17-November-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જીવનની રમત પૂરી કરી ‘બા રિટાયર્ડ થયા’ પદ્મારાણીનો ઘરોબો વડોદરા સાથે હતો

(અમારા પ્રતિનિધિ તરફથી)

વડોદરા: આખરે ‘બા’ જીવનની રમત પૂરી કરીને રિટાયર્ડ થયા છે. ગુજરાતી નાટક અને ગુજરાતી ફિલ્મ તથા હિન્દી ફિલ્મમાં પોતાની એક આગવી છાપ છોડનાર મૂળ મરાઠી અને પારસીને પરણેલા પદ્મારાણીએ જન્મ દિવસને જ પોતાનો મરણ દિવસ બનાવીને ફાની દુનિયાને અલવિદા કરી છે. પદ્મારાણીનો ઉછેર વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલી ઊંચી પોળની કણબી વાડમાં થયો હતો. તેમનો શરૂઆતનો અભ્યાસ વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારની મધ્યવર્તી સ્કૂલમાં પૂર્ણ કર્યો હતો. તેમ જ શરૂઆતથી કારકિર્દીમાં તેમણે વડોદરામાં જ નાટકોમાં કામ શરૂ કર્યું હતું. ત્યાર પછી મુંબઈમાં સ્થાયી થઈ અભિનયના ઓજસ પાથર્યા હતા. ૨૫૦ ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પદ્મારાણીના અભિનયથી પ્રભાવિત થઈ ફરદીન ઇરાની તેઓને મુંબઈ લઈ ગયા હતા.

પદ્મારાણી અને તેમના બહેન સરિતા જોષી શરૂઆતમાં વડોદરા શહેરમાં રમણલાલ મૂર્તિવાલાના નાટકોમાં કામ કરતા હતા. એક દિવસ અરૂણા ઇરાનીના પિતા વડોદરા આવ્યા હતા તેમણે સરિતા અને પદ્માને નાટકમાં પાત્રને અનુરૂપ અભિનય કરતા નિહાળીને અભિભૂત થઈ ગયા હતા. પદ્મારાણીએ અરવિંદ જોષી સાથે જન્મટીપ નામની ફિલ્મ તે સમયે સુપરહીટ ગઈ હતી.

પદ્મારાણીએ ‘બા રિટાયર્ડ થાય છે’ નાટકમાં કરેલા અભિનય પછી તેઓ ગુજરાતી નાટક તખ્તાના ‘બા’ બની ગયા હતા. તેઓ ઉલ્લેખ કરતા પદ્મારાણી સાથે ૧૨ વર્ષ પહેલા ‘માવતર’ ફિલ્મમાં કામ કરનાર કલાકાર નિહારિકા ભટ્ટે જણાવ્યું હતું કે, પદ્મારાણી શિસ્તમાં ખૂબ માનતા હતા. વડોદરામાં અકોટા નગર ગ્ાૃહમાં નાટક કરવા આવ્યા હતા ત્યારે ચોમાસાની ઋતુમાં સ્ટેજ પર પાણી પડતું જોયું હતું જેથી તેઓએ અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા. ગત વર્ષે ‘મારી તો અરજી તારી મરજી’ નાટક લઈને વડોદરા આવેલા પદ્મા રાણી સાથે વડોદરાના કલાકાર સુતેશ પટેલે અભિનય કર્યો હતો. સુતેશ પટેલે ‘બા’ના સ્મરણોને યાદ કરતા કહ્યું હતું કે, તેમના જેવા ઉમદા કલાકારની નાટ્યજગતને ખોટ પડી છે. પદ્મારાણીના વડોદરા ખાતેના નિવાસ દરમિયાન પડોશમાં રહેતા નિવ્ાૃત્ત પ્રાધ્યાપક મધુસૂદન ગાંધીએ જણાવ્યું હતું કે, પદ્મારાણી તેમની માતા તેમના બે બહેન અને ભાઈ સાથે રહેતા હતા અને વડોદરાની રંગભૂમિ ઉપર ઓજસ પાથર્યા હતા.

-----------------------------

નાટ્ય અને ફિલ્મજગતના અભિનેત્રી પદ્મારાણીને ગુજરાતની શ્રદ્ધાજંલિ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મો અને નાટ્ય જગતની સુપ્રસિદ્ધ અભિનેત્રી પદ્મારાણીના નિધન અંગે ગુજરાતના રાજ્યપાલ, મુખ્ય પ્રધાન અને વિપક્ષી નેતા સહિતના અગ્રણીઓ ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરીને સદગતને શ્રદ્ધાજંલિ આપી છે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ સદ્ગતને શ્રદ્ધાજંલિ આપતા કહ્યું હતું કે, ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય દ્વારા સ્વ. પદ્મારાણીએ આગવી ઓળખ ઊભી કરી હતી, એટલું જ નહીં તેમના અભિનયથી ગુજરાતી નાટકો અને ફિલ્મો જીવંત બની રહ્યા હતા. ગુજરાતી ફિલ્મ અને નાટ્ય ક્ષેત્રે તેમણે આપેલું યોગદાન ચિરંજીવી બની રહેશે. દરમિયાન આનંદીબેન પટેલ અને શંકરસિંહ વાઘેલાએ પણ સ્વ. પદ્મારાણીના પ્રદાનને યાદ કરીને તેમના નિધન અંગે ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

21122272
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com