24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કાર્ટૂનકલા: ચિત્રકલા અન્ો રમૂજવૃત્તિનું સંયોજન

હજારો શબ્દો જે વાત વ્યક્ત ન કરી શકે એ વાત કાર્ટૂનચિત્ર કોઈ પણ શબ્દ વાપર્યા વિના આસાનીથી રજૂ કરી આપ્ો છે. કોઈ ઘટના કે સમાચાર માટે પાનાં ભરીન્ો અહેવાલો લખવામાં આવે એના ઉપર તીરોધાન અન્ો કટાક્ષ કે વ્યંગ કરવા માટે એક જ કાર્ટૂન પર્યાપ્ત બની રહે છેકલા-કસબ - દિનેશ દેસાઈગાંધીજીએ કહૃાું હતું કે ‘જો મારામાં સ્ોન્સ ઑફ હૃાુમર એટલે કે સારી રમૂજવૃત્તિ ન હોત તો મેં ક્યારનીય આત્મહત્યા કરી લીધી હોત. લાફિંગ થેરાપીની આજકાલ ખૂબ બોલબાલા છે, પરંતુ વિડંબનાની વાત એ છે કે ધીમે ધીમે કાર્ટૂનકલા જાણે ભૂંસાતી જાય છે. કાર્ટૂનસ્ટ્રિપની ઊણપ વધી રહી છે. કદાચ કાર્ટૂન બનાવનાર કાર્ટૂનિસ્ટ કલાકારોનો પણ આપણે ત્યાં અભાવ ઊભો થઈ રહૃાો છે.

હજારો શબ્દો જે વાત વ્યક્ત ન કરી શકે એ વાત કાર્ટૂનચિત્ર કોઈ પણ શબ્દ વાપર્યા વિના આસાનીથી રજૂ કરી આપ્ો છે. કોઈ ઘટના કે સમાચાર માટે પાનાં ભરીન્ો અહેવાલો લખવામાં આવે એના ઉપર તીરોધાન અન્ો કટાક્ષ કે વ્યંગ કરવા માટે એક જ કાર્ટૂન પર્યાપ્ત બની રહે છે. એક કાર્ટૂનિસ્ટ પોતાના કાર્ટુનમાં તંદુરસ્ત હાસ્ય સાથે વ્યંગનો સ્ાુમેળ સાધીન્ો વાચકની શાબાશી મેળવી જાય છે.

વ્યંગ એટલે શું? મૂળભૂત રીત્ો તો હાસ્ય અન્ો વ્યંગ વચ્ચે પાતળી ભેદરેખા છે. એન્સાઈક્લોપીડિયા ઑફ બ્રિટાનિકામાં રિચર્ડ ગાર્ન્ોટ કહે છે કે ‘સાહિત્યિક સંદર્ભમાં ઉપહાસપ્રદ અથવા અનુચિત બાબતમાંથી પ્ોદા થતી ઘૃણા, વિનોદ, હાસ્ય, પરિહાસસભર અભિવ્યક્તિ, આક્રમકતા, આક્રોશ, તિરસ્કાર તથા ઘૃણાભાવ વ્યંગના મૂળભૂત તત્ત્વો છે.

ઑક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરીમાં કહૃાું છે કે ‘વ્યંગ એટલે લેખન યા સંભાષણમાં કટાક્ષ, વક્રોક્તિ, ઉપહાસના પ્રયોગ દ્વારા દોષ, મૂર્ખતા,અનાચાર કે અન્ય પ્રકારની બાબતોની નિંદા કરવી કે મજાક ઉડાડવી’ વ્યંગમાં વ્યક્તિગત દોષોન્ો ફોકસ કરવામાં આવતા હોય છે. વ્યંગમાં પ્રચલિત ખામીઓ અન્ો મૂર્ખતાની હાંસી ઉડાડવામાં આવે છે.

વ્યંગ આમ તો સંસ્કૃત ભાષાનો શબ્દ છે. મૂળ તો વ્યંગનો સંબંધ અર્થબોધની પ્રક્રિયા સાથે છે. વ્યંગ એટલે શબ્દની વ્યંજનવૃૃત્તિથી પ્રગટ થતો અર્થ. મશહૂર સર્જક એલ.જી.પોટ્સ તો કહે છે કે ‘હાસ્ય માનવીન્ો પરિશ્રમના એકધારાપણામાં રાહત અન્ો હળવાશરૂપી ઊંજણ પ્ાૂરવાનું કામ કરે છે. જ્યારે હાસ્યકાર ડૉ.શેરજંગ ગર્ગનું કહેવું છે કે ‘વ્યંગ વ્યક્તિમાં પ્રતિશોધની ભાવના પ્ોદા કરી શકે છે, જ્યારે હાસ્ય વ્યક્તિન્ો હળવાશ અન્ો આનંદ આપ્ો છે.’

