોના કામને ગતિ મળશે.

કેન્દ્ર સરકારને મેટ્રો પ્રકલ્પના બંને માર્ગને ડિસેમ્બર મહિનામાં મંજૂરી આપી હતી. આ પ્રકલ્પનું કામ મહામેટ્રો કંપની દ્વારા થવાનું હોવાથી પ્રત્યક્ષ રીતે કામની શરૂઆત કરવામાં આવી છે. મેટ્રો પ્રકલ્પને મંજૂરી આપ્યા બાદ કેન્દ્રના બજેટમાં તે માટે રૂપિયા ૧૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યના બજેટમાં પણ રૂપિયા ૧૩૦ કરોડનું ભંડોળ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું હતું. બજેટમાં મુંબઇ, નાગપુર અને પુણે મેટ્રો માટે રૂપિયા ૭૧૦ કરોડનું ભંડોળ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું છે. મેટ્રોના શહેરમાં ૩૧ કિ.મી. લંબાઇના બે માર્ગ છે. તે માટે ૧૧ હજાર ૪૨૦ કરોડ રૂપિયાનું ખર્ચ અપેક્ષિત છે. તેમાંથી પચાસ ટકા રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ઉપલબ્ધ કરી આપવામાં આવશે. બાકીની પચાસ ટકા રકમ પાલિકાએ આપવી પડશે.

આ પ્રકલ્પને મંજૂરી મળવા પહેલા જ જાગતિક બૅંક અને એશિયાઇ બૅંકે પ્રકલ્પ માટે મહાપાલિકાને સહાય કરવા સકારાત્મક્તા દેખાડવામાં આવી છે.

------------------------------

પુણેમાં પથ્થરથી હુમલો કરી હત્યા: ૨૪ કલાકમાં આરોપીઓની ધરપકડ



પુણે: તળજાઇ વસ્તી ખાતે પથ્થરથી હુમલો કરી એક જણની હત્યા કરી હોવાની ઘટના બની હતી. આ હત્યા પ્રકરણે ફક્ત ૨૪ કલાકમાં આરોપીઓને પકડવામાં પુણે પોલીસને સફળતા મળી હતી. આરોપીઓની ઓળખ અક્ષય દિવટે અને સુમિત કાળે તરીકે થઇ હતી. તેમણે તળજાઇ વિસ્તારમાં જઇ દારૂના નશામાં ગાડીથી રામવતાર જાટવને ટક્કર મારી હતી અને બંને જણ ગાડીથી પડી ગયા હતા, જેને કારણે ગુસ્સો આવતા રામવતારને ગાડીમાં બેસાડી અજ્ઞાત સ્થળે લઇ જઇ પૈસાની માગણી કરી હતી. રામવતારે તેમને પૈસા આપવા ના પાડતા તેની સાથે મારપીટ કરી હતી, જેમાં તેનું મોત થયું હતું.

ઓળખ છુપાવવા દારૂના નશામાં આરોપી અક્ષય દિવટે અને સુમિત કાળેએ તેના મોઢા પર પથ્થરથી હુમલો કર્યો હતો. આ પ્રકરણે આરોપીઓની સહકારનગર પોલીસે ધરપકડ કરી હતી અને આગામી તપાસ હાથ ધરી હતી.

------------------------------

મહિલા પર બળાત્કાર: કોન્ટ્રેક્ટર પકડાયો



થાણે: કામ અપાવવાને બહાને મહિલાને વજ્રેશ્ર્વરી લઇ ગયા બાદ રૂમમાં તેના પર બળાત્કાર ગુજારવા પ્રકરણે પોલીસે લેબર કોન્ટ્રેક્ટરની ધરપકડ કરી હતી. વસઇના ઉમેલમન વિસ્તારના કોન્ટ્રેક્ટર સંતોષ બંગાળે (૩૧)ની રવિવારે બળાત્કારના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ કોન્ટ્રેક્ટરને ત્યાં પીડિત મહિલા કામ કરતી હતી અને બંને એકબીજાને ઓળખતા હતાં. ૫ માર્ચ, ૨૦૧૭ના સવારે ૧૦ વાગ્યાના સુમારે કામ અપાવવાને બહાને તે મહિલાને બાઇક પર વજ્રેશ્ર્વરી લઇ ગયો હતો, જ્યાંની એક રૂમમાં તેણે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ મહિલાના પતિને મારી નાખવાની ધમકી પણ આપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. (એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

GhL48G4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com