19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભાવનગર: કલ, આજ ઔર કલ

સિક્કાની બીજી બાજુ - જયવંત પંડ્યાકવિ તુષાર શુક્લના એક ગીતની પંક્તિઓ છે:

ભાવનગરને ભાવથી લોકો કહેતા સહુ ભાવેણું

ગાય, ગાંડા ને ગાંઠિયા સાથે ગામને જૂનું લહેણું

બોર તળાવે, કલમ ચલાવે, ગઝલો ખૂબ લખાતી-

તાજેતરમાં એક સગાના લગ્નપ્રસંગે ભાવનગર જવાનું થયું. રાણાવાવ મારી જન્મભૂમિ, પણ ભાવનગર વિદ્યાભૂમિ અને કર્મભૂમિ. ૩૦ વર્ષ ભાવનગરમાં ગાળ્યા હોવાથી અમદાવાદ સ્થાયી થયા છતાં ભાવનગર સાથેનો નાતો ભુલાયો નથી, ભુલાશે પણ નહીં. મારી જેમ, અનેક મુંબઈવાસીઓ પણ ભાવનગર સાથેનો નાતો ધરાવતા હશે. એટલે થયું આજે ભાવનગરની વાત કરીએ.

ભાવનગર પ્રજાવત્સલ રાજવીઓનું રાજ્ય રજવાડાંઓના સમયમાં રહ્યું, સરદાર પટેલે રજવાડાંઓના એકત્રીકરણની શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ ભારત સંઘમાં ભળનાર રાજ્ય ભાવનગર હતું. ભાવનગરની ઓળખ મજાકમાં લોકો ‘ગાય, ગાંડા અને ગાંઠિયા’ના શહેર તરીકે કરે છે, પરંતુ આ ઓળખ કેમ પડી હશે તેની પાછળનો મારો તર્ક એવો છે કે ભાવનગરમાં ગાયોની ઘણી સેવા થાય છે. (વળી રસ્તાઓ પર ગાયો છૂટી જોવા મળે એ વાત પણ ખરી.) વળી, ભાવનગર છેલ્લું સ્ટેશન એટલે જે ગાંડાઓને છોડી મુકાયા હોય તેમને ત્યાં ઉતારાય. ભાવનગરમાં ગાંડાઓને નહાવડાવવા- ધોવડાવવા સહિતની સેવાઓ સેવાભાવીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા થાય. ગાંઠિયા પણ ભાવનગરના વખણાય. આમ, તેની ઓળખ આ રીતે ગાય, ‘ગાંડા ને ગાંઠિયા’ના શહેર તરીકે પડી હશે.