કટાક્ષ એટલે શું? કટાક્ષ એટલે જ વ્યંગ. વ્યંગ એ કાર્ટુન એટલે કે ઠઠ્ઠાચિત્રોનો આત્મા છે. વ્યક્તિમાં કે સ્ાૃષ્ટિમાં રહેલા અવગુણ, મૂર્ખામી, દુરાચાર કે નબળાઈઓન્ો હાંસી, ઉપહાસ, વિડંબના કે વક્રોક્તિરૂપ્ો ત્ોમાં સુધારો લાવવાના આશયે ત્ોની નિંદા કે ઠપકાના ભાવ સાથે પ્રયોજાતું સાહિત્યસ્વરૂપ એટલે કટાક્ષ.

કટાક્ષ માટે અંગ્રેજીમાં ‘સ્ોટાયર શબ્દ છે. જે મૂળ ગ્રીક ભાષામાંથી આવ્યો છે. એનાંય મૂળમાં જઈએ તો ‘સ્ોટાયર’ શબ્દ લેટિન શબ્દ ‘સટુરા’ પરથી આવ્યો છે. સટુરા એટલે ‘મેડલી એટલે કે ગાંડપણ. ગાંડપણની હદ સુધીનું મનોરંજન.

ડૉ.જ્હોનસન કહે છે કે ‘કટાક્ષ એટલે દુષ્ટતા કે મૂર્ખતા ઉપર પ્રહાર કરતી કવિતા. જ્યારે લેખક એડિસન કહે છે કે ‘સ્ોટાયર એટલે મુખ ઉપર સ્મિત રાખીન્ો વસ્ત્રોમાં ખંજર છુપાવનાર સ્ત્રી.’ હાસ્ય મૃદુ છે, કટાક્ષ નિષ્ઠુર છે, જ્યારે સ્ોટાયર આ બ્ોઉથી જુદું પડે છે.

કાર્ટૂન એટલે શું? કાર્ટૂન એટલે કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ વિષયની અથવા વ્યવસ્થાની ચિત્ર યા રેખાંકન દ્વારા ઠેકડી ઉડાડવામાં આવે. કોઈ પણ વ્યક્તિ કે વિષયનો ઉપહાસ કરવો કે મજાક કરવી. કાર્ટુન એટલે માત્ર હાસ્યકલા નહીં. કાર્ટુન એટલે ફક્ત હાસ્ય એવી ગ્ોરસમજ કરી શકાય નહીં.

ગુજરાતી પત્રકારત્વના શિરમોર કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્મા ‘ચકોર’ તો કહે છે કે ‘કાર્ટૂન’ એટલે માત્ર હાસ્ય નિષ્પન્ન કરી આપતું રેખાચિત્ર જ નહીં. કારણ કે આ ચિત્ર દ્વારા હાસ્ય નિષ્પન્ન ન પણ થાય. પરંતુ એક વાત ચોક્કસ કે કાર્ટૂનિસ્ટ જે રેખાચિત્ર વડે વાચકોન્ો-લોકોન્ો જે કહેવા માગતા હોય ત્ો યોગ્ય રીત્ો પહોંચે. એક પણ શબ્દ લખ્યા વિના પણ પ્રત્યાયન કરી શકાય એ જ કાર્ટૂનની સફળતા. કાર્ટૂનમાં એક તીર કે આર્મ-વેપનની બ્ાૂલેટ કરતાં પણ વધારે તીક્ષ્ણ ઘા કરવાની ક્ષમતા હોય છે.

જેના વિશે કાર્ટૂન કર્યું હોય એ વ્યક્તિ જો એ કાર્ટુન નિહાળતો હોય ત્યારે એન્ો જાણે બ્લેડની ધારનો ઘસરકો થયો હોય અથવા તો ચાબુકનો ફટકો વાગ્યો હોય એવો અહેસાસ થાય એ જ કાર્ટૂનની અન્ો એ બનાવનાર કાર્ટૂનિસ્ટની સફળતા.

