17-November-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુરુવર્ય ચંદ્રશેખરવિજયજી મ.સા.ની પાલખી યાત્રામાં ભક્ત સમુદાય છલકાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ ઃ અમદાવાદમાં ગઈકાલે કાળધર્મ પામેલા પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબના અંતિમ દર્શન કરવા માટે આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મહારાજ સાહેબશ્રીના પાર્થિવ દેહની પાલખીયાત્રા સહિતની ધાર્મિક વિધિ માટે કરોડોનો ચડાવો ચઢાવવામાં આવ્યો હતો. પૂજ્ય ગુરુવરના અગ્નિદાહ માટે રૂા. ૫,૫૫,૫૫,૫૫૫ની ઉછામણી બોલાઈ હતી.

આંબાવાડી જૈન ઉપાશ્રયમાં આજે પણ સવારથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા લાખો શ્રદ્ધાળુઓએ મ.સા. ચંદ્રશેખરવિજયજીના અંતિમ દર્શન કર્યા હતા. પાલખીયાત્રા સહિતની ધાર્મિકવિધિ માટેની ઉછામણીમાં સૌપ્રથમ તેમની અંતિમ પૂજા માટે રૂા. ૧૧,૧૧,૧૧૧ની ઉછામણી બોલાઈ હતી. જ્યારે તેમના સંસારિક પરિવારજનોએ રૂા. ૪૧,૦૦,૧૧૧માં મહારાજ સાહેબના પાર્થિવદેહને પાલખીમાં બેસાડવાનો લાભ લીધો હતો. પાલખી યાત્રામાં મુખ્ય લોટી સહિતની નવ લોટીઓની રૂા. ૪૫.૩૦ લાખની ઉછામણી થઈ હતી. મુંબઈના શ્રદ્ધાળુ મોહનલાલ મંગળદાસના પરિવારે રૂા. ૨૧,૨૧,૧૨૧માં મ.સા.ની વરસીદાનનો લાભ લીધો હતો. આ ઉપરાંત દુણી, ચાર ધુપીયા, કાંધ, યાત્રામાં અબિલ ગુલાલ અને અનુકંપાની લાખોની રકમ બોલાઈ હતી. એટલું જ નહીં મહારાજ સાહેબના સ્મૃતિ મંદિર માટે કુસુમબેન હીરાલાલ શાહ (સમીવાળા)એ રૂા. ૧.૮૦ કરોડ અને સાધર્મીકભક્તિ માટે હિમાંશુભાઈ જયંતિલાલ શાહે રૂા. ૧.૧૧ કરોડનો ચડાવો ચઢાવ્યો હતો તેમજ પૂજ્યશ્રીના પાર્થિવદેહને અગ્નિદાહ આપવા માટે પણ બારડોલીના વસંતલાલ શાહ અને સંતોકચંદ્રજી જૈન પરિવારે રૂા. ૫,૫૫,૫૫,૫૫૫ની ઉછામણી બોલી હતી.

આંબાવાડીથી નીકળેલી પાલખીયાત્રા ધરણીધર દેરાસર, અંજલિ ચાર રસ્તા, પંકજ સોેસાયટી, ભઠ્ઠા, જૈનનગર, નારણપુરા જૈન દેરાસર, ગાંધીઆશ્રમ, સાબરમતી થઈને તપોવન સંસ્કારપીઠ ગઈ હતી. સમગ્ર રૂટ ઉપર મોટી સંખ્યામાં જૈનોએ ઉમટી પડીને મહારાજ સાહેબશ્રીના અંતિમ દર્શન કર્યા હતા.

મહારાજ સાહેબશ્રીના કાળધર્મની જાણ થતાં જ મુંબઈથી ૨૦૦૦થી વધુ સ્વયંસેવકો અમદાવાદ દોડી આવ્યા હતા. આ ઉપરાંત મુંબઈમાં વસતા બીજા સેંકડો શ્રદ્ધાળુઓ તથા દેશમાં અન્યત્ર સ્થાયી થયેલા ભક્તગણો પણ ગુરુવર્યના અંતિમ દર્શનાર્થે આવ્યા હતા.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3100e53
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
kesarimal oswal  8/16/2016
very good memories of our gurumaharaj.
kesarimal oswal  8/16/2016
very good memories of our gurumaharaj.
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com