ભાવનગરે ગૌરીશંકર ઓઝા, પ્રભાશંકર પટ્ટણી, જેવા મુત્સદી વહીવટકારો, પૃથ્વીસિંહ આઝાદ, ઠક્કરબાપા જેવા ક્રાંતિકારી-સમાજસેવકો, તો ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, નાથાલાલ દવે, હરભાઈ ત્રિવેદી, મૂળશંકર ભટ્ટ, મનુભાઈ પંચોળી ‘દર્શક’, ડોલર વસાવડા, જયેન્દ્ર ત્રિવેદી જેવા અનેક કેળવણીકારો-શિક્ષણવિદો જોયા છે તો હરકિશન મહેતા, કાંતિ ભટ્ટ, હરીન્દ્ર દવે, દિનકર જોષી, દિગંત ઓઝા જેવા અનેક પત્રકારો પણ તેણે આપ્યા છે. ગુજરાતમાં સૌથી પહેલી સ્થાનિક સમાચાર ચેનલ ‘શો ટાઇમ’ ભાવનગરમાં શરૂ થઈ હતી. (આજે તો ઘણી ચેનલો છે.) અને પત્રકારમાંથી સાત મુખ્યમંત્રીના પીએ તેમ જ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પીએ બનેલા જગદીશ ઠક્કરે પણ કારકિર્દી ભાવનગરમાં જ શરૂ કરી હતી ને? ઝવેરચંદ મેઘાણી, કવિ કાન્ત, પ્રહલાદ પારેખ, ગોવર્ધનરામ ત્રિપાઠી, દુલા ભાયા કાગ, બરકત વિરાણી ‘બેફામ’, નાઝીર દેખૈયા, વિનોદ જોશી, હરદ્વાર ગોસ્વામી જેવા અનેક સાહિત્ય સર્જકો પણ ભાવનગર સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા રહ્યા (ભાવનગર વિશે એમ કહેવાય કે પથ્થર મારો ને જે ઘર પડે તે કવિનું ઘર હોય એટલે કે ઘરે ઘરે કવિઓ જોવા મળે). ઝવેરચંદ મેઘાણીના દીકરા મહેન્દ્ર ભાઈ મેઘાણી (અને તેમના દીકરા ગોપાલ મેઘાણી)ની લોકમિલાપ તેમ જ જયંત મેઘાણીની પ્રસાર દ્વારા પુસ્તકાલય અને પુસ્તકોના પ્રચાર-પ્રસાર-પ્રકાશનનું કામ પણ મોટા પાયે ચાલે છે. સ્વ. માનભાઈ ભટ્ટ અને તેમની શિશુવિહાર (જે હવે તેમનાં દીકરી ઇન્દાબહેન સંભાળે છે)નો તો જોટો જડે તેમ નથી. ઇલેક્ટ્રિસિટી રિપેરિંગ કામ, અંગ્રેજી શિખવવા, પ્રાથમિક સહાય જેવા અનેક વર્ગો નહીંવત્ દરે ત્યાં ચાલે. દિવ્ય જીવન સંઘના નેજા હેઠળ પણ અનેક સેવા પ્રવૃત્તિ થાય છે. બિપીનભાઈ શાહ દ્વારા ચલાવાતા વિકાસ વર્તુળ ટ્રસ્ટની યુવા લક્ષી પ્રવૃત્તિઓ પણ સરાહનીય છે. પ્રસન્નવદન મહેતા, હરકાંત દેસાઈ દ્વારા સંચાલિત ગાંધી સ્મૃતિ અને સરદાર સ્મૃતિની તો વાત જ નિરાળી છે. એમાંય પાછી ગાંધી સ્મૃતિની લાઈબ્રેરીનો તો બાળપણથી લાભ આ લેખકે લીધો છે. એ સિવાય બાર્ટન લાઇબ્રેરી, ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, યુનિવર્સિટીની લાઇબ્રેરી તો ખરી જ! શિશુવિહારમાં તો રમકડાંની લાઇબ્રેરી પણ ચાલે! નરસિંહ મહેતા, મોરારી બાપુ, બજરંગદાસ બાપા, મસ્તરામબાપા જેવા સંતો-ભક્તો ભાવનગર જિલ્લાની ધરતી પર પાક્યા છે અને ભાવનગરનું નામ પ્રસિદ્ધ કર્યું છે.

રાજકારણીની રીતે, ગુજરાતના બે મુખ્યમંત્રી બળવંતરાય મહેતા અને છબીલદાસ મહેતા ભાવનગર જિલ્લાએ આપ્યા. રાજેન્દ્રસિંહ રાણા ભાવનગરમાંથી પ્રદેશ ભાજપ પ્રમુખ સુધી પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોહિલ પણ પ્રદેશ કૉંગ્રેસના નેતા છે. બળવંતરાયના વખતમાં જ જીઆઈડીસીની શરૂઆત સાથે ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો પાયો નખાયો હતો. વૈજ્ઞાનિકોમાં ડો. પંકજ જોષીનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત છે. ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો સફળ પ્રયોગ કરનાર સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ મરિન કેમિકલ્સ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં છે. અભિનેત્રીમાં આશા પારેખ, અનેક નાટકો અને ફિલ્મ ‘ખટ્ટા મીઠા’માં અક્ષયકુમારની ભાભી બનેલી પૂજા મેહર ભટ્ટ ભાવનગર સાથે સંકળાયેલાં છે. શમ્મી કપૂર ભાવનગરના જમાઈ છે! મનહર ઉધાસ, મૂકેશના અવાજ તરીકે જાણીતા ડો. કમલેશ અવસ્થી,પ્રફુલ્લ દવે, પાર્થિવ ગોહિલ, ભારતી કુંચાલા, દીપ્તિ દેસાઈ જેવા ગાયકો તેમ જ સંગીતકાર-ગાયક-અભિનેતા-નિર્માતા હિમેશ રેશમિયાનું મૂળ પણ ભાવનગરમાં છે. રવિશંકર રાવળ, સોમાલાલ શાહ, ખોડીદાસ પરમાર, દેવ ગઢવી જેવા ચિત્રકારો, રસિકલાલ અંધારિયા, ધરમશીભાઈ શાહ, ડો. રાજેશ વૈષ્ણવ સંગીત-નૃત્ય કલાકારો-ગુરૂઓ પણ ભાવનગર સાથે નાતો ધરાવનારા હતા અથવા છે. ભાવનગરનું તખ્તેશ્ર્વર મંદિર, પાલિતાણા, ગોપનાથ, ખોડિયાર જેવાં યાત્રાધામો છે. ગુજરાતમાં બીજા ક્રમની સૌથી મોટી જગન્નાથ રથયાત્રા વર્ષોથી ભાવનગરમાં નીકળે છે. તો શિહોરનાં વાસણ ને પેંડા, મહુવાનાં રમકડાં, અલંગનું ફર્નિચર, પાલિતાણાનાં હાર્મોનિયમ, ગુલકંદ વખણાય છે. પાલિતાણામાં તો ઘોડાગાડી હજુ પણ ચાલે છે. તો ભાવનગર- મહુવા વચ્ચે બાપુગાડી ચાલતી તે પણ ઘણા મોટી ઉંમરના લોકોને યાદ હશે.