એક પણ શબ્દ લખ્યા વિના કાર્ટૂનિસ્ટ ઈન્દ્રદેવ આચાર્યે ફેમિલી પ્લાનિંગની ઠેકડી ઉડાડતું એક કાર્ટૂન બનાવ્યું હતું. આ રેખાચિત્રમાં એક પુરુષ પાંચ સાઈડકાર જોડેલું સ્કૂટર ચલાવી રહૃાો છે. પત્ની પાછલી સીટ ઉપર અન્ો પાંચ સંતાનો પાંચ સાઈડકારમાં સવારી કરી રહૃાાં છે.

કાર્ટૂનિસ્ટ રૂપમાં બ્ોવફાઈ દર્શાવતું એક કાર્ટુન દોરેલું છે. એમાં પ્રણયરત યુગલ દર્શાવેલું છે અન્ો પ્રણયવ્યસ્ત સ્ત્રીપાત્રે પોતાનો એક હાથ અન્ય એક પુરુષન્ો આપ્ોલો છે, પરંતુ આ ક્રિયા સ્ત્રી સાથે પ્રણયમાં વ્યસ્ત પુરુષ નિહાળી શકતો નથી. કારણ કે ત્ોનો ચહેરો વિરુદ્ધ દિશામાં છે.

કાર્ટૂનિસ્ટ પાસ્ો કોઈ પણ વિચાર અન્ો રેખાચિત્રનો સમન્વય કરવાની ખૂબી હોય એ અભિપ્રેત છે. કાર્ટૂનિસ્ટ પાસ્ો વિવેચકષ્ટિ હોવી જોઈએ. કોઈ પણ સમાચાર કે ઘટનાનું યથેચ્છ મૂલ્યાંકન કરીન્ો રેખાચિત્ર મારફત્ો રજૂ કરવાનું કાર્ય એક કુશળ કાર્ટૂનિસ્ટનું છે, કારણ કે કોઈ પણ ઘટના વિશે પત્રકાર લાંબા સમાચાર લખી શકે છે.

તંત્રી એવી કોઈ ઘટના કે સમાચારન્ો લઈન્ો એકાદ તંત્રીલેખ લખી શકે છે. તો વળી કોઈ કટારલેખક એકાદ કટાર કે લેખ પણ લખી શકે છે. પરંતુ કોઈ જ શબ્દ લખ્યા વિના ત્ો ઘટના કે સમાચારની ગંભીરતાન્ો પ્રજા અથવા વાચક સમક્ષ કે તંત્ર સમક્ષ વેધક રીત્ો તો એક કાર્ટુનિસ્ટ જ રજુ કરી શકે છે. આ છે કાર્ટૂનિસ્ટ અન્ો ત્ોમના કાર્ટુનનું મહત્ત્વ. કાર્ટુનનું મહત્ત્વ એ પણ છે કે કોઈ પણ નિરક્ષર વ્યક્તિ પણ એન્ો સમજી શકે છે.

પત્રકાર-કાર્ટૂનિસ્ટ ગિલ્બર્ટ એલ્ડિઝ કહે છે કે ‘કાર્ટૂન એટલે નિરક્ષર માટેનો તંત્રીલેખ’ કાર્ટૂન વડે કોઈન્ો ઉપદેશ આપવાનો આશય નથી. સાંપ્રત સમસ્યા અન્ો વિડંબનાન્ો વાચા આપીન્ો જનસમાજમાં એક ચિનગારી પ્રગટાવવાનું કાર્ય કાર્ટૂનનું અન્ો કાર્ટૂનિસ્ટનું છે.’

કાર્ટૂનિસ્ટ ગુલામ સંઘવાણી કહે છે કે ‘કાર્ટુન’ એટલે શબ્દોના ઉપયોગ વિનાની એવી હાસ્ય-રમૂજી કથા કે જેમાં વ્યંગન્ો રેખાચિત્ર દ્વારા દર્શનસ્વરૂપ આપવામાં આવે છે.

બ્રિટનના જાણીતા કાર્ટૂનિસ્ટ ડેવિડ લૉનું કહેવું છે કે ‘કાર્ટૂનિસ્ટે રોજબરોજનાં નાના-મોટા રાજકીય બનાવોનું આગવી રીત્ો વિશ્ર્લેષણ કરવાનું રહે છે. ત્ોણે સમાચાર બની રહેલા આ બનાવોના આઘાત-પ્રત્યાઘાતના સાર પણ તારવી લેવાના રહે છે. પરિસ્થિતિનો તાગ મેળવીન્ો ધારેલાં પરિણામ આવે ત્ો પહેલાં જ કાર્ટૂનિસ્ટે પોતાની કલા કાર્ટૂનના માધ્યમથી લોકો સમક્ષ મૂકી દેવાની રહે છે.

(ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8i030C07
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com