17-November-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના વર્ષ ૨૦૧૧નાં ‘જીવન ગૌરવ’ પુરસ્કાર જાહેર

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દર વર્ષે સાહિત્ય, કલા, પત્રકારત્વ અને સંસ્થાકીય ક્ષેત્રે સેવા આપતી વ્યક્તિ અને સંસ્થાને જીવન ગૌરવ પુરસ્કાર આપે છે. આ વર્ષના જીવન ગૌરવ પુરસ્કાર ૨૦૧૧, સાહિત્ય ક્ષેત્રે સુરેન ઠક્કર - મેહુલ, કલા ક્ષેત્રે અરવિંદ ત્રિવેદી-લંકેશ, પત્રકારત્વ ક્ષેત્રે ભરત ઘેલાણી (ચિત્રલેખા સાપ્તાહિક) અને સંસ્થાકીય ક્ષેત્રે ૯૮ વર્ષ જૂની સંસ્થા-પૂના ગુજરાતી બંધુ સમાજના નામો કાર્યાધ્યક્ષ હેમરાજ શાહે આજે જાહેર કર્યાં હતાં. શાલ, શ્રીફળ અને રૂ. ૫૦ હજારનો ચેક આ જીવન ગૌરવ પુરસ્કારરૂપે અર્પણ કરવામાં આવશે. આ પહેલાં આ જીવન ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૭માં ધીરૂબેન પટેલ, વિઠ્ઠલ પંડ્યા, વનલતા મહેતા અને અજીત મર્ચન્ટ, વર્ષ ૨૦૦૮માં ડૉ. સુરેશ દલાલ અને પુરુષોત્તમ ઉપાધ્યાય, વર્ષ ૨૦૦૯માં વર્ષાબેન અડાલજા, કનકબેન રેલે, કાન્તિ ભટ્ટ અને ફાર્બસ ગુજરાતી સભા વર્ષ ૨૦૧૦માં દિનકર જોશી, સરિતા જોશી, કુંદનભાઈ વ્યાસ અને પરિચય ટ્રસ્ટને અપાયા હતા. આ જીવન ગૌરવ એવૉર્ડ સમિતિના સભ્યોમાં પ્રા. દીપક મહેતા, નિરંજન મહેતા અને હેમરાજ શાહનો સમાવેશ થાય છે. આ જીવન ગૌરવ એવૉર્ડ, બુધવાર, તા. ૨૪ ઑગસ્ટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી પ્રસંગે આપવામાં આવશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5G3bEF
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com