રાજકીય ક્ષેત્રે ભાવનગરની તાસીર ક્રાંતિકારી રહી છે. જ્યારે કૉંગ્રેસનું મોજું હતું ત્યારે ભાવનગરમાંથી પ્રજા સમાજવાદી પક્ષના ધારાસભ્યો ચૂંટાતા. સામ્યવાદી પક્ષનું હજુય થોડું ઘણું નામોનિશાન અરુણ મહેતાએ ભાવનગરમાં બચાવ્યું છે. ૧૯૭૭માં જનસંઘ અને બીજા વિપક્ષો સાથે આવ્યા તેનાં મૂળ ભાવનગરમાં ૧૯૬૭ની ભાવનગર યુનિ. માટેની લડતમાં નખાયાં હતાં. તેના પરિણામે ૧૯૬૮માં જનસંઘ અને સામ્યવાદી સહિતના પક્ષો સંયુક્ત મોરચો બનાવીને નગરપાલિકાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. તો બોટાદમાં આખા ભારતમાં પ્રથમ વાર જનસંઘને નગરપાલિકામાં વિજય મળ્યો હતો. નરેન્દ્ર મોદીના મોજા સામે ડો. કનુભાઈ કલસરિયાએ નિરમાને જમીન મુદ્દે સફળ લડત આપી અને સદભાવના સમિતિના નેજા હેઠળ મહુવા તાલુકા પંચાયત પણ કબજે કરી. ભાવનગરમાંથી મહેન્દ્ર ત્રિવેદી ગૃહ રાજ્યમંત્રી, શક્તિસિંહ ગોહિલ આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી જેવા પદે રહ્યા તો ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના એક સમયના તંત્રી પ્રતાપ શાહ નાયબ નાણાં મંત્રી તરીકે ગુજરાત સરકારમાં રહી ચૂક્યા છે. જોકે ભાવનગરના કોઈ સાંસદને કેન્દ્ર સરકારમાં સ્થાન નથી મળ્યું.

ભાવનગરમાં નિરમા, એક્સેલ, રબર ફેક્ટરી, અલંગ શિપ બ્રેકિંગ, હીરા ઉદ્યોગ, કાયમ ચૂર્ણ જેવા ઉદ્યોગો છે. ગુજરાતની લગભગ પહેલી સાઇકલ ઇન્ડસ્ટ્રી વેલો પણ ભાવનગરમાં સ્થપાઈ હતી તેમ પત્રકાર હિંમત ઠક્કરનું કહેવું છે. તાજેતરમાં ભાવનગર-સુરત વચ્ચે ફ્લાઇટ પણ ચાલુ થઈ છે. ભાવનગરના આટલા દિગ્ગજો છતાં ભાવનગરનો વિકાસ જોઈએ તેવો થયો નથી, બલકે દિવસે ને દિવસે સુવિધાઓ છિનવાતી ગઈ છે. કલ્પસર યોજનાનો ગોળ કેશુભાઈ પટેલથી માંડીને નરેન્દ્ર મોદીએ કોણીએ લગાડ્યો હતો. ભાવનગર-ભરૂચ વચ્ચે ફેરી સર્વિસનું પણ ઘણા સમયથી સંભળાય છે. વચ્ચે હોવર ક્રાફ્ટ સેવા શરૂ થઈ હતી, પરંતુ તે બંધ થઈ ગઈ. આકાશવાણી- ટીવી કેન્દ્ર નથી. ભાવનગર યુનિ., મેડિકલ કોલેજ માટે જબરદસ્ત લડત આપી ત્યારે તે મળ્યાં.

અત્યારે ભાવનગર કેવું છે? અમદાવાદના પગલે પગલે હવે ભાવનગર બદલાઈ રહ્યું છે. વિતેલા દાયકાથી અહીં અપરાધો વધ્યા છે. પાલિતાણામાં તો માંસ-મટન-મચ્છીનો વેપાર બંધ કરવા જૈનોએ ભારે આંદોલન કરવું પડ્યું હતું. ભાવનગરના રાજકીય પ્રતિનિધિઓ- નેતાનો અવાજ રાજ્ય કે કેન્દ્ર સ્તરે ઓછો સંભળાય છે. અહીં હવે ડેમોગ્રાફીની સાથે જ્યોગ્રોફી પણ બદલાઈ રહી છે. અલંગ શિપ બ્રેકિંગના ઉદ્યોગના પગલે ઘણા ઉત્તર ભારતીયો આ બાજુ રહેવા આવ્યા છે. તો મુસ્લિમોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી છે. ભાવનગર શહેરમાં મુસ્લિમો મુખ્યત્વે નવાપરા અને ઘાંચીવાડ જેવા વિસ્તારોમાં હતા તે હવે દીવાનપરા, રાણિકા, ગીતાચોક, માણેકવાડી જેવા વિસ્તારો સુધી વિસ્તર્યા છે. ભાવનગરના રોડ પ્રમાણમાં સુધર્યા છે. પાણીની તકલીફ ઓછી થઈ છે. અહીં વીટકોસની બસ સેવા વખણાય છે જે પછી તો ગાંધીનગર અને વડોદરામાં પણ ચાલુ થઈ છે. ભાવનગરમાં વિરોધાભાસ જોવા મળે. એક તરફ લોકો સાઇકલ મોટા પાયે વાપરે અને હવે લગભગ લુપ્ત પ્રજાતિનું ગણાય તેવું વાહન લ્યુના પણ જોવા મળે છે, તો બીજી તરફ, ઔડી જેવી મોંઘીદાટ ગાડીઓ જોવા મળે છે.

ભાવનગરમાં હવે પ્લોટ સિસ્ટમ ધીમે ધીમે ભૂંસાઈ રહી છે. ઠેર ઠેર ફ્લેટ બની રહ્યા છે. ડેલાવાળાં મકાનો હવે જૂજ સંખ્યામાં છે. અહીં પણ અમદાવાદના કે દેશભરના પ્રખ્યાત મોલ-રેસ્ટોરન્ટ જેવા કે હિમાલયા મોલ, ઇસ્કોન સિટી, સંકલ્પ રેસ્ટોરન્ટ, ડોમિનોઝ પીઝા આવી ગયાં છે, શિક્ષણની રીતે હવે દક્ષિણામૂર્તિ, ઘરશાળાનો પહેલાં જેવો પ્રભાવ રહ્યો નથી. હવે જ્ઞાનમંજરી સ્કૂલ-સ્વામિનારાયણ ગુરુકૂળની બોલબાલા છે. અહીં આવ્યા હો ને લચ્છુના પાંઉગાંઠિયા, બટેટા ભૂંગળા, પાંઉ પકોડા, ખારગેઇટનું સેવઉસળ, લક્ષ્મીના લસણની ચટણી સાથે સેવમમરા, અનુપમની સોડા, બરફ ગોળા, ન માણો તો ન ચાલે. અહીં લગભગ બધા જ પાનના ગલ્લે સમોસા, બ્રેડ પકોડા, ચટણી સેન્ડવિચનો પડીકાબંધ નાસ્તો મળે! અને હા, પાનના ગલ્લા પાછા ગલીએ ગલીએ જોવા મળે! અહીં દર ચાર રસ્તે બગીચા જોવા મળે અને તે પાછા વેલ મેઇન્ટેઇન્ડ!

અહીંના લોકો, ભાવનગરની જ ભાષામાં કહીએ તો બહુ ‘ટાઢા’. કોઈ ઉતાવળ નહીં. શાંતિથી કામ થાય. મોટી સંખ્યામાં લોકો માવા મોઢામાં ભર્યા જ હોય, એટલે તેમને કંઈ પૂછવું અઘરું પડે! કોઈક કામસર બહુ કષ્ટ પડ્યું હોય તો અહીંના લોકો કહેશે ‘તોડાવી નાખ્યો’. બહુ ચાલવું પડ્યું હોય તો ‘લારી થઈ ગઈ’ શબ્દ પ્રયોગ કરે. અને કોઈક અણગમતા કામ માટે ‘ગલકું આવી ગ્યું’ બોલાય. કોઈકને અણગમાથી જવાનું કહેવા માટે કહેવાય, ‘હાલતી પકડ’ અથવા ‘હાલતીનો થા’. કોઈ ખોટી મગજમારી કરતું હોય તો ‘તીખા લે છે’ તેમ કહેશે. જોકે, ભાવનગરની ગુજરાતી આખા ગુજરાતમાં સૌથી શુદ્ધ ગુજરાતી મનાય છે. પણ હવે ભાવનગરનાં બાળકો પણ અસંખ્ય સમાચાર ચેનલો, કાર્ટૂન ચેનલોની અસર તળે હવે ‘હિંગુજરાતી’ બોલવા લાગ્યા છે, ‘હું સોચું છું’, ‘મને દહેશત છે’. તમે બહારગામ રહેતા હો તો તમને અચૂક પ્રશ્ર્ન પુછાશે, ‘ભાવનગર ક્યારે આવો છો?’ ભાવનગરમાં આવ્યા હો ને તમારા ઓળખીતાના ઘરે ન જાવ તો તેમને માઠું (ભાવનગરની ભાષામાં, ‘ખોટું’) જરૂર લાગે.

ભાવનગરને પેન્શનર્સ પેરેડાઇઝ કહેવાય છે. ભાવનગરમાં સારા પૈસા મળતા નથી, પરિણામે અહીંનું ક્રીમ હવે મુખ્યત્વે અમદાવાદ ઢસડાઈ રહ્યું છે. પણ હા, રિટાયર્ડ થઈ જાવ પછી જો સુખેથી રહેવું હોય તો ભાવનગર જેવું એકેય શહેર નહીં.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

C35F1J32
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Dr.Paras  2/25/2017
Today bhavnagar has one of the best government medical college in Gujarat, but story of it being approved is also equally good. During Chhabildas Mehta government health department was given to Shaktisinh Gohil who during his election had promised his voters that he will deliver a medical college to the people of Bhavnagar. Despite his insistence as a health minister to money for medical college in that years budget, chief minister rejected his proposal. Shaktisinh resigned as the Minister of State for Health in 1994, demanding a medical college for Bhavnagar. His first loyalty was with his electorate he said, which deserved the medical college. His resignation galvanized the government to allocate a medical college to Bhavnagar. This, till date remains the only medical college in Bhavnagar, a district with population of over 15 lacs.

Hagovind N Patel  11/9/2016
"Seva Samity" Aurvedic Upachar as initiated by Chhotalal Mehta should be noted "a cheapest treatment source to a common men". & Kalyanbhai for providing Orthopaedic support at free Seva

"Seva Samity" Aurvedic Upachar as initiated by Chhotalal Mehta should be noted "a cheapest treatment source to a common men".
vinit vaghani  3/20/2016
this is really good job, I likely. my BHAVNAGAR. our BHAVNAGAR
Mahesh Goghari  12/26/2014
Padmashri Dr. Mahesh Haribhai Mehta is also belong to Bhavnagar. He is internationally and nationally well known scientist, academician educator and innovative chemical engineer. For more information on his scientific research contribution, achievements, awards and academically educative work please search using Google on internet.
